જાણો તા, 02-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 2nd August, 2012 03:06 IST

    આજે સલાહ આપતા સમયે તમે સાવ લાગણીવિહીન બની જશો. આ કર્મચક્રમાં આગળ અભ્યાસ તમને કારકિર્દીમાં નવા આયામ સર કરાવશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે સલાહ આપતા સમયે તમે સાવ લાગણીવિહીન બની જશો. આ કર્મચક્રમાં આગળ અભ્યાસ તમને કારકિર્દીમાં નવા આયામ સર કરાવશે. તમારું બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે એનું ધ્યાન રાખજો. એકસાથે બહુબધા પર્યાયોમાં ગોથાં ખાવા કરતાં એક જ પર્યાય પર વળગી રહો.

કલર : મરૂન અને બ્રાઇટ યલો

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

એવી વ્યક્તિ સાથે સમય પસાર કરવાનું ખૂબ સારું લાગે જેની અને તમારી વચ્ચે ઘણીબધી સામ્યતા હોય. પોતાના શોખ પૂરા કરવાનું તમે છેલ્લા ઘણા સમયથી વિચારતા હતા. કુદરત પર શ્રદ્ધા રાખીને અને નકારાત્મક બાબતોને અવગણીને જીવનના ફ્લો સાથે આગળ વધો.

કલર : બ્રાઉન અને બ્લુ

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

કોઈ બીજાના વિચારો સાથે સ્પર્ધાત્મક રીતે આગળ વધવાને કારણે કામ કરવાની મજા આવશે. તમારા કામમાં તમને એક હેલ્પિંગ હૅન્ડ મળવાને કારણે કામ વધુ સરળ બનશે. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે ધીરજ સાથે સાતત્યપૂર્વક પ્રયત્ન કરતા રહો, જરૂર સફળતા મળશે.

કલર : મસ્ટર્ડ અને બ્લુ ગ્રે

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

જીવનમાં કેટલાંક પરિવર્તન આવવાનું કર્મચક્ર શરૂ થઈ ગયું છે. કેટલાક લોકોને નવી નોકરી મળશે, નવા મિત્રો બનશે અને ટ્રાવેલની નવી તકો ઊભી થશે. કેટલાક લોકોને ટૅરોની સલાહ છે તમારો ઍટિટ્યુડ બદલો. તમારી સ્ટ્રૉન્ગ અને પૉઝિટિવ ક્વૉલિટી પર ધ્યાન કેન્દ્રિત કરો.

કલર : ઑરેન્જ અને નેવી બ્લુ

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ડિફરન્ટ આઇડિયા અને કોઈ સાથેની ડીપ અન્ડરસ્ટૅન્ડિંગને કારણે ખુશ છો. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં બીજાના પૉઇન્ટ ઑફ વ્યુ પર પણ ધ્યાન આપજો. પ્રમોશન કે પગારવધારો એ તમને મળનારા સારા સમાચારનો એક ભાગ હશે. તમારી સામે આવેલા બે ઑપ્શનમાંથી કોની પસંદગી કરવી એ વિશે થોડી મૂંઝવણ અનુભવશો.

કલર : રૉયલ પર્પલ અને ક્રીમ

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

શરૂ થયેલું નવું કર્મચક્ર તમારા માટે બહુ ડિફિકલ્ટ સાબિત થશે. સિંગલ લોકો લગ્ન માટેનું પ્લાનિંગ કરી રહ્યા છે. જીવન ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યું છે. સંબંધોમાંથી આનંદની પ્રાપ્તિ થશે.

કલર : ખાખી અને ડીપ પ્લમ

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ચિંતા કરવાના દિવસો હવે પૂરા થશે, આ કર્મરાજાનો ન્યાય છે. કોઈને લાંબા ગાળાનું કમિટમેન્ટ આપવાને કારણે ખૂબ સારી લાગણી અનુભવાશે. એક સંદેશને કારણે ખોવાયેલી આશા ફરી જાગશે અને વિશ્વમાં સર્વત્ર ન્યાયવ્યવસ્થા છે એનો અહેસાસ થશે.

કલર : બ્લૅક અને ઑરેન્જ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

પૈસા મળવાને કારણે ખૂબ રાહત અનુભવશો. જીવનના દરેક પાસા પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે સંતુલન આવશે. પરિવારમાં એક પ્રૌઢ વ્યક્તિને તમારી સલાહની જરૂર છે. તમારા મિત્રો તમને કેમ નથી મળી શકતા એના જેન્યુઇન કારણ તરફ નજર કરો.

કલર : ઑલિવ અને લૅવન્ડર

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

નવું કર્મચક્ર ફળદાયી નીવડશે. એક ડીલ માટે બે ક્લાયન્ટ સામેથી તમને અપ્રોચ કરશે. એક સંબંધમાં પડેલી ગૂંચવણ કેમે કરીને ઉકેલાઈ નથી રહી. આગળ-પાછળનું બધું ભૂલીને આગળ વધવામાં જ સાર છે. આવેશમાં આવીને રીઍક્ટ ન કરો એનું ધ્યાન રાખજો.

કલર : ગ્રીન અને ભડક લાલ

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

કરીઅર અત્યારે ટર્નિંગ પૉઇન્ટ પર છે જેમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવા પડશે. અત્યારે નડી રહેલા કેટલાક મહત્વના મુદ્દા વહેલી તકે શૉર્ટઆઉટ કરી દો. સામાજિક જીવનને કારણે વ્યસ્તતા ફરી વધી જશે.

કલર : પીચ અને વાઇટ

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ઑફિસમાં ઊભી થયેલી એક આપાતકાલીન પરિસ્થિતિને માત્ર તમે જ હૅન્ડલ કરી શકો છો. થોડા સમય માટે બીજી જગ્યાએ ટ્રાન્સફર થવાને કારણે ઘર બદલી થવાના ચાન્સ છે. તબિયત સારી રહેશે. ઇન્કમના બીજા સૉર્સ ઊભા કરવા માટે યોગ્ય જગ્યાએ પ્રયત્ન કરો.

કલર : ડીપ પર્પલ અને ઘેરો ઑરેન્જ

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ટ્રાવેલિંગ કરતા સમયે તમારી પાસે રહેલા જોખમની વિશેષ કાળજી રાખજો. જ્યારે તમને ખબર જ ન હોય કે શું કરવું ત્યારે કોઈ પણ નિર્ણય લેતા નહીં. એક સંબંધમાં ઊભી થયેલી ગેરસમજણ દૂર કરવા માટે ઊંડો વિચાર કરીને પછી આગળ વધજો. આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ વધારવા માટે મેડિટેશનની આદત પાડો.

કલર : પિન્ક અને ગ્રે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK