જાણો તા, 22-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 22nd August, 2012 02:48 IST

    અત્યારે તમારા એજન્ડામાં કોઈનો પ્રેમ જીતવાનો ટાર્ગેટ પણ છે. ગ્રહો પણ પ્રેમની મિત્રતાની કે સામાજિક બાબતમાં તમારી સહાય કરશે એમ ગણેશજી સૂચવે છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

અત્યારે તમારા એજન્ડામાં કોઈનો પ્રેમ જીતવાનો ટાર્ગેટ પણ છે. ગ્રહો પણ પ્રેમની મિત્રતાની કે સામાજિક બાબતમાં તમારી સહાય કરશે એમ ગણેશજી સૂચવે છે. એટલે આજે તમે તમારા લકને અજમાવી શકો છો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

તમે હેલ્થ-કૉન્શિયસ છો જ અને એ માટે જરાય નકાર ભણવાની જરૂર નથી એમ ગણેશજી કહે છે. આજે તબિયતની બાબતમાં તમારું ફોકસ થોડું વધુ શાર્પ બનશે. સારી બાબત છે, કારણ કે અત્યારે નસીબ પણ તમને આ બધી બાબતો સમજવા માટે સહાય કરશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે તમારા કાલ્પનિક અને થોડા નાવીન્યથી ભરેલા કામને શરૂ કરવા માટે આગળ વધશો. ગણેશજી કહે છે કે આ ખૂબ સારી વાત છે. દિવસના પાછલા ભાગમાં પ્રિય વ્યક્તિ પાસેથી મળી રહેલા પ્રેમને કારણે પારાવાર આત્મસંતોષની લાગણી થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી રમતિયાળ ઇશારો કરે છે કે તમારી પ્રિય વ્યક્તિએ કહેલા શબ્દો કોઈ સારા ગીતની જેમ આખો દિવસ તમારા કાનમા ગુંજ્યા કરશે. આ અસ્ખલિત સંવાદિતાને એન્જૉય કરો તેમ જ તમારા માર્ગમાં આવતી નબળાઈઓને દૂર કરવાની કોશિશ કરો. તમારી ટીકા પર ધ્યાન આપી જરૂરી પરિવર્તન લાવતા રહો અને આગળ વધો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

મિત્રતામાં એકબીજાને ગાળો પણ આપતા હોય, એકબીજાની ખેંચતા પણ હોય. છતાં જ્યારે જરૂર પડે ત્યારે એકબીજાના પડખે ઊભા રહે. તમને સદ્નસીબે એવા મિત્રો મળ્યાં છે. આજે એવા મિત્રો સાથે સમય પસાર કરો એવી સલાહ ગણેશજી આપે છે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી કહે છે કે આજનો દિવસ પાર વગરની પાર્ટીઓમાં જ પૂરો થશે. શૉપિંગમાં જવાને કારણે આજે અનેક નવી વસ્તુઓનું શૉપિંગ કરવાને કારણે ખૂબ ખર્ચ થશે. તમારા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવાની આદત પાડો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

કોઈની સાથે જોડાઓ અને તમારી વિચારો એક્સપ્રેસ કરો એ આજના દિવસની મુખ્ય બાબત છે એમ ગણેશજી જણાવે છે. લોકોની વચ્ચે જઈને એક્સપ્રેસિવ બનવામાં જરાય વાંધો નથી. કેટલાક લોકોની મદદ તમે તમારા પ્રેમને મેળવવા માટે પણ કરી શકો છો એ વાત ભૂલશો નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

સંબંધોને અપ્રોચ કરવાની તદ્દન નવી રીત એક વાર અપનાવી તો જુઓ. તમારી સૌમ્યતા તમને મદદ કરશે. એનો અર્થ એવો પણ નથી થતો કે તમે સાવ ઢીલા પડીને લોકો સામે પ્રસ્તુત થાઓ એવું ગણેશજી સૂચન કરે છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમે એવું અનુભવી રહ્યા છો કે તમારો આત્મવિશ્વાસ આકાશમાં ઊડી રહ્યો છે. એક નવા જ જોમ અને ઉત્સાહ સાથે તૈયાર થઈ જાઓ. ગણેશજી કહે છે કે તમારી આસપાસના લોકો પણ તમારામાં રહેલા આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપશે. તમારો વ્યવસાય પણ આકાશ આંબે એવો વિકાસ સાધશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ભૂતકાળમાં ઘટેલી કેટલીક ઘટનાઓ તમારા માનસપટ પર આવશે અને તમે જૂની યાદોથી તરબતર થઈ જશો. કેટલીક જૂની ક્ષણો ફરી જીવંત બનાવવા તમે આતુર થશે. તમારું પ્રિયજન ખિજાઈને ઊભરો ઠાલવે તો પણ નારાજ નહીં થતાં એમ ગણેશજી મીઠા મલકાટ સાથે કહે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજનો દિવસ આનંદ અને દુ:ખ બન્ને લાગણીઓથી મિશ્રિત રહેશે. નળ રિપેર કરાવવો, સાફ-સફાઈ કરવી, અનાજનું શૉપિંગ કરવું, રસોઈ બનાવવી જેવાં અનેક કામોને કારણે તમારો દિવસ આજે વ્યસ્ત રહેશે એમ ગણેશજી સૂચવે છે. જોકે આ બધા સાથે પણ તમને હૉટ બાથ લેવાનો સમય મળી રહેશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ભલે તમારા પરિચયમાં હજારો લોકો હોય, પરંતુ તમારી ઉદારતાનો જેને લાભ મળતો હોય એવા બહુ થોડા લોકો છે એમ ગણેશજી જણાવે છે. આજે એ જ કામમાં તમે ખૂબ વ્યસ્ત રહેશો એમ ગણેશજી ઉમેરે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK