જાણો તમારુ આજનું ભવિષ્ય

Published: 31st August, 2012 03:17 IST

    વિજ્ઞાન અને ટેક્નૉલૉજીમાં રસ ધરાવતા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ બેસ્ટ છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીમાં રસ ધરાવતા પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ બેસ્ટ છે. તમારામાં રહેલા જ્ઞાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરો અને બધાથી આગળ રહો એ માટે ગણેશજી તમને પ્રોત્સાહિત કરે છે. તમારા દરેક ઇનોવેટિવ સાહસ માટે ગ્રહો તમને ફેવર કરી રહ્યા છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી જણાવી રહ્યા છે કે તમારા મનમાં કોઈ વાતને લઈને થઈ રહેલી શંકા આખરે સાચી ઠરશે. છતાં સ્વસ્થ રહજો. સાવચેતી રાખવી સારી બાબત છે, પરંતુ વધુપડતી સાવચેતી જીવનની સંવાદિતા ખોરવી નાખે છે. તમારા પ્રિયજનને અહેસાસ કરાવજો કે આજે પણ તમે તેમના માટે એટલા જ ચિંતિત અને પૉઝિટિવ છો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

એક મસ્તીભર્યો પ્રવાસ યોજાય એવી શક્યતા ગણેશજી વ્યક્ત કરી રહ્યા છે. તમે ખૂબ સરળતાથી ઑપોઝિટ સેક્સના લોકોને આકર્ષિત કરી શકશો. જો તમારા માઇન્ડમાં કોઈ હોય તો તેમની સાથે સંપર્કમાં રહેવાની કોશિશ કરો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી જણાવે છે કે દરેક કાર્યમાં તમારી અગ્રતા રહેશે. કોઈ પણ પરિસ્થિતિમાં તમારો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. જોકે એક વાર એક્સાઇટમેન્ટ ઓસરી ગયા પછી તમને કંટાળો આવશે. જોકે આવું તો ચાલે, કારણ કે કંઈ રોજ જ તમારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનવું એ જરૂરી નથી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમારી પ્રિય વ્યક્તિઓ સાથે થોડો સમય ફાળવો એવો પ્રયત્ન કરજો. તેમને તેમની ચિંતા છે એવો અહેસાસ કરાવો. જોકે એના બદલામાં તમને જે મળશે એ અણમોલ હશે એવું ગણેશજી જણાવી રહ્યા છે. કામના સ્થળે તમે તમારા સહકર્મચારીઓ અચંબામાં મુકાઈ જાય એવાં કામ કરશો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારા અંતરના અવાજને સાંભળવા માટે થોડા ધીમા પડો. એમ કરવાથી તમને પસ્તાવું નહીં પડે એવી ખાતરી ગણેશજી આપી રહ્યા છે. ટૂંક સમયમાં તમને કેટલાંક મહત્વનાં પરિણામો મળશે. સાંજ સુધીમાં તમને કેટલાંક ખૂબ સારાં અને મીઠાં સંભારણાં મળશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આખો દિવસ સતત કામ, કામ અને કામને કારણે થોડા ડલ પડી જશો. તમારા અતિ વ્યસ્ત શેડ્યુલને થોડો આરામ આપો. તમારી જાતને રીચાર્જ કરવા માટે થોડો સમય ફાળવો એમ ગણેશજી જણાવી રહ્યા છે. અજાણતાંમાં તમારા માટે થયેલી કેટલીક દુ:ખ પહોંચાડનારી કમેન્ટને ઇગ્નૉર કરો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ઓવર-કૉન્ફિડન્સ અને વધુપડતી મહત્વાકાંક્ષાઓને લીધે આજ સુધી કોઈનું ભલું નથી થયું એવી ચેતવણી ગણેશજી આપી રહ્યા છે. પરિસ્થિતિ આજે જેવી છે એવી હંમેશાં રહેવાની નથી. થોડા ધીમા પડો. નાનામાં નાના વિવાદને પણ વહેલી તકે હમણાં ઉકેલી લેજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારા જેવી વિવેકબુદ્ધિ અને દરેક કાર્યને એક હીરોની જેમ કરવાની છટા તમને લોકપ્રિય બનાવી દેશે. ખાસ કરીને આજે તમારો દિવસ છે એમ ગણેશજી કહે છે. કામના સ્થળે એક સારા સમાચાર મળે એવી શક્યતા છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે તમને જે સમાચાર મળવાના છે એના માટે રાહ જોવામાં કોઈ વાંધો નથી એવી ખાતરી ગણેશજી આપે છે. તમે નવી નોકરી શોધવા માટે પ્રયત્નો કરી રહ્યા છો. હવે આગળ વધો અને કેટલાક મહત્વના નિર્ણયો લઈ લો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે તમારામાં રહેલી મહેનત કરવાની દાનત અને સાતત્યને હાથવગાં રાખજો, કારણ કે આજે પુષ્કળ વ્યસ્તતા અને જોરદાર એફટ્ર્‍સ પછી પણ તમને ધારી સફળતા નહીં મળે. જોકે તમે આ સમયમાંથી પણ પાર ઊતરી જશો એવી ખાતરી ગણેશજી આપે છે. ગભરાશો નહીં.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

દિવસ દરમ્યાન તમારામાં રહેલી બિઝનેસ-સેન્સ માટે તમારી સાથે કામ કરનારા લોકોને પ્રભાવિત કરશો. સાંજ પછી તમારા વહાલા પરિવારજનો માટે થોડો સમય ફાળવજો એવું સૂચન ગણેશજી કરી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK