જાણો તા, 20-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 20th August, 2012 03:01 IST

હજી જે રસ્તો કંડાર્યો નથી એ માર્ગ પર ચાલવા માટેના બે મુખ્ય શબ્દો છે સાવધાની અને દૂરંદેશીપણું એમ ગણેશજી જણાવે છે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

હજી જે રસ્તો કંડાર્યો નથી એ માર્ગ પર ચાલવા માટેના બે મુખ્ય શબ્દો છે સાવધાની અને દૂરંદેશીપણું એમ ગણેશજી જણાવે છે. જોકે એને લીધે આજના દિવસે યોજાનારા એક પ્રસંગમાં તમારી ઉપસ્થિતિને અસર નહીં પહોંચે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી આગાહી કરે છે કે આજે તમારા દરેક પ્રકારની ડીલિંગમાં તમે વિજયી નીવડશો. દબાણયુક્ત પરિસ્થિતિમાં પણ તમારી દરેક બાબતને હળવાશથી લેવાની પ્રકૃતિ શાંતિ જાળવી રાખશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી ઇશારો કરે છે કે તમે પ્રેમમાં પડો એવી સ્થિતિ નિર્માણ થવાની છે. તમારા પેરન્ટ્સ તમને સ્ટેબલ થવા માટે મદદ કરશે અને તેમના પર આધાર રાખવામાં કંઈ ખોટું પણ નથી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી કહે છે કે આજે તમારા ફોકસમાં થોડા ફેરફાર થશે. ચકાસી જુઓ કે તમારા અંગત રિલેશનમાં થોડા વિશેષ ધ્યાનની જરૂર તો નથીને? જો જવાબ હા હોય તો કોઈ મોટી સમસ્યા નિર્માણ થાય એના પહેલાં જ સતર્ક થઈ જાઓ.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમારી પડતીના સમયમાં તમારાથી નબળા લોકો પણ તમારી સામે બાંયો ચડાવશે એમ ગણેશજી કહે છે. સાંજ સુધીમાં તમે તમને સોંપાયેલા કામને સરસ રીતે પાર પાડવાને કારણે પ્રશંસાના હકદાર બનશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

અનેક વ્યવસાયોને કારણે બિઝનેસમાં તો કૉકટેલ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. જોકે પરિવાર સાથે આજે સાંજે એન્જૉય કરશો. વહેલી પરોઢ સુધી પાર્ટી ચાલશે. જોકે એમાં કઈં ખોટું નથી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

જે પરિણામની તમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એનું હકારાત્મક પરિણામ આખરે આવી ગયું છે તો બસ, હવે બને એટલું માણી લો. આ સમયને ખોશો નહીં. ગણેશજી કહે છે કે તમારી મહેનત એળે નહીં જાય.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે દિવસ ખરાબથીયે બદતર જવાનો છે. આટલું વાંચીને જ ડરી ગયા હો તો ગભરાવાની બિલકુલ જરૂર નથી. ઘણી વાર આપણી અપેક્ષા વિરુદ્ધની પરિસ્થિતિ આપણને ઘણું શીખવતી હોય છે. તમારી ટીકાને પૉઝિટિવલી લો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

કોઈએ લગાવેલી શરતનો હવાલો લેવાથી દૂર જ રહેજો. ભલે આવનારી સમસ્યાના હજાર ઉકેલ હોય તો પણ એનો અર્થ એ નથી કે તમે સામે ચાલીને મુસીબતને વહોરો. અસંતુષ્ટ રહેનારા લોકો માટે નવી દિશામાં માર્ગ મોકળો છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

ગણેશજીને તમારાં લગ્નના ભણકારા સંભળાઈ રહ્યા છે. જો બધું જ સેટલ થઈ ગયું હોય તો હા પાડવામાં વિલંબ નહીં કરતા અને હજી સેટલ થવામાં વાર હોય તો પણ ધ્યાન રહે કે તમે તમારા લાઇફ-પાર્ટનરને ટૂંક સમયમાં મળશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ધ્યાન ધરો અને તમારા આંતરવિશ્વને પ્રજ્વલિત કરવાની કોશિશ કરો. એક વાર જો તમે એમ કરી લેશો તો તમને સમજાશે કે તમારે વારંવાર કોઈની સલાહ લેવાની જરૂર નથી રહી એમ ગણેશજી સૂચવે છે. કામના સ્થળે એકંદરે શાંતિ રહેશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમારા કામમાં જે નવી જવાબદારીઓ ઉમેરવામાં આવી છે એમાં તમને એક હેલ્પિંગ હૅન્ડની જરૂર છે. જોકે એનાથી મળનારું જૉબ સેટિસ્ફૅક્શન જબરદસ્ત હશે અને કામ પણ સારું થશે. તેમ જ એક સોહામણી સાંજ વીતવાને કારણે મનમાં ચાલી રહેલાં બધાં જ દ્વંદ્વો દૂર થઈ જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK