જાણો તમારી આજ

Published: 22nd October, 2012 03:05 IST

આજે જ્યારે તમારા પર પારાવાર કામનું દબાણ આવશે ત્યારે બળવાન થઈને એનો સામનો કરશો, એમ ગણેશજી કહે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે જ્યારે તમારા પર પારાવાર કામનું દબાણ આવશે ત્યારે બળવાન થઈને એનો સામનો કરશો, એમ ગણેશજી કહે છે. તમારો પફોર્મન્સ ધીમે-ધીમે સુધરશે અને તમે વિશ્વને બતાવી દેશો કે તમે કઈ માટીના બન્યા છો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજના દિવસ પર લાગણીઓ અને રોમૅન્ટિઝમનું સર્વાધિક પ્રભુત્વ રહેશે. તમારા પ્રિયજન સમક્ષ તમારા હૃદયની વાત કહેવાનો આજે બેસ્ટ અવસર છે, એમ ગણેશજી જણાવી રહ્યા છે. તમે તમારા સ્વીટહાર્ટની કંપની અતિશય એન્જૉય કરી રહ્યા છો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે તમારી આસપાસ રહેલા લોકો પાસેથી પ્રેરણા મેળવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છો. નાણાકીય બાબતોમાં તમારા પરિવારજનોને કૉન્ફિડન્સમાં લઈને પછી આગળ વધજો એવી સલાહ ગણેશજી આપે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે તમારી જાત પર તમારા મગજને બદલે તમારા હૃદયનું પ્રભુત્વ હશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ મહત્વની બાબતો વિશે ચર્ચા કરશો. જેને કારણે તમારામાં રહેલી સૌમ્ય બાજુ પ્રગટ થશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે ઉતાર-ચઢાવ કરી રહેલા નસીબ સામે તમારા એક શુભેચ્છકની સલાહ માનસિક રીતે તમને સંતુલિત રાખશે, એમ ગણેશજી સૂચવે છે. કેટલાક ઉતાર-ચડાવ નાણાકીય દૃષ્ટિએ તમને લાભ કરાવશે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

હ્યુમન નૅચરના ઊંડાણમાં જવાને કારણે તમે લોકોના મનમાં ધરબાયેલા ઉદ્દેશને બરાબર સમજી શકશો, એમ ગણેશજી કહે છે. જેને કારણે તમે તમારા સાચા મિત્રો અને બનાવટી મિત્રો વચ્ચેનો ભેદ પારખી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે ગ્રહો તમારી તરફેણમાં છે. જો તમે સરકારી નોકરી કરતા હો તો તમને સારો પુરસ્કાર મળશે. ઘરમાં તમારા જીવનસાથી સાથેનો તમારો મનમેળ હજી ગાઢ બનશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી તમને સલાહ આપે છે કે અત્યારના સંજોગોમાં હકારાત્મક અપ્રોચ રાખો અને તમારા હાથ નીચે કામ કરી રહેલા કર્મચારીઓને કામ સોંપો ત્યારે બને એટલા તટસ્થ રહીને આગળ વધો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી જણાવે છે કે આજે તમે આખો દિવસ ખૂબ જ આળસ અનુભવશો અને તમને કંઈ જ કરવાનું નહીં ગમે. માટે તમે તમારા કામની ડેડલાઇનને પહોંચી વળો એવું ઇચ્છતા હો તો તમારું કામ તમારા હાથ નીચે કામ કરતા લોકોને બરાબર રીતે વહેંચી દેજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી સૂચવે છે કે જો તમે વ્યાવસાયિક છો તો તમે થોડા કન્ફ્યુઝ હશો, કારણ કે તમે તમારા કામનો વિસ્તાર કરવા માગો છો, પરંતુ તમને ખબર નથી કે એમાં કઈ રીતે આગળ વધવું. તમારા અંતરનો અવાજ સાંભળો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે આખું બ્રહ્માંડ જાણે આજે તમારા ફેવરમાં છે અને તમે જેની ઇચ્છા કરશો એ થઈ જશે. સાંજ પછીનો સમય તમે થોડી હળવાશની ક્ષણો વિતાવવામાં કાઢશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી આગાહી કરી રહ્યા છે કે તમે તમારો મોટા ભાગનો સમય એક મહત્વના પ્રોજેક્ટ પાછળ જશે, જે હવે પૂર્ણાહુતિને આરે પહોંચ્યો છે. આજના દિવસે તમારો તમારા જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK