જાણો તમારુ આજનું ભવિષ્ય

Published: 26th October, 2012 03:07 IST

માત્ર તમારા જ્ઞાન અને સાહસના આધારે તમે ધારેલા બધા કામમાં સફળતા મેળવશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

માત્ર તમારા જ્ઞાન અને સાહસના આધારે તમે ધારેલા બધા કામમાં સફળતા મેળવશો. કોઈની પણ મદદ લીધા વિના તમે જે ગતિથી આગળ વધી રહ્યા છો એ જોતાં ગણેશજી કહે છે એમ તમારા જ્ઞાનવૈભવમાં હજી વધારો થશે અને તમારી વિકાસયાત્રાની ઝડપ વધશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમે સંપૂર્ણપણે સંજોગોને આધીન બની જશો. એમ છતાં તમે થોડા સ્ટ્રિક્ટ બનીને તમારાં કામ પાર પાડશો એવું ગણેશજી જણાવે છે. જોકે સાંજ સુધીમાં તમે થોડા ઠંડા પડી જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે તમારી આસપાસના સંજોગોને હજી બહેતર રીતે મૂલવવાની કોશિશ કરશો, કારણ કે તમારે કેટલાક મહત્વના નિર્ણયો લેવાના છે. દિવસના પાછલા ભાગમાં થોડો આરામ કરવાનું તમે પસંદ કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમે ઉપરછલ્લો ભલે ઢોંગ કરતા હો કે તમે ખૂબ સંવેદનશીલ અને સીધા માણસ છો. જોકે અંદરખાને તમે ખૂબ કઠોર વૃત્તિના છો અને તમારા સહકર્મચારીઓ સાથે ખૂબ કડકાઈથી વર્તશો. એને કારણે તેઓ ખૂબ જ જરૂરી નહીં હોય ત્યાં સુધી તમારો સીધો અપ્રોચ કરવાનું ટાળશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે તમારા ગોલ્સ સેટ કરવા માટે નવી સ્ટ્રૅટેજી ઘડશો એમ ગણેશજી જણાવે છે. તમારે તમારા સાત સમંદર પાર રહેલા કૉન્ટૅક્ટ સાથે ફરી એક વાર જોડાવાની જરૂર છે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી તમને ખૂબ ગંભીર સલાહ આપે છે કે કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમારે એના સારા અને ખરાબ પૉઇન્ટનો બરાબર અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. સાંજે તમે એવી ઍક્ટિવિટીમાં ભાગ લેશો જેનાથી તમે એનર્જેટિક બની જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી સલાહ આપે છે કે તમારા જુનિયરમાં રહેલી બેસ્ટ ક્વૉલિટીને બહાર કાઢવા માટે તેને મોટિવેટ કરો. તમારા કૉમ્પિટિટર શું કરી રહ્યા છે એના પર પણ નજર રાખો. એને કારણે તમે બધા કરતાં એક ડગલું આગળ રહી શકો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે તમને ડિસ્ટર્બ કરી શકે એવી એક પણ ચિંતા તમારી પાસે નથી. ગણેશજી જોઈ રહ્યા છે કે તમે તમારા જીવનસાથી સાથે આજે મસ્ત-મજાની ક્ષણો પસાર કરશો. આજે તમારી લોકોને કન્વીન્સ કરવાની આવડત ઘણી કામ લાગશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી કહે છે કે આજે અંગત જીવનમાં થોડીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારા મનને મગજ પર હાવી થવા દેશો નહીં. વધુપડતી અપેક્ષા ન રાખો. એમ કરવાથી વધુ નિરાશા અનુભવશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી કહે છે કે તમારી સમસ્યાનો તરત ઉકેલ શોધવાની ક્ષમતા આજે ખૂબ મદદરૂપ નીવડશે, કારણ કે આજે તમે આકરામાં આકરી સમસ્યાનો ફટાક કરતો ઉકેલ શોધવામાં કામયાબ નીવડશો. આને લીધે તમારી પ્રસિદ્ધમાં વધારો થશે અને તમારાં સૂચનોનો તરત સ્વીકાર થઈ જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

કામનું દબાણ ખરેખર હવે તમારી ક્ષમતા બહાર વધી ગયું છે અને તમને એક લાંબા બ્રેકની જરૂર છે. રૂટીનથી હટીને કંઈ પણ કરશો તો થોડા ફ્રેશ થઈ જશો. ગણેશજી કહે છે કે થોડો આરામ કરીને આગળ આવી રહેલા મુશ્કેલ સમયને પહોંચી વળવા માટે તૈયાર થઈ જાઓ.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠતમ દિવસ છે. ગણેશજી આગાહી કરી રહ્યા છે કે આજે તમે એક મહત્વની ડીલ ફાઇનલ કરશો અને એમાં તમને સારોએવો લાભ પણ થશે. તમારી નાણાકીય પરિસ્થિતિમાં ઉલ્લેખનીય સુધારો આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK