જુઓ તમારી આજની રાશિ

Published: 31st December, 2014 03:39 IST

જો તમને એમ લાગતું હોય કે નકારાત્મકતા તમને ઘેરો ઘાલી રહી છે તો સમજી લેવું કે તમારે હવાફેર કરવા જવાની જરૂર છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


જો તમને એમ લાગતું હોય કે નકારાત્મકતા તમને ઘેરો ઘાલી રહી છે તો સમજી લેવું કે તમારે હવાફેર કરવા જવાની જરૂર છે. તમારે બ્રેક લઈને ક્યાંક જતા રહેવું જેથી હળવાશ અનુભવી શકાય.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે ભૂતકાળમાં જેટલી મહેનત કરી છે એટલા પ્રમાણમાં એનું ફળ મળ્યું નહીં હોવાથી નિરાશા વર્તાય એવી શક્યતા છે. તમારે ધીરજ રાખવી. સમય સમયનું કામ કરશે અને તમને ફળ જરૂર મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારા મગજને બદલે હૃદયનું જોર વધારે ચાલશે. તમે સંતુલન જાળવી શક્યા છો એવું તમને લાગવા છતાં આખરે તો તમારી લાગણીઓનું જ કહ્યું થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે મોટા ભાગના પ્રશ્નોની બાબતે અસાધારણ અભિગમ ધરાવો છો અને એથી તમારી ઉપરના લોકોને કદાચ એ બાબત ગમે નહીં એવું બને. તમારે મુત્સદ્દીપણું રાખવું અને પરિસ્થિતિને પાકટતાપૂર્વક સંભાળી લેવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે સંપૂર્ણ ધ્યાન સંતાનો પર કેન્દ્રિત કરશો. તેઓ હંમેશાં તમારા ધાર્યા પ્રમાણે જ વર્તે એવી અપેક્ષા રાખવી નહીં, કારણ કે તેમના પોતાના પણ સ્વતંત્ર વિચારો હોઈ શકે છે. 

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમને પોતાના બિઝનેસનું વિદેશમાં વિસ્તરણ કરવાની મહત્વાકાંક્ષા જાગે એવી શક્યતા છે. તમારા મિત્રો આ કાર્યમાં મદદરૂપ થશે અને એમાં તેઓ પોતે પણ થોડો નફો કમાશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે ગ્રહમાન તમારી તરફેણમાં હોવા છતાં અને તમને તમામ સાહસોમાં સફળતા મળવાની હોવા છતાં તમારે લાગણીઓના પ્રવાહમાં તણાઈ જઈને વિવેકબુદ્ધિની અવગણના કરવી નહીં.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારા હૃદયમાં કરુણાની સરવાણી ફૂટી નીકળશે અને તમે તમામ જરૂરિયાતમંદોને મદદરૂપ થશો. જોકે તમારે નકારાત્મક તત્વોથી સલામત અંતર રાખવું જરૂરી છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ સામાજિક કાર્યક્રમમાં તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો. તમને ધર્મ અને તત્વચિંતન પ્રત્યે અભિરુચિ જાગે એવી સંભાવના છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમારા પરનો કામનો બોજ વધી જશે, પરંતુ તમારામાં ઉત્સાહ અને ઉમંગ ભરપૂર હોવાથી તમને વધારાનાં કાર્યો કરવાની પણ મજા આવશે. તમે વધુ કમાણી કરો એવા પણ યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે પોતાના અસલી મિજાજમાં હશો અને વ્યક્તિગત તથા વ્યવસાયી કાર્યો સહેલાઈથી પાર પાડી શકશો. તમારા કામનું મૂલ્ય ઓછું આંકવા મથતા લોકોથી તમારે સાવધાન રહેવાની જરૂર છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજના ગ્રહમાન દર્શાવે છે કે તમારાં સંતાનો તેમનાં ત્રાગાંથી તમને ચિંતા કરાવશે તથા અભ્યાસ તરફ દુર્લક્ષ કરશે. તમારે તેમની સાથે આકરા થઈને રહેવાની જરૂર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK