કેવી રહેશે તમારી આજ, ક્લિક કરો અને જાણો

Published: 22nd September, 2012 04:31 IST

તમને પરિતૃપ્તિનો અનુભવ કરાવે એ રીતે તમારું લક આજે તમારા જીવનમાં આનંદ અને સફળતાની ક્ષણો ઉમેરશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમને પરિતૃપ્તિનો અનુભવ કરાવે એ રીતે તમારું લક આજે તમારા જીવનમાં આનંદ અને સફળતાની ક્ષણો ઉમેરશે. સફળતા તમારું બારણું ખટકાવે ત્યારે મોં ધોવા જતા નહીં કે તકને ગુમાવશો નહીં એવી તાકીદ ગણેશજી આપે છે. તમારા આવેગો પર કન્ટ્રોલ રાખજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

હવે તમે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરતા થયા છો અને એ તમારા ફિટનેસને લગતી પ્રવૃત્તિઓ તરફના તમારા પૉઝિટિવ અપ્રોચમાં દેખાઈ રહ્યું છે. સખત મહેનત કરવાથી દૂર ભાગશો નહીં, કારણ કે લાંબા ગાળે એનું ઊંચું વળતર તમને મળવાનું જ છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

તમારા ઉત્સાહથી ભરેલા ઍટિટ્યુડને કારણે તમે આનંદમાં સમય વ્યતીત કરશો. આજે તમારા મિત્રો અને પરિવારના સભ્યોને તમારામાં રહેલા જ્ઞાનનો પરચો કરાવશો એમ ગણેશજી કહે છે. આ રિફ્રેશિંગ અને એનર્જેટિક વાઇબ્સને કારણે ખુશ થઈ જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

એક ખૂબ સારા શ્રોતાની જેમ તમે તમારા પ્રિયજનની બધી વાતો પ્રેમથી સાંભળશો. આજે તેઓ વિના સંકોચે પોતાનાં સુખ-દુ:ખની વાતો તમારી સાથે કરી શકશે. કામના સ્થળે પણ તમે તમારી યોજનાઓને અમલમાં મૂકી શકશો. એટલે બધી રીતે સેલિબ્રેશન તો બનતા હૈ બૉસ.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે તમારામાં છુપાયેલો કલાકાર આજે બહાર આવશે. તમે તમારા જીવનનાં બધાં જ પાસાંમાં પર્ફેક્શન લાવવાની કોશિશ કરશો તેમ જ હકારાત્મક થઈને આગળ વધશો. કામના સ્થળે પણ આજે તમારા કામની નોંધ લેવાશે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમે ફિટનેસ કૉન્શિયસ છો અને તમને એમાંથી કોઈ જુદા કરી શકે એમ નથી. આજે ગ્રહો માનસિક અને શારીરિક કસરત તમારી પાસે કરાવશે તો પણ તમે હસીખુશી એનો સ્વીકાર કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

સફળતાની મીઠાશ ખરેખર અનેરી હોય છે એમ ગણેશજી આંખ મીચકારીને કહે છે. આજે તો તમે પણ આ વાતમાં સૂર પુરાવશો, કારણ કે તમારા પ્રયત્નોનું કલ્પના બહારનું પરિણામ આવ્યું છે. સાંજના સમયે મળનારાં કેટલાંક પ્લેઝન્ટ સરપ્રાઇઝને કારણે તમે દિવસભરનો થાક અને પડકારો ભૂલી જશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમારામાં રહેલી આંતરિક શક્તિ અને જુસ્સો બેમિસાલ છે. આજે જ્યારે એની જરૂર ઊભી થશે ત્યારે તમે લોકોની અપેક્ષા પર ખરા ઊતરશો. એમાં તમારા આત્મવિશ્વાસનો પ્રભાવ પણ વધશે એમ ગણેશજી કહે છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

દરેક બાબતમાં બૅલેન્સ રાખવાની તમારી આવડત આજે અનેક લોકોને મોમાં આંગળાં નખાવી દેશે એમ ગણેશજી કહે છે. ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. સાંજના સમયે એક કાર્યક્રમમાં અચાનક આવેલા કેટલાક ફેરફારને કારણે તમે થોડાક ડિસ્ટર્બ થઈ જશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે તમે ઑફિસમાં મશીનગનની જેમ ધડાધડ કામ કરશો. જોકે તમારા માટે કશુંય નવું નથી. તમારો શાંત છતાં સત્તાવાહી અવાજ લોકોને તમારા આદેશનું પાલન કરવા માટે તત્પર બનાવશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે તમારા ગ્રહોને ધન્યવાદ કહેવાનો સમય છે, કારણ કે તમે તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખૂબ પૉઝિટિવલી આગળ વધી રહ્યા છો એમ ગણેશજી કહે છે. તમે જે પ્રેમાળ રીતે તમારા નજીકના લોકો પર ધ્યાન આપો છો એનાથી તેમનો તમારા પ્રત્યેનો પ્રેમ બમણો થઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

શૈક્ષણિક અને બૌદ્ધિક બાબતોમાં આજે તમારો આખો દિવસ પૂરો થઈ જશે એમ ગણેશજી જોઈ રહ્યા છે. બપોર સુધીમાં એક નવી વ્યાવસાયિક પ્રપોઝલ તમને મળશે. સાંજે એક રોમૅન્ટિક ડેટ પર જશો અને વ્યાવસાયિક ડીલ ફાઇનલ કરીને આવશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK