સ્ત્રીઓ માટે છે આજનો દિવસ શ્રેષ્ઠ, જાણો તમારી આજની રાશિ

Published: 13th October, 2012 04:09 IST

સ્ત્રીઓ માટે આજે શ્રેષ્ઠ દિવસ છે એમ ગણેશજી જણાવી રહ્યા છે. ભલે એ પછી ગૃહિણી હોય કે કોઈ કૉર્પોરેટ વુમન. આજે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


અત્યારનો પ્રવાહ તમારી તરફેણમાં છે હવે એ તમારા પર છે કે તમે એનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરશો, એમ ગણેશજી કહે છે. એક વાર તમારા પ્રોફેશનલ વર્ક અને ઘરની જવાબદારીઓમાં સંતુલન જાળવતા આવડી જશે એટલે બધી જ બાબતો ઠેકાણે પડી જશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


સ્ત્રીઓ માટે આજે શ્રેષ્ઠ દિવસ છે એમ ગણેશજી જણાવી રહ્યા છે. ભલે એ પછી ગૃહિણી હોય કે કોઈ કૉર્પોરેટ વુમન. આજે તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો. જેની સાથે લાંબા ગાળાનું જોડાણ થાય એવી શક્યતા પણ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ડ્રામા, બ્યુટી, બાહ્ય દેખાવ પર અત્યારે તમારું જેટલું ધ્યાન છે એટલું તો ક્યારેય નહોતું. જેને કારણે તમારા દેખાવમાં કેટલાંક મહત્વનાં પરિવર્તન આવશે એવું ગણેશજી જોઈ રહ્યા છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે દિવસની શરૂઆત થોડી નકારાત્મકતા સાથે થશે. કેટલાંક નજીવાં કારણોને લીધે તમે ચિંતા અનુભવી રહ્યા છો. તમે સત્યની સાથે રહેવાનો આગ્રહ કરશો. જોકે આ ટેન્ડન્સી તમારા લોકોમાં રુડ અને બ્લન્ટની છાપ

ઊભી કરશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારા કામને અને કામ કરવાના અપ્રોચને વધુ બહેતર બનાવવા માટે તમે પ્રયાસ કરશો. જોકે એ બધામાં તમારી પત્ની અને બાળકો સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવાનું ભૂલશો નહીં, એવું ગણેશજી યાદ અપાવે છે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારે ત્યાં અનેક મિત્રો અને સ્વજનોની મંડળી ભેગી થશે. જેને કારણે ઘણાનું વાતાવરણ એકદમ જીવંત બની જશે. ગણેશજીને મતે આ ખૂબ સારી બાબત છે, કારણ કે છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ ખૂબ જ મૉનોટોનસ થઈ ગઈ હતી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી કહે છે કે આજે જાણે આખું બ્રહ્માંડ તમારી ફેવરમાં આવી ગયું છે. અને તમે બધાની આંખોમાં વસી ગયા છો. તમારી મહેનતનું ફળ હવે તમને મળી રહ્યું છે. અને તમારા સહકર્મચારીઓ પાસેથી પણ ભરપૂર સપોર્ટ મળશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને જે પણ કોઈ આંતરસ્ફુરણા થાય એ બેસ્ટ હશે તેમ જ તમારા મનમાં ચાલી રહેલી દરેક શંકાઓ પણ સાચી પુરવાર થશે. ગણેશજી કહે છે કે તમને તમારી જાત પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે તેમ જ તમારી જીવનસંગિની પાસેથી પણ પુષ્કળ સપોર્ટ મળી રહ્યો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે કોઈ એકદમ અફલાતૂન ડ્રેસ પહેરજો, કારણ કે ગણેશજી જણાવી રહ્યા છે કે તમારે ઘણા બધા લોકોને ઇમ્પ્રેસ કરવાના હશે. ખાસ કરીને તમારા પ્રિયજનને. કેટલીક હળવી વાતચીતને કારણે એક ખૂબ મહત્વની ડીલ

મેળવી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે થોડી ખુશી થોડા ગમ ભર્યો દિવસ જશે. કામના સ્થળે થોડી અડચણોનો સામનો કરશો. જોકે એને તમે બરાબર પાર પાડી દેશો. જો તમે થોડી એક્સપેન્સિવ જગ્યા કે જ્વેલરી ખરીદવાનું વિચારી રહ્યા હો તો ગણેશજી કહે છે કે આગળ વધો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે થોડા ગુસ્સામાં રહેશો. તમારી આજુબાજુ રહેલા લોકો તમારા બદલાતા મિજાજને જોઈને કન્ફ્યુઝ રહેશે. કામના સ્થળે પ્રશંસા મળશે. સારો સમય નજીકમાં જ છે એમ ગણેશજી કહે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ગણેશજી કહે છે તમારો હકારાત્મક અભિગમ તમને આજે દરેક બાબતોમાં જીત અપાવશે. ઘરે તમે જે પણ કરશો એમાં તમારા પરિવારના સદસ્યોનો ફુલ સપોર્ટ મેળવશો. ખુશ થાઓ અને ઈશ્વરનો આભાર માનો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK