જાણો તા, 05-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 5th August, 2012 03:16 IST

    ગણેશજી વચન આપે છે કે તમારું જીવન ખૂબ આનંદમય રહેશે. ખુશીને કારણે નાચી ઊઠશો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

 

ગણેશજી વચન આપે છે કે તમારું જીવન ખૂબ આનંદમય રહેશે. ખુશીને કારણે નાચી ઊઠશો.

આજના દિવસે ખાસ : ઓછી મહત્વની હોય એવી ટૂંકા ગાળાની બાબતોમાં ત્વરિત નિર્ણયો લઈ લેજો. બાકીના નિર્ણયો પાછળ ઠેલી દો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

અત્યારે તમે અત્યંત સાહસની લાગણી અનુભવતા હશો. રૂઢિથી જુદો ચીલો ચાતરીને કંઈક નાવીન્યસભર કરવાનું તમારા મગજમાં ચાલી રહ્યું હોય એવું ગણેશજીને લાગે છે.

આજના દિવસે ખાસ : તમારામાં રહેલું જોશ અને જુસ્સો કોઈની દખલગીરીથી પ્રભાવિત ન થાય એનું ધ્યાન રાખજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજીની ધારણા પ્રમાણે તમારી કરીઅર એકદમ રાઇટ ટ્રૅક પર છે. એકદમ સ્વસ્થ થઈ જાઓ અને થોડા સમય માટે કામમાંથી બ્રેક લઈ લો. આજે ડ્રાઇવ કરતી વખતે થોડી વિશેષ તકેદારી રાખજો.

આજના દિવસે ખાસ : પોતાના પ્રિયજન સાથે કૅન્ડલ-લાઇટ ડિનર લેવાનો આઇડિયા બેસ્ટ છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

તમારી સાથે કોઈ મેલી રમત રમતું હોય તો તાત્પૂરતું એની અવગણના કરો એવી ગણેશજીની સલાહ છે. કોઈની ચાલાકીના શિકાર ન બની જાઓ એનું ધ્યાન રાખજો.

આજના દિવસે ખાસ : આજે ખૂબ સતર્ક અને સક્રિય રહેજો. પોતાનામાં રહેલી નિદોર્ષતાને આજે એન્જૉય કરો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમે ક્યારેય નહીં અનુભવ્યું હોય એવું એક્સાઇટમેન્ટ અનુભવશો એમ ગણેશજી પ્રગટ કરે છે. આજે પોતાની વિશેષ કાળજી રાખજો.  

આજના દિવસે ખાસ : ઘણા સમયથી પ્લાન કરતા હતા એ બન્ગી જમ્પિંગ માટે જવાનો પ્લાન બનશે અને તમારી કલ્પના કરતાં અનેકગણી મજા આવશે.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમારા માઇન્ડમાં અને વાતાવરણમાં પ્રેમ છવાઈ ગયો છે. ગણેશજીની સલાહ છે કે થોડા સમય માટે લાંબાં ડગ ભરવાથી દૂર રહેજો.

આજના દિવસે ખાસ : તમારા પ્રિયજન સાથે અથવા તમારા મિત્રો સાથે એક સોહામણી સાંજ પસાર કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે તમારા માટે સોનાનો દિવસ છે. જોકે બધી બાજુથી ફાયદો લેવામાં થોડી સાવચેતી પણ જરૂરી છે એવો ગણેશજી નિર્દેશ કરે છે.

આજના દિવસે ખાસ :  આજે પરિવારજનો અને મિત્રો સાથે બહુ ઉલ્લેખનીય સમય પસાર કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આજે ખૂબ એનર્જેટિક ફીલ કરવાને કારણે ઉત્સાહ અને આનંદ જળવાઈ રહેશે. એકાએક નફો થાય એવી શક્યતા ગણેશજી દર્શાવી રહ્યા છે.

આજના દિવસે ખાસ : તટસ્થ રહીને કેટલાક મહત્વના નિર્ણયો લેશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી અનુભવે છે કે તમે તમારા કામ સાથે એન્જૉયમેન્ટ ઉમેરાય એવું કંઈ કરશો. એકસાથે ઘણા લોકોનો મતલબ સમાયેલો હોય એવી એક બાબત તમારા માટે પણ ફાયદાકારક નીવડશે.

આજના દિવસે ખાસ : એક નિ:સ્વાર્થ ઍક્શન તમને તમારા માટે સારું ફીલ કરાવશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમારી પોઝિશન હજી વધુ મજબૂત બનશે એવું ગણેશજીને લાગે છે. તમારા ડેડિકેશન અને નિષ્ઠાને કારણે મળતા લાભ એન્જૉય કરો.

આજના દિવસે ખાસ : હજી જે બિઝનેસમાં તમે નવા છો એમાં ગણતરીપૂર્વક જોખમ લેવાનું યોગ્ય છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

અત્યારે તમારું નસીબ ફુલ ફૉર્મમાં છે એટલે લૉટરીની કોઈ રમત રમવી હોય તો આગળ વધશો તો વાંધો નહીં આવે એમ ગણેશજીનું કહેવું છે.

આજના દિવસે ખાસ : હળવા રહો. જીવનને બહુ સિરિયસ્લી લેવાની કોઈ જરૂર નથી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે રસાકસી થવાને કારણે મૂડ ખરાબ થઈ શકે છે. જોકે બને એટલું દ્રષ્ટા બનીને રહો એવી ગણેશજી સલાહ આપે છે.  

આજના દિવસે ખાસ : ધ્યાન ધરો અને ઊભા થયેલા મતભેદોને દૂર કરવા માટે ઘરના મોટા સભ્યો સાથે ચર્ચા કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK