એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)
આજે તમે ખૂબ ફ્રસ્ટ્રેશન અનુભવશો, કારણ કે જે મહેનત કરી હતી એને અનુરૂપ પરિણામ તમને મળ્યું નથી. જોકે ગણેશજી કહે છે કે ચિંતા ન કરો, સમય જતાં તમને યોગ્ય વળતર મળી જ જશે.
ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)
આજે તમારું પેટ અને ખિસ્સું બન્ને અપસેટ છે. અનપેક્ષિત ખર્ચાઓને કારણે તમારું બજેટ ખોરવાઈ ગયું છે અને ખાવા-પીવામાં બતાવેલી બેદરકારીને કારણે તમારું પેટ બગડ્યું છે. ગણેશજીની સલાહ છે કે બન્નેનું પ્રૉપર ધ્યાન રાખો.
જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)
નાણાકીય બાબતોને લીધે આજે તમે પારાવાર ચિંતા અનુભવશો. જોકે ગણેશજી સૂચવે છે કે અમુક ખર્ચ તમે અટકાવી શકો એમ નથી એટલે નાહકની ચિંતા છોડો. જોકે જેમાં તમે પૈસા બચાવી શકો એમ છો કમસે કમ એમાં તો નકામો ખર્ચ ન થાય એનું ધ્યાન રાખજો.
કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)
તમારા બૉસ અને જીવનસાથી બન્ને સાથેનો તમારો રેપો ખૂબ સારો થશે. તમારો જીવનસાથી આજે તમારા પર પ્રેમનો વરસાદ વરસાવશે અને ગિફ્ટ પણ આપશે. આજે તમે પાર્ટનર સાથે મળીને તમારા બન્નેનું ફ્યુચર પ્લાનિંગ કરશો.
લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)
આજે તમારા દિવસની શરૂઆત એનર્જેટિક રીતે થશે. જોકે દિવસના અંતમાં કામના મારાને લીધે અતિશય થાક અનુભવશો. શાંત થઈ જાઓ. ગણેશજી સૂચવે છે કે કેટલાક મહત્વના નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. જોકે એમાં આવેશમય થઈને નિર્ણય લેવાનું ટાળજો.
વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)
આજે ગ્રહો તમારી તરફેણમાં છે એટલે દિવસ સારો જશે. ગણેશજી જોઈ રહ્યા છે કે કેટલીક અનપેક્ષિત ઘટનાઓ તમારા માટે પારાવાર આનંદ લઈને આવશે. કેટલીક બિનજરૂરી ચિંતાને કારણે તમારા આનંદ પર પાણી ન ફરી વળે એનું ધ્યાન રાખજો.
લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)
કેટલીક કલ્પના બહારની બાબતો તમને લોકોમાં સારીએવી પ્રસિદ્ધિ અપાવશે. કૉન્ગ્રેચ્યુલેશન્સ. તમે પબ્લિકલી આઉટસ્ટૅન્ડિંગ પર્ફોર્મન્સ આપી શકશો. એ જ આ તમામ ઘટનાક્રમ પાછળનું કારણ છે એમ ગણેશજી જણાવી રહ્યા છે.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)
નવાં વ્યાવસાયિક સાહસો ખેડવા માટે તમારા ગ્રહો તમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એમાં આગળ વધશો તો સફળતા પણ નિશ્ચિત મળશે એવી ખાતરી ગણેશજી આપે છે. તમારી સખત મહેનત તમને તાળીઓનો ગડગડાટ અપાવશે.
સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)
ગણેશજી કહે છે કે તમે આજે આધ્યાત્મિકતા તરફ આગળ વધી રહ્યા છો. એ તમને અદ્ભુત શાંતિનો અનુભવ કરાવશે એમ ગણેશજી જણાવે છે. તમે પણ પ્રેમ ભરેલા હૃદયથી તમારી આસપાસના તમામ લોકો સાથે તમારી ખુશીની વહેંચણી કરશો.
કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)
આજનો આખો દિવસ કામ તમને બિઝી રાખશે. ડેડલાઇનને પહોંચી વળવાની જીદ તમારી હાલત વધુ કફોડી કરી નાખશે. જોકે તમારા માટે શું આ કંઈ નવું છે? ગણેશજી કહે છે કે રિલૅક્સ થઈ જાઓ અને થોડું કામ બીજાને પણ કરવા દો.
ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)
એક જ પ્રકારની લાઇફ-સ્ટાઇલ અને એના એ રૂટીનથી કંટાળી ગયા છે. જોકે હળવાશભરી મજાક કરવાના તમારા સ્વભાવને કારણે તમે પરિસ્થિતિને થોડી લાઇવ બનાવી શકશો. ગણેશજી કહે છે કે આ ક્ષમતાને કારણે તમે લોકોમાં પૉપ્યુલર બની જશો.
પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)
ગણેશજી કહે છે કે તમે અત્યારે આકરી કસોટીના સમયમાંથી પસાર થઈ રહ્યા છો. કદાચ અત્યારના અનેક વિરોધાભાસી સંજોગોને કારણે તમે કંટાળી ગયા છો. જોકે ડરવાની જરૂર નથી. આ પરિસ્થિતિમાંથી પણ તમને કંઈક શીખવા જ મળવાનું છે. સંજોગોનો કઈ રીતે સ્વીકાર કરવો અને જીવનના પ્રવાહને વહેતો રાખવો એ મહામૂલો સંદેશ તમારે શીખવાનો છે.
સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
17th January, 2021 08:03 ISTસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
10th January, 2021 07:52 ISTધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ
8th January, 2021 14:07 ISTJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
3rd January, 2021 10:15 IST