જાણો તમારી આજ

Published: 9th October, 2012 02:53 IST

તમારામાં રહેલી ક્રીએટિવ ટૅલન્ટ ઊઘડીને બહાર આવશે. તમે તમારા ઘરને નવેસરથી ગોઠવશો અથવા થોડા ફેરફાર કરશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમારામાં રહેલી ક્રીએટિવ ટૅલન્ટ ઊઘડીને બહાર આવશે. તમે તમારા ઘરને નવેસરથી ગોઠવશો અથવા થોડા ફેરફાર કરશો. આજે તમે થોડા ભૂતકાળમાં સરી પડશો અને ભૂતકાળની મીઠી યાદોને યાદ કરીને એન્જૉય કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમે કોઈની સાથે પાર્ટનરશિપમાં કોઈ નવો વ્યવસાય શરૂ કરવા માટે પ્રયત્નો કરશો. જોકે ગણેશજી જણાવી રહ્યા છે કે એમાં તમને નિરાશા સાંપડશે. સાંજે પરિવાર સાથે બહાર જવાનો પ્લાન બનાવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે ખૂબ જ અકળાયેલા મૂડમાં છો. કેટલીક નજીવી બાબતોને કારણે તમારા સહકર્મચારીઓ સાથે લડાઈ થઈ જશે. જોકે ગણેશજી જણાવે છે કે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એવા એક શુભ સમાચાર મળશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

કામના સ્થળે તમારો સ્ટ્રેઇટ ફૉર્વર્ડ ઍટિટ્યુડ અને ઘરમાં કોઈ પણ મોટી મગજમારીમાં ન પડવાની ટેવને કારણે હંમેશાં લોકપ્રિય બની રહેશો. ગણેશજી તમને સલાહ આપે છે કે તમારો સેલ્ફ-કૉન્ફિડન્સ વધારવા માટે તમારી પર્સનાલિટી વધુ સારી બને એવા પ્રયત્નો કરો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે તમારી આજુબાજુ રહેલા લોકોના વિચારોને પ્રભાવિત કરવા માટે તમારા શબ્દો સશક્ત ભૂમિકા બજાવી રહ્યા છે. ઘરે પાછા આવ્યા પછી સાંજે પરિવાર સાથે બહાર જવાનો પ્રોગ્રામ બનશે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી કહે છે કે તમારામાં રહેલી ક્રીએટિવ ક્ષમતા ખીલી જશે. ભૂતકાળની દર્દીલી યાદોને ભૂલીને તમે વિતાવેલા સારા ટાઇમને યાદ કરીને ખુશ થશો. જોકે વર્તમાનને જીવવાથી વધુ વિકાસ સધાય છે એ યાદ રાખજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે બધું તમારા પ્લાન મુજબ થશે. ગણેશજી કહે છે કે આજે તમે થોડા ઇમોશનલ મૂડમાં છો માટે માઇન્ડ કહે એમ નહીં પણ તમારું મન કહેશે એમ જ કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

હેલ્થ અને ફિટનેસ આજે તમારા ફોકસમાં છે અને ખરેખર તમે યોગ, ઍરોબિકસ કે આઉટડોર સ્પોર્ટ્સ શરૂ કરશો. કામના સ્થળે તમને પારાવાર જૉબ સૅટિસ્ફૅક્શનનો અહેસાસ થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

આજે તમારો સામનો દુનિયાભરના પ્રૉબ્લેમ્સ સાથે જ થવાનો છે એમ ગણેશજી કહે છે. જોકે તમે હકારાત્મક અભિગમ રાખશો તો પ્રૉબ્લેમ્સમાંથી પણ તમને પૈસા કમાવાનો માર્ગ મળશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે તમે જે પણ કરવાનું નક્કી કરો એમાં તમારા પરિવારનો ફુલ સપોર્ટ મેળવીને પછી જ આગળ વધજો. જોકે ગણેશજી કહે છે કે તેમના સપોર્ટનું વળતર તમે આપી દેશો તેમની ઇચ્છાઓ પૂરી કરીને.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા બૉસને તો લાગે જ છે કે તમે બેસ્ટ છો. જોકે આજે તેઓ તેમની લાગણીને પ્રત્યક્ષ પણ કરશે અને તમે કરેલા પ્રયત્નોનું તમને શ્રેષ્ઠ વળતર આપીને તમને બિરદાવશે પણ ખરા એમ ગણેશજી જણાવી રહ્યા છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

છેલ્લા ઘણા સમયથી તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો એનું આજે તમને ખરું કારણ સમજાશે. જોકે ગણેશજી કહે છે કે કારણ જાણ્યા પછી તમારે તમારી ભૂલોને સુધારીને સમસ્યાનો ઉકેલ શોધવાનો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK