જાણો તા, 24-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 24th August, 2012 04:04 IST

ગણેશજી આજે તમને એકદમ રંગીન થતા જોઈ રહ્યા છે. તમે કેટલીક લાગણીઓના આવેશમાં આવીને પોતાને રોકી નહીં શકો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

ગણેશજી આજે તમને એકદમ રંગીન થતા જોઈ રહ્યા છે. તમે કેટલીક લાગણીઓના આવેશમાં આવીને પોતાને રોકી નહીં શકો. એ સમયે આ બધું એકતરફી ખેંચાણ છે એ પણ તમે ભૂલી જશો. આ દરમ્યાન તમે કેટલાક સંબંધોનાં મહત્વનાં પાસાં પર પણ નજર ફેરવી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમને તમારા સારા નસીબને કારણે ફાયદો થશે. તમારા નસીબને હજી એક વાર અજમાવવા માટે ગણેશજી પ્રોત્સાહન આપે છે જેનું પરિણામ પહેલેથી જ નક્કી છે. તમારા સારા નસીબથી થતા લાભોને બીજા સાથે શૅર કરો તેમ જ બધા સંજોગોમાં ઢળી જાઓ અને માગણીઓ કરવાથી દૂર રહો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજનો દિવસ પ્રેમ, મૃદુતા અને ઉત્સાહથી ભરપૂર હશે. જન્મેલા બાળક જેવા કોમળ બની જશો. પરિવાર એકઠો થશે. એક પછી એક ઘણા સારા સમાચાર મળશે. બીજું શું જોઈએ? કદાચ આજે કૅન્ડલ-લાઇટ ડિનર પર જવાનું પણ થાય એમ ગણેશજી સૂચવે છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજના દિવસે તમારી જૉબ, વ્યવસાય તેમ જ લવ-લાઇફ માટે કેટલાક સમાચાર આવશે એમ ગણેશજી સૂચવે છે. જ્યાં તમારું હૃદય આનંદ અનુભવતું હોય એ તમારું ઘર છે એટલે તમને ગમતી જગ્યાએ બને એટલો સમય પસાર કરવાની કોશિશ કરો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી કહે છે કે કદાચ તમે વાતાવરણને કસૂરવાર ગણો, પરંતુ તમારે એ સ્વીકારવું પડશે કે આજે તમારો મૂડ સવારથી જ ઉદાસ છે. તમારા રૂક્ષતાભર્યા મૂડમાંથી બહાર આવો અને મસ્તી કરો કે મૂડને સુધારવા માટે તમને જે ગમતું હોય એ કરો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

ગણેશજી કહે છે કે કુદરતી રીતે જ આજે તમે તમારા જીવનમાં સેટ થતા જશો એમ ગણેશજી જણાવે છે. કોઈ પણ બાબતને તમે ફેસ કરી શકશો. તમને જ્યાંથી ખરાબ સમાચારની અપેક્ષા હતી ત્યાંથી પણ તમને સારા સમાચાર મળશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી સૂચન કરે છે કે આજે કેટલીક અનપેક્ષિત પરિસ્થિતિ તમારી સમક્ષ આવી ચડશે. જોકે તમારામાં રહેલી હિંમત અને સાહસને કારણે તમે દરેક પડકારને પાર પાડશો અને સફળતા મેળવશો. તમારી બધી દુવિધાઓ સાંજ સુધી પ્રેમમાં ઓગળી જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

પારિવારિક સમસ્યાઓ અત્યારે તમારા માટે મુખ્ય ચિંતાનો વિષય છે જેમાં તમારું બધું ધ્યાન છે એમ ગણેશજી અનુભવે છે. તમારાં બાળકો આજે બહેતરીન પફોર્ર્મન્સ આપશે. આજે તમને થોડો સમય માટે આરામ કરવાનો અવસર મળશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી આગાહી કરે છે કે તમારામાં રહેલી જન્મજાત પ્રતિભાને આજે તમારી ઑફિસમાં ઓળખ મળશે તેમ જ લોકો એને બિરદાવશે. તમારા સહકર્મચારીઓ થોડા ઉશ્કેરાઈ જશે ને તમારા માર્ગમાં સંકટ નાખવાની કોશિશ કરશે. જોકે તમારા બૉસ તમારા કાર્યને સરળ બનાવવાના પૂરતા પ્રયત્ન કરશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજે તમને એક નાણાકીય રોકાણમાં મોટો લાભ થાય તો આશ્ચર્યચકિત થતા નહીં, કારણ કે આ બધું તો તમારા નસીબમાં લખેલું છે. તમે ખૂબ સંવેદનશીલ છો અને દરેક પરિસ્થિતિમાં ઢળી જાઓ એવા છો. ગુડ ગોઇંગ. ઉચ્ચ અભ્યાસનો યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ઘરમાં પડેલો બિનજરૂરી કચરો દૂર કરો એ આજના દિવસનું તમારું મુખ્ય કામ છે એમ ગણેશજી ઉમેરે છે. સાફ-સફાઈ કરો અને બધું વ્યવસ્થિત રાખો. જોકે પ્રૅક્ટિકલી તમને એ શક્ય નથી લાગતું; પરંતુ ચિંતા ન કરો;,થોડા સમયમાં તમને એનું સૉલ્યુશન પણ મળી જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

જો તમે તમારી બધી જ જવાબદારી સારી રીતે નિભાવવા માગો છો તો તમે તમારી પ્રાયોરિટી નક્કી કરી લો એમ ગણેશજી જણાવે છે. તમારું ફ્રસ્ટ્રેશન તમારા પર હાવી ન થાય અને એમાં તમે કોઈ નિર્ણય ન લઈ બેસો એનું ધ્યાન રાખજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK