જાણો તમારી આજ

Published: 15th October, 2012 03:16 IST

અત્યારે જાણે અનેક નવા આઇડિયાનું તમારા માઇન્ડમાં પૂર આવ્યું છે. એમ છતાં ઉતાવળિયું પગલું ભરશો નહીં એમ ગણેશજી કહે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

અત્યારે જાણે અનેક નવા આઇડિયાનું તમારા માઇન્ડમાં પૂર આવ્યું છે. એમ છતાં ઉતાવળિયું પગલું ભરશો નહીં એમ ગણેશજી કહે છે. સારા અને અનુભવી લોકોનો અભિપ્રાય લેજો. કદાચ એ લોકો તમારી મદદ કરવામાં આનંદ અનુભવશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

અત્યારે બ્રહ્માંડ તમારી મદદ કરવા માટે આતુર છે એમ ગણેશજી જણાવે છે. આજે તમે જે કરશો એમાં સો ટકા સફળતા મેળવશો. શૈક્ષણિક વિકાસ માટે પણ અત્યારનો સમય બેસ્ટ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી આગાહી કરી રહ્યા છે કે તમારું બધું ફોકસ આજે તમારા ઘરગથ્થુ કામમાં છે. લાંબા ગાળાથી તમારા પરિવાર વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત લાવવામાં તમને ધારી સફળતા મળશે. બાળકોને કારણે આનંદ અનુભવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

અત્યારે જાણે તમારું જીવન અર્થહીન રીતે આગળ વધી રહ્યું છે. જોકે ગણેશજી તમને વિશ્વાસ આપે છે કે એવું કોઈ તમારા જીવનમાં પ્રવેશશે જે તમને બહેતર રીતે જીવવાનું જોશ આપશે અને ઘરમાં આનંદપ્રમોદનું વાતાવરણ ક્રીએટ કરી આપશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે આજનો દિવસ તમે જોઈ શકો એવો રિવૉર્ડ મેળવવાનો નથી. તમારો જવાબદારીભર્યો અપ્રોચ તમને કેટલીક બિનજરૂરી ચિંતાઓથી દૂર રાખશે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

એવી કોઈ ઘટના બનશે જે તમારા એક રોમૅન્ટિક સંબંધમાં તિરાડ પાડશે કે વિક્ષેપ ઊભો કરશે. એમ છતાં ગણેશજી ભરોસો આપે છે કે સમય જતાં બધું જ થાળે પડી જશે. તમારો પ્રભાવક દેખાવ લોકોને તમારા પ્રતિ આકર્ષશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે કદાચ તમારું જીવન અને કેટલીક યોજનાઓ તમારી અપેક્ષા મુજબ પાર પડી રહ્યાં હોય એવું નહીં લાગે. શાંત થઈ જાઓ. બધા દિવસ કઈ એક જેવા ન હોય એમ ગણેશજી આશ્વાસન આપશે. આજનાં કામ પોસ્ટપોન કરીને થોડો સમય એકલા રહો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ગણેશજી કહે છે કે આજે નવી બિઝનેસ ડીલ ફાઇનલ કરવાનો બેસ્ટ દિવસ છે. જોકે લાંબા ગાળાના ફાયદા-ગેરફાયદાનો પૂરો વિચાર કરીને આગળ વધજો. કોઈ પણ કાગળ પર સહી કરતાં પહેલાં એનો શબ્દેશબ્દ ધ્યાનપૂર્વક વાંચજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી કહે છે કે આજે તમને એક મોટો લાભ થશે. જોકે બધું શ્રેય ભવિષ્યને લઈને તમારા શાર્પ વિઝન અને પદ્ધતિસર કામ કરવાની આવડતને જાય છે. આ જ રીતે આગળ વધશો તો હજીયે ભવિષ્ય ઉજ્જ્વળ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજી જણાવે છે કે તમારા જીવનમાં મહત્વનું સ્થાન જેને મળ્યું છે એ આધ્યાત્મિકતા પર જ અત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન છે. એને લીધે તમે ખૂબ માનસિક શાંતિ અનુભવી રહ્યા છો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

પોતે જ પોતાનાં વખાણ કરવાનું મૂલ્ય જરાય નથી એ તમે સારી રીતે સમજો છો એટલે તમારા કામને જ બોલવાની તક આપો. આજે તમારા પ્રિયજનને ખુશ કરવા માટે આકાશમાંથી તારા તોડી લાવવા હોય તો એ કરવા માટે પણ તમે તત્પર છો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી કહે છે કે આજે ખૂબ સીધોસાદો દિવસ જવાનો છે. જોકે એનો અર્થ એ નથી કે દિવસ ડલ જશે. એક જણ પાસેથી મળનારી પ્રશંસાને કારણે તમારો મૂડ સુધરી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK