જાણો શું કહે છે તમારી આજની રાશિ

Published: 3rd October, 2012 02:58 IST

આજે તમે જે પણ કરશો એમાં તમને સફળતા મળશે. બસ હકારાત્મક અભિગમ છોડશો નહીં. કદાચ તમારી અપેક્ષાથી વિપરીત ઘટનાઓ ઘટે તો અકળાશો નહીં કે અટકશો નહીં.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમે જે પણ કરશો એમાં તમને સફળતા મળશે. બસ હકારાત્મક અભિગમ છોડશો નહીં. કદાચ તમારી અપેક્ષાથી વિપરીત ઘટનાઓ ઘટે તો અકળાશો નહીં કે અટકશો નહીં. એક વાર તમે આ દોરમાંથી પસાર થઈ જશો એટલે ઑટોમેટિક પરિસ્થિતિ તમારા કન્ટ્રોલમાં આવી જશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમે ગમે એટલી મહેનત કરી લેશો તો પણ એનાં ફળ ચાખવાં મળશે જ એની ખાતરી નથી. ગણેશજી સલાહ આપે છે કે અત્યારે તમારા પ્રયત્નોને થોડા ધીમા પાડો તેમ જ તમારી અપેક્ષાઓ ઓછી કરી દેશો તો સારું રહેશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે અસામાન્ય રીતે ઇમોશનલ બની જશો. જોકે તમે તમારા મનની વાત સારી રીતે એક્સપ્રેસ કરી શકો એટલા ટૅલન્ટેડ છો જ. જેને કારણે તમારું હૃદય હળવું થશે અને તમે ખૂબ નિરાંત અનુભવશો, એમ ગણેશજી જણાવે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

કામ અત્યારે તમારા માટે મુખ્ય હશે તેમ જ ઘર અને પરિવારના ઇશ્યુ અત્યારે બૅકસ્ટેજ જતા રહેશે, એમ ગણેશજી કહે છે. તેમ છતાં આડેધડ નિર્ણયો લેવાથી દૂર રહેજો, એમ ગણેશજી સૂચવે છે. આગળ વધવામાં કોઈ અડચણ આવે તો એને ચતુરાઈપૂર્વક દૂર કરવાનો આગ્રહ રાખજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

પોતાના જીવનસાથીની શોધ કરી રહેલા લોકો માટે અત્યારનો સમય ખૂબ પવિત્ર છે. આંતરિક રીતે તમે વધુ બહેતર બનશો. જીવનમાં કેટલાક અસામાન્ય લોકો સાથે જોડાવા માટે આગળ વધો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

એક ફુલપ્રૂફ સફળતાયુક્ત દિવસ તમારી રાહ જોઈ રહ્યો છે. નાણાકીય પ્રગતિ પણ જોરદાર થઈ રહી છે. સાત સમંદર પારથી સફળતા તમારા માર્ગમાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે. વ્યાવસાયિક વિસ્તરણ થાય એવી શક્યતાઓ પણ વધી ગઈ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી કહે છે કે અત્યાર સુધી બીજસ્વરૂપે મહોરી રહેલા એક રોમૅન્ટિક સંબંધ પ્રતિ આજે તમારું ધ્યાન જશે, એમ ગણેશજી કહી રહ્યા છે. આ માણવાલાયક ઘડીઓને કારણે તમે પોતાના દેખાવ પર ધ્યાન આપવા માંડશો, જેમાં તમારા વૉર્ડરોબમાં ઘણી નવી વસ્તુઓનો ઉમેરો થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે તમે ખૂબ ચાર્જ-અપ થઈ ગયા છો. જોકે કેટલીક નકારાત્મક બાબતો તમારી કલ્પનાશક્તિ પર પ્રહાર કરશે. જે સારું નથી. ગણેશજી કહે છે કે તમારી ચિંતા પર કાબૂ રાખો. અને હકારાત્મક રીતે વિચારવાની કોશિશ કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારામાં રહેલી લીડરશિપ ક્વૉલિટી અને તમારા આંતરાષ્ટ્રીય કૉન્ટૅક્ટસ આજે તમને ખૂબ કામ લાગશે. આ ગાળામાં તમારો વ્યવસાયને વિસ્તરિત કરવાનો પ્લાન અમલમાં મુકાશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે ખૂબ સહજતાથી તમને સફળતા મળશે, એમ ગણેશજી કહે છે. જોકે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં તમે સરળતાથી છકી જાઓ એમાંના નથી. તમારો શત્રુ પણ તમારી સામે આવીને કોઈ પ્રલોભન આપે તો તમે તેને પણ ઠંડે કાળજે રિજેક્ટ કરી દો એમાંના છો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

તમારા ગોલને મેળવવા માટે તમે કોઈ ઉતાવળમાં નથી. કદાચ અત્યારે તમે ફ્રસ્ટ્રેટેડની લાગણી અનુભવી રહ્યા છો. રિલૅક્સ થઈ જાઓ અને સંજોગોને ફરીથી મૂલવવાની કોશિશ કરો કોઈ રસ્તો ચોક્કસ જડશે, એમ ગણેશજી સૂચવે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

અત્યારે આગળ વધતા સમયે થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈ પણ મહત્વના નિર્ણયો લો ત્યારે સાવધાન રહેજો. ખાસ કરીને નાણાકીય નિર્ણયો સાચવીને લેજો. નિષ્ણાતની સલાહ લેજો અને કોઈ પણ ગંભીર જોખમ ઉઠાવવાથી દૂર રહેજો.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK