જાણો તા, 28-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 28th August, 2012 02:54 IST

તમારા શરીરમાંથી અત્યારે ઉત્સાહનો અનેરો પ્રવાહ વહી રહ્યો છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

તમારા શરીરમાંથી અત્યારે ઉત્સાહનો અનેરો પ્રવાહ વહી રહ્યો છે. તમે દુનિયાની કોઈ પણ ચીજ કરી શકો એટલો કૉન્ફિડન્સ અનુભવી રહ્યા છો અને તમે શું ચીજ છો એ વિશ્વને બતાવી દેવા માટે તલપાપડ બન્યા છો. ગણેશજી કહે છે એમ આજે એવો દિવસ છે જ્યારે તમે મોટા-મોટા પહાડો અને ઘૂઘવાતા સાગરને પાર કરી શકો એમ છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજના દિવસની માગ છે કે તમારે ત્વરિત નિર્ણય લેતાં શીખવું પડશે, એમ ગણેશજી સૂચવે છે. નકારાત્મક બાબતોની અવગણના કરીને હકારાત્મક પાસા તરફ ધ્યાન દોરો. તમારી ઍક્શન કરતાં પણ આજે તમારા વિચારોથી તમે પરિણામ મેળવી શકશો. રિલૅક્સ રહેવા માટે સંગીત સાંભળો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી તમને યાદ અપાવે છે કે ઈશ્વર પણ એની મદદ કરે છે જેઓ પોતાની મદદ કરવા માગતા હોય. તમે પોતાની તેમ જ બીજાની મદદ કરવા માટે તત્પર રહેશો એવો આજના દિવસનો મંત્ર બનાવી દો. તમારા બૉસની કોઈ દલીલ વધે નહીં માટે તમારા સહકર્મચારીઓની મદદ કરો. એનાથી ઉત્તમ પરિણામ મેળવી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજે તમારા દરેક ઍક્શન એક પ્રભાવશાળી અને માણસાઈના સ્પર્શયુક્ત રહેશે. ખાસ કરીને કેટલીક દોષયુક્ત બાબતોને હૅન્ડલ કરવા માટે આજે તમારો ઍટિટ્યુડ એકદમ પર્ફેક્ટ છે, એમ ગણેશજી જણાવી રહ્યા છે. આજે તમારી એક ચિડિયાળી આન્ટીને પણ તમારા આ ઍટિટ્યુડને કારણે આરામથી હૅન્ડલ કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

કેટલાક દુષ્ટ માણસો આજે તમારા સ્વાભિમાનને આઘાત પહોંચાડવાની કોશિશ કરશે, એવી શક્યતા ગણેશજી દર્શાવી રહ્યા છે. એનો તમારો અંતરનો અવાજ સાંભળીને સામનો કરજો. પોતાની જાતને દબાવા દેતા નહીં અને સામેવાળાને કચડી નાખજો. તમે ખૂબ રાહત અનુભવશો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારા સહકર્મચારીઓને મદદ કરવાને કારણે અનેક બાબતોમાં તમને ફાયદો થશે. તમારા ઉપરી અધિકારી એનાથી ખૂબ ખુશ થઈ જશે. તમારા હંમેશનું ખુશમિજાજીપણું તેમ જ તમારા હૃદયની અંતરતમ લાગણીઓને લીધે બીજાઓને હૂંફની લાગણી થશે. ગણેશજી કહે છે કે તમને મળી રહેલા કૉમ્પ્લીમેન્ટ્સનો ગ્રેસફુલી સ્વીકાર કરો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજનો દિવસ તમારો એકદમ પારિવારિક હશે. સતત સંબંધીઓ અને પરિવારને લગતા પ્રસંગોમાં હાજરી આપવાથી પારિવારિક લાગણીઓ તમારા હૃદયમાં જડાઈ જશે. ગણેશજી જોઈ રહ્યા છે કે કેટલાક મહત્વના સમાચાર સાંભળીને તમે મિત્રો સાથે મળીને પાર્ટી કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમારી વ્યવસ્થાપન કરવાની ક્ષમતાને કારણે આજે તમે આખી ઑફિસમાં ચર્ચાનો વિષય બનશો, એવું ગણેશજી જોઈ રહ્યા છે. કેટલીક રોજની કૉમન સમસ્યાઓને પહોંચી વળવા માટે તમારે તમારી સ્પેશ્યલ ઍબિલિટીનો ઉપયોગ કરવો પડશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારી ઘર અને કામને બૅલેન્સ કરવાની કાબિલેદાદ આવડતને કારણે લોકો તમારા પર આફરિન છે. હવે મનમાં ને મનમાં બેસીને આટલા મલકાવાની જરૂર નથી એમ ગણેશજી આંખ મીંચકારીને કહે છે. જાઓ અને તમારા જીવનસાથી સાથે કેટલીક રોમૅન્ટિક ક્ષણો વિતાવો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

એમાં કોઈ ના ના પાડી શકે કે તમારામાં અનોખી વિવેકબુદ્ધિ છે. જોકે હવે આગળ વધો અને લોકો પણ એનાથી માહિતગાર થાય એવા પ્રયત્નો કરો, એવી સલાહ ગણેશજી આપે છે. તમારામાં રહેલો ચાર્મ, બુદ્ધિપ્રતિભા અને સમજશક્તિ સમાજમાં તમને અલાયદી ઓળખ અપાવશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે તમે બોલશો અને બીજા બધા સાંભળશે. જોકે એને લીધે બહુ ઓવરકૉન્ફિડન્સ થવાની જરૂર નથી, કારણ કે વધુપડતું બોલવું લોકોને બોર પણ કરી શકે છે, એમ ગણેશજી ઇશારો કરે છે. એક નવો સંબંધ ટૂંક સમયમાં શરૂ થાય એવી શક્યતા છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

તમારા જીવનમાં હવે સારો સમય શરૂ થવાનો છે. પ્રમોશન કે પગાર વધારો થાય એવી શક્યતા ગણેશજી દર્શાવી રહ્યા છે. તમારા પરિવાર માટે, તમારા કામ માટે અને તમારા પોતાના માટે સમયનું વર્ગીકરણ કરી દો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK