જાણો તા, 28-07-2012 નું આપનું ભવિષ્ય

Published: 28th July, 2012 03:46 IST

    તમારાથી મોટા લોકો સાથે સારો ઘરોબો બનશે. ખાસ કરીને તમારા પિતા સાથેનો વ્યવહાર લાગણીભયોર્ રહેશે.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

 તમારાથી મોટા લોકો સાથે સારો ઘરોબો બનશે. ખાસ કરીને તમારા પિતા સાથેનો વ્યવહાર લાગણીભયોર્ રહેશે. અત્યારનું કર્મચક્ર દર્શાવે છે કે ઘરનું બધું કામ તમે એકસાથે પૂરું કરી શકશો.

લવમેસેજ : અત્યારે એક સંબંધમાં ખૂબ પોતીકાની લાગણી થઈ રહી છે ખરેખર એ ભૂતકાળનું ગાઢ કનેક્શન છે.

કલર : પિન્ક અને વાઇટ

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજનો દિવસ ખૂબ સરસ છે એટલે કદાચ ભૂતકાળની યાદોમાં ખોવાયેલા રહો તો પણ કોઈ વાંધો નથી. આજે પ્રેમ અને હૂંફપૂર્વક ફૅમિલી સાથે સમય પસાર કરશો.  

લવમેસેજ : સિંગલ લોકો માટે ભવિષ્યમાં થનારા જીવનસાથીને મળવાનું કર્મચક્ર શરૂ થઈ ગયું છે.  

કલર : મોવ અને મરૂન

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

એક અનઅપેક્ષિત સારા સમાચાર કુદરત પાસેથી મળેલી ભેટ સમજજો. તમારામાં રહેલી સ્ટ્રેન્ગ્થ અને જ્યાં હજી બહેતર બનવાની જરૂર છે એ બાબતોને ઓળખી લેવાને કારણે ઑફિસમાં પોતાનું એક નિશ્ચિત સ્થાન ઊભું કરી શકશો. ફોકસ્ડ રહેજો.

લવમેસેજ : ના નફા કે ના નુકસાનને ધોરણે આ સંબંધને તમારે જાળવવો જરૂરી છે.

કલર : નેવી બ્લુ અને આછો ગુલાબી

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

સિંગલ લોકો પોતાની જીવનસંગિનીને મળે અને લાંબા ગાળાના સંબંધમાં બંધાય એવી શક્યતા છે. નાણાકીય ઉતાર-ચઢાવમાં નફો થવાની કોઈ શક્યતા નથી, માત્ર નુકસાન થવાના જ ચાન્સ છે. માટે કોઈ પણ સોદો કરવાથી દૂર રહેજો.

લવમેસેજ : ભૂતકાળને વિસારવું તમારા માટે કપરું થઈ રહ્યું છે. જોકે તમારી દૃઢ ઇચ્છાશક્તિ તમે જેની સતત ઝંખના કરી રહ્યા છો એના મનમાં પણ તમારા માટે પ્રેમને પ્રદીપ્ત કરશે.

કલર : ઑરેન્જ અને બ્રાઉન

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

સંબંધીઓને મળવા જવાને કારણે આજનો દિવસ થોડા વ્યસ્ત રહેશો. યુવાનો પોતાનું ઘર બદલે એવી શક્યતા છે. પરિવર્તન તમારા માટે નવી તકો લઈને આવશે.

લવમેસેજ : બિનજરૂરી દુખદ લાગણીઓનો ભાર લઈને ન ફરો.

કલર : ગ્રીન અને ઑફ વાઇટ

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

અરેન્જ્ડ મૅરેજ માટે તૈયાર લોકો માટે ચાર પ્રપોઝલ આવશે. ટેલિ-કૉન્ફરન્સિંગ દ્વારા એક મહત્વની મીટિંગ નક્કી થશે.  

લવમેસેજ : એક સંબંધને તમે નેક્સ્ટ સ્ટેપ પર લઈ જવા માટે વિચારી રહ્યા છો.

કલર : ઑલિવ અને મરૂન

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

એક મિત્ર તમારી સાથે બિઝનેસ શરૂ કરવા માગે છે, પરંતુ કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં વિચારજો કારણ કે કેટલીક વાર મિત્રતા અને બિઝનેસ ભેગા નથી ચાલી શકતા. એક મિત્ર સાવ એકલો પડી ગયો છે એને તમારી મદદની જરૂર છે.

લવમેસેજ : શ્રદ્ધા રાખો. તમારો પ્રેમ પાછો આવશે અને દરેક રીતે એ સાચો જ છે.

કલર : પર્પલ અને યલો

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

કામમાં કે અભ્યાસમાં ધ્યાન આપવું બહુ જરૂરી છે, કારણ કે આ સમય તમારો પાયો પાકો કરવાનો છે અત્યારે આપેલું ધ્યાન આગળ ઘણું કામ આવવાનું છે. સતર્ક રહેજો.

લવમેસેજ : અત્યારના પ્રેમ સંબંધમાં તમે ખૂબ ખુશ-ખુશાલ છો અને કોઈની સાથે જોડાણની લાગણી અનુભવી રહ્યા છો.

કલર : બ્લૅક અને વાઇટ

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

સમૃદ્ધિનું આ કર્મચક્ર નવું ઘર ખરીદવાનો કે મિલકત વેચવાનો યોગ દર્શાવે છે. તમારો આત્મવિશ્વાસ અને તમે ઊભી કરેલી ઇમેજને કારણે તમને એક તાત્કાલિક નફો કરાવનારી બિઝનેસ ઑફર અપાવશે.  

લવમેસેજ : બે વ્યક્તિ વિવિધ રીતે તમારું ધ્યાન ખેંચવાની કોશિશ કરી રહી છે.

ક્લર : બ્લુ અને રોઝ પિન્ક

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

કેટલીક સમસ્યાઓને ઉકેલવાના રસ્તા તમે શોધી કાઢ્યા છે જેને માટે તમને જોઈતી મદદ પણ મળી છે એ જ કર્મનો ન્યાય છે. ધીમી ગતિથી આગળ વધી રહેલી તમારી કારકિર્દીમાં ટૂંક સમયમાં બહુ મોટો વળાંક આવશે.

લવમેસેજ: જીવન ખૂબ સુંદર છે અને તમે તમારા હોઠ પર આવેલા સ્મિતને રોકી ન શકો એટલો આનંદ અનુભવી રહ્યા છો.

કલર : ઍક્વામરીન અને યલો

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

બ્રહ્માંડની શક્તિ તમને સારી તંદુરસ્તી બક્ષે છે તેમ જ ભવિષ્યમાં ઊભા થનારા પ્રૉબ્લેમ્સનો આછો અણસાર આપે છે. તમારી અતૂટ શ્રદ્ધા તમને સમૃદ્ધિના કર્મચક્રમાં લઈ આવી છે.

લવમેસેજ : પોતાની અવગણના થઈ રહી છે એવું અનુભવી રહેલા તમારા જીવનસાથીને ઇમોશનલ સપોર્ટ આપજો.  

કલર : બેજ અને પીચ

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

શક્ય હોય તો એક મિની બ્રેક લઈ લો અને એ સમય તમારા પ્રિયજન સાથેના બૉન્ડને મજબૂત બનાવવા ઉપયોગમાં લો. નાણાકીય લાભ થશે. કાયદાકીય કામોમાં અને કેટલાક મહત્વના કાગળો પર સહી કરવાના કામમાં આજે વ્યસ્ત રહેશો.

લવ મેસેજ : તમે એકબીજાને સમજવાના એકદમ પર્ફેકટ સ્ટેજ પર પહોંચી ગયા છો. કોઈનો પ્રેમ પામવો એ દુનિયાની શ્રેષ્ઠ લાગણી છે.

કલર : પિન્ક અને વાઇટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK