કેવી રહેશે તમારી આજ, ક્લિક કરો અને જાણો

Published: 18th October, 2012 03:09 IST

આજે તમે કેટલીક બાબતોમાં ખૂબ જ અનિશ્ચિત રહેશો. ગણેશજી કહે છે કે અનેક પ્રકારની શંકા-કુશંકાઓથી તમારું મગજ ભરાયેલું રહેશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે કેટલીક બાબતોમાં ખૂબ જ અનિશ્ચિત રહેશો. ગણેશજી કહે છે કે અનેક પ્રકારની શંકા-કુશંકાઓથી તમારું મગજ ભરાયેલું રહેશે. જોકે ઓવર લિમિટ શંકાઓ કરવાથી દૂર જ રહેજો. ખાસ કરીને તમારા અંગત સંબંધોમાં શંકા નહીં જ કરતા.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે પાર વગરની મુસીબતોનો સામનો કરવાનો છે. જોકે ગણેશજી ખાતરી આપે છે કે તમારા શુભેચ્છકોની સહાયથી તમે દરેક સમસ્યાને આસાનીથી ઉકેલી દેશો. દિવસના પાછલા ભાગમાં થોડા સામાજિક બની જશો. એન્જૉય કરો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

જે લોકો એકલે હાથે પોતાનો વ્યવસાય ચલાવી રહ્યા છે એ લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. સ્વાભાવિક રીતે પૈસાનો સ્ત્રોત તમારા તરફ ઠલવાશે અને તમે પણ ખુશમિજાજ હશો. જોકે તમારા ઘરને આ બધામાં વીસરી ન જશો એમ ગણેશજી જણાવે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી તમને ખાતરી આપે છે કે તમારા સદાબહાર સ્પિરિટ અને ઉત્સાહને કારણે તમે લોકોમાં લાડીલા બની જશો. એમાં તમારુ બેમિસાલ સેન્સ ઑફ હ્યુમર તમને હજીયે લોકોનો પ્રેમ અપાવશે. તમારી કંપનીમાં રહેવું લોકોને ગમશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે તમારા ગ્રહોની દશા તમારા માટે અમાપ શકિતનો ધોધ મોકલાવી રહ્યો છે. આજનો દિવસ સારો છે અને તમે તમારો ઓવરઑલ પફોર્મન્સ સુધરેલો જોશો. જેનું પરિણામ પણ ખૂબ આનંદદાયક આવશે. ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારામાં રહેલી કરુણામય બાજુ આજે લોકો સમક્ષ પ્રસ્તુત થશે. એ સાથે જ તમારામાં રહેલું સાહસ અને દૃઢતાનાં દર્શન પણ થશે તેમ જ ગણેશજી કહે છે કે તમારામાં રહેલી હકારાત્મકતા, વ્યક્તિના સ્વભાવને લઈને ઊંડી સમજણ તમારા વ્યક્તિત્વને ચુંબકીય બનાવશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

તમારા કામની નિષ્ઠાને જોઈને લોકો પ્રભાવિત થઈ જશે. તમારામાં રહેલા ગુણોને જોઈને હવે લોકો જાહેરમાં તમને બિરદાવશે. તમે જે વળતરના હકદાર છો એ તમારા માર્ગમાં હવે આવશે, એવી ખાતરી ગણેશજી આપી રહ્યા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે થોડા તમારા લક્ષ્યથી દૂર ફંટાઈ ગયાની લાગણી અનુભવી રહ્યા છો. થોડા એકાંતની કામના પણ કરી રહ્યા છો. જોકે એનાથી ગભરાશો નહીં, કારણ કે એનાથી તમને થોડી પોતાની અંદર જોવાની તક મળશે, એમ ગણેશજી કહે છે. રિલૅક્સ રહેજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમે હજી થોડા ઑર્ગેનાઇઝ થવાનું નક્કી કર્યું છે. જે સારી બાબત છે. ઘરના અને ઑફિસના કામમાં ગોંધાયેલા રહેવાને કારણે તમારો દિવસ અતિ વ્યસ્ત જશે. જોકે મિત્રો તમારા માટે થોડી એન્જૉયમેન્ટની ક્ષણો લાવશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારો સામાજિક સ્તર છેલ્લાં થોડાં અઠવાડિયાંથી ઊંચો આવ્યો છે. ગણેશજી કહે છે કે આજે તમારી વધેલી ખ્યાતિને એન્જૉય કરવાનો દિવસ છે. તેમ છતાં વધુપડતા રુડ થવાની જરૂર નથી તેમ જ નાણાંને લગતા નિર્ણયો સંભાળીને લેજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


ગણેશજી અનુભવી રહ્યા છે કે નાણાકીય બાબતોને લઈને આજે તમે આખો દિવસ ગોંધાયેલા રહેશો. તમે તમારા ઘરખર્ચ પર નજર રાખી રહ્યા છો. ઑફિસમાં તમારા પર કેટલીક નવી જવાબદારી પણ લાદવામાં આવશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારામાં રહેલી ક્ષમતાને વધુ બહેતર બનાવવા માટે તમે પ્રેરિત થયા છો. જેને કારણે તમે તમારી ઑફિસમાં બેસ્ટ પફોર્મ કરી શકશો. આજે સાંજે એક અનએક્સપેક્ટેડ પણ ખુશનુમા બનાવ બનશે, જેને કારણે તમે આનંદ અનુભવશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK