તમારી આજ કેવી રહેશે, ક્લિક કરો અને જાણો

Published: 14th October, 2012 03:00 IST

આજે તમે તમારી જાતને થોડી ચિયર-અપ કરવાની કોશિશ કરશો. થોડા શૉપિંગ હો જાએ. જોકે ઑનલાઇન શૉપિંગ કરવા બેસો ત્યારે ખર્ચ પર થોડો કન્ટ્રોલ રાખજો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે તમારી જાતને થોડી ચિયર-અપ કરવાની કોશિશ કરશો. થોડા શૉપિંગ હો જાએ. જોકે ઑનલાઇન શૉપિંગ કરવા બેસો ત્યારે ખર્ચ પર થોડો કન્ટ્રોલ રાખજો. આજે તમારી ઉદારતા દેખાડવાનો અને લોકોની મહેનતની તમે કદર કરો છો એ જતાવવાનો શ્રેષ્ઠ દિવસ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

તમે આજે અનેક પડકારોનો સામનો કરશો. જોકે એમાં છટકબારી શોધવી એ માર્ગ નથી. છતાં ગણેશજી કહે છે કે તમે સારી રીતે બધું પાર પાડશો. માથા પર આવી રહેલી સમસ્યાઓને નિવારવા માટે હિંમતપૂર્વક એનો સામનો કરો. તમારા પ્રિયજનને પ્રેમ અને વાત્સલ્યથી નવડાવી દેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી તમને પ્રવાહની સાથે વહેવાની સલાહ આપે છે. એને કારણે તમે કેટલીક સમસ્યાઓને વગર મહેનતે દૂર કરી શકશો. મોજ-મજા કરો. આ સમય છે તમે કરેલી મહેનતનાં મીઠાં ફળોને ચાખીને એન્જૉય કરવાનો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ખર્ચનું પ્રમાણ વધી ગયું છે અને તમને ખરેખર એ ગમ્યું નથી. શાંત અને સ્વસ્થ રહો. ગણેશજી કહે છે કે કેટલીક વાર તમારા પ્રિયજનની ખુશી માટે ખર્ચ કરવાનું પણ સારું પરિણામ મળે છે. તમારા સ્વીટહાર્ટ સાથે શૉપિંગ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આ વખતે નસીબ પર આધાર રાખીને બેસી ન રહેતા. જે નથી એનો વસવસો કર્યા વગર જે છે એનો બેસ્ટ ઉપયોગ કરીને આગળ વધો એમ ગણેશજી સૂચવે છે. વિશ્વસનીય લોકોને મળીને તમારી કલ્પનાશીલતાને હકીકત બનાવવાના કામે લાગી જાઓ.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે તમારા સંબંધને લઈને ખૂબ શંકાશીલ બની ગયા છો. જોકે બીજો બધો વિચાર કર્યા કરવા કરતાં તમારી પોતાની આવડત પર ભરોસો રાખવાની સલાહ ગણેશજી આપે છે. તમારી ઇચ્છાશક્તિને મજબૂત કરવા માટે થોડા આસ્તિક બનો અથવા આધ્યાત્મિકતાનો સહારો લો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે તમે જાણે સમય સાથે રેસ લગાવી છે. તમારા આટલા ઉત્સાહ સાથે તમે આસાનીથી આગળ ગતિ કરી શકશો એમ ગણેશજી જણાવે છે. એમ છતાં સેફ ગેમ રમજો અને બને એટલા અલર્ટ રહેજો એમ ગણેશજી જણાવે છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ઈર્ષા કે ખોટી ચીડ રાખવાથી મિત્રોનો વિશ્વાસ જીતી શકાતો નથી. આ કડવું સત્ય ખૂબ ખરાબ રીતે આજે તમારે સમજવું પડશે. જોકે આજની ઘટના પરથી શીખ લઈને આગળ વધજો એમ ગણેશજી જણાવે છે. તમે તમારા થકી છો છતાં કોઈ અવાસ્તવિક પર્ફેક્શન પાછળ દોડશો નહીં.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારું અંગત જીવન અત્યારે સોળે કળાએ ખીલેલું છે એટલે તમારાં દૂરનાં સગાં પણ અત્યારે તમારી સાથેનો સંબંધ મજબૂત બને એનાથી ખુશ થશે. જૂના મિત્રો સાથે જોરદાર પાર્ટી કરવાને કારણે જૂના દિવસો તાજા થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

અત્યારે તમારા ગોલ્સથી પોતાને ખૂબ નજીક જોઈ રહ્યા છો એમ ગણેશજી જણાવે છે. જોકે બધું શ્રેય તમારી દૃઢ ઇચ્છાશક્તિને જાય છે. તમારા મિત્રો તથા તમારા પરિવારને થોડો ક્વૉલિટી ટાઇમ આપજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


કેટલીક નકારાત્મક બાબતોને કારણે તમે સાવ ભાંગી પડો એવી સ્થિતિ ઊભી થઈ શકે છે. એમ છતાં રિલૅક્સ રહેજો અને ભરોસો રાખજો એવી ગણેશજી સલાહ આપે છે. અત્યારે પોતાની જાતમાં જ ઊંડા ઊતરીને કેટલાક લાંબા ગાળાના ઉકેલ તમારે જાતે જ શોધવાના છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમારા જીવનની ખાસમખાસ વ્યક્તિ સાથે મુલાકાત થાય એવી શક્યતા ગણેશજી જણાવી રહ્યા છે. એ માત્ર રોમૅન્ટિક સંબંધ જ હશે એવું નથી, પરંતુ જીવનભરનો સાથ આપે એવો નાતો હશે. તટસ્થ રહીને જે પરિસ્થિતિ આવે એનો સહજ સ્વીકાર કરતાં શીખી જાઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK