જાણો તા, 03-08-2012 નું આપનું ભવિષ્ય

Published: 3rd August, 2012 02:39 IST

    પૈસાને લગતા એક સારા સમાચાર તમને આખો દિવસ ખુશમિજાજ રાખશે. જાણવાની કોશિશ કરો કે કેમ પરિવારનો એક સભ્ય સવારથી ઇમોશનલી અપસેટ હતો.

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

પૈસાને લગતા એક સારા સમાચાર તમને આખો દિવસ ખુશમિજાજ રાખશે. જાણવાની કોશિશ કરો કે કેમ પરિવારનો એક સભ્ય સવારથી ઇમોશનલી અપસેટ હતો. બ્લડપ્રેશર કન્ટ્રોલમાં રહે એનું ધ્યાન રાખજો. આજે જેટલો બને એટલો સમય એકલા પસાર કરજો.

કલર : પીરોજી અને પિન્ક

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ભૂતકાળથી દૂર નીકળી જવું તમારા માટે ખૂબ સરળ બની ગયું કારણ કે જીવન એકદમ ૧૮૦ અંશથી બદલાયું છે. કોઈની જીવનકહાણી સાંભળીને તમને એમ જ લાગશે કે આ હકીકત નથી, પણ કોઈની કાલ્પનિક કથા છે. તમારી જૂની આદતો અને માન્યતાઓને ફરી જીવનમાં નહીં ઉતારવા માટે તમે સ્ટ્રૉન્ગ થઈ ગયા છો.

કલર : ગ્રીન અને ઑરેન્જ

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

પોતાને એકદમ શાંત અને સ્વસ્થ રાખો. ગમે તેવા અપસેટ કરનારા સમાચાર મળે તો પણ તમારી સ્વસ્થતા નહીં તોડતા. એક ખૂબ જ કપરો નિર્ણય તમે સરળતાથી લઈ શકશો. તમારે ઘણી જવાબદારી નિભાવવી જરૂરી છે. આ સમય નાણાકીય લાભનો છે.

કલર : લેમન યલો અને મૅન્ગો

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ભૂતકાળમાં એક રોકાણનો નિર્ણય એકદમ યોગ્ય હતો. પૈસા અને જોખમી વસ્તુઓનું વિશેષ ધ્યાન રાખજો. અત્યાર સુધી ઉતાર-ચડાવ અનુભવી રહેલા તમે સજોડે લીધેલા કેટલાક નિર્ણયો હવે થાળે પડતા જણાય છે. તમારી સામે લેવાયેલાં કેટલાંક ફોજદારી પગલાંથી સાવચેત રહેજો.

કલર : ચેરી રેડ અને મસ્ટર્ડ

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

દરેક ઘટના પાછળ તમે કરેલાં પૂર્વ કમોર્નું ફળ છુપાયેલું છે. ઘણા સમય પહેલાં કેટલાક મતભેદને કારણે દૂર થઈ ગયેલા એક મિત્રને ફરી મળવાને કારણે રુઝાયેલા ઘા તાજા થઈ જશે. હજી કેટલાક નવા લોકો સાથે પરિચય થશે. તમારા લક્ષ્ય માટે ફોકસ્ડ રહેજો. બને એટલાં સારાં કમોર્ કરતા રહો.

કલર : સૅફ્રન અને લાઇમ ગ્રીન

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

જીવનના ઉતાવળિયા તબક્કામાંથી બહાર આવી જાઓ. તમારે સીધી અને ગૂંચવણ વગરની લાઇફ જીવવી છે. ટ્રાવેલનું કર્મચક્ર શરૂ થઈ ગયું છે. કેટલાક નસીબદાર લોકો પોતાના પ્રિયજનને મળવા માટે ટ્રાવેલ કરશે. પ્રૅક્ટિકલ થઈને કોઈ પણ નિર્ણય લેજો.

કલર : પીરોજી એ પિન્ક

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

બે મહત્વના બિઝનેસ કૉન્ટ્રૅક્ટને સફળ બનાવવા માટે એને ટૉપમોસ્ટ પ્રાયોરિટી આપીને કામની ઝડપ વધારો. બહારગામથી આવેલા એક મિત્ર સાથે સમય પસાર કરવાને કારણે કામમાં ધ્યાન આપવું મુશ્કેલ થઈ જશે. અત્યારે તમને મળનારી એક તકને જીવન તરફથી મળેલી ભેટ તરીકે સ્વીકારજો.

કલર : બ્લૅક અને પ્લમ

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

આ કર્મચક્ર થોડી મુસીબતો અને અનેક સરપ્રાઇઝ લઈને આવ્યું છે. કેટલાક તમને ગમે એવા હશે અને કેટલાક તમને નહીં ગમનારા પણ હશે. જોકે સમય જતાં તમારા મનની બધી જ શંકા દૂર થઈ જશે. જીવનમાં આવી રહેલા પરિવર્તનના પ્રવાહ સાથે વહો અને નવા જીવનનો આનંદથી સ્વીકાર કરો.

કલર : રસ્ટ અને પિન્ક

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

કર્મનો ન્યાય હંમેશાં સાચો અને સંતુલિત હોય છે, ભલે ક્યારેક તમને એવું ન લાગે. અત્યારે તમારી સોશ્યલ લાઇફ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. પાર્ટી અટેન્ડ કરવામાં ઑલમોસ્ટ રોજ જ તમારે મોડું થઈ જાય છે. જેમ પાણી પોતાનો માર્ગ શોધી લે છે એમ તમારે પણ જીવનની દરેક પરિસ્થિતિમાં પોતાનો માર્ગ કાઢી લેતાં શીખવું પડશે.

કલર : બ્રાઉન અને ગ્રીન

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

દરેક બાબત પર આસાનીથી ભરોસો મૂકવાની આવડતને નાની-નાની વાતમાં શંકાઓ કરીને બગાડો નહીં. બીજાં શહેરોમાં નાનકડો પ્રવાસ નવી તકો લઈને આવશે. વારસાગત મળનારી પ્રૉપર્ટીના લીગલ ઝઘડામાં ફસાઓ નહીં એનું ધ્યાન રાખજો.

કલર : ગ્રીન અને પર્પલ

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ભલે પરિવારનો કોઈ સદસ્ય એકની એક વાતને વારંવાર દોહરાવે છતાં તમે તમારી ધીરજ જાળવી રાખજો. નોકરી કરી રહેલા લોકોએ એ વાતનું ધ્યાન રાખવું પડશે કે કોણ તેમના પ્રમોશનમાં ઈષ્ર્યાને કારણે આડ નાખી રહ્યું છે. તમારા થનારા જીવનસાથીને ટૂંક સમયમાં મળવાનું થશે.

કલર : પીચ અને ઑરેન્જ

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

એક મિત્ર અથવા પરિવારના નાના સદસ્ય સાથે થોડી ચતુરાઈપૂર્વક વર્તન કરજો. લગ્ન કરેલા લોકો પરિવારના બીજા સદસ્ય માટે આશ્ચર્યનું કારણ બનશે, કારણ કે તમે બન્નેએ એકલા બહાર જવાનો બે દિવસનો પ્લાન બનાવ્યો છે. થોડી કુનેહપૂર્વક વાતની રજૂઆત કરજો અને ફર્મ રહેજો. કોઈ સત્ય દુ:ખદ હોય તો પણ પ્રામાણિકપણે સાચું બોલવાની આદત કેળવજો.

કલર : જેડ અને ગ્રે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK