તમારું આજનું ભવિષ્ય શું કહે છે, ક્લિક કરો અને જાણો

Published: 31st October, 2014 03:29 IST

આજે તમને થાક વર્તાવાની શક્યતા હોવાથી હળવે હલેસે કામ લેવાનું તમારા હિતમાં રહેશે.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને થાક વર્તાવાની શક્યતા હોવાથી હળવે હલેસે કામ લેવાનું તમારા હિતમાં રહેશે. વધુપડતી મહેનતને લીધે તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે ઉડાઉ બની જાઓ એવી શક્યતા છે. તમારી આવક અને બચત અપૂરતી હોવાથી તમે ઉડાઉપણાને લીધે મુશ્કેલીમાં આવી શકો છો. આથી તમારે સંભાળીને ખર્ચ કરવો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે પોતાની કામગીરીનું વિશ્લેષણ કરવાને બદલે બીજાઓની ખણખોદ કરશો. આ વૃત્તિ ટાળવી અને પોતાના કામકાજ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારા મિત્રો તમારા પર ગુસ્સો કરે એવી શક્યતા છે. તેમને લાગશે કે તમે તેમનાથી કોઈ મહત્વપૂર્ણ માહિતી છુપાવી છે. તમારે આ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારે હતાશ થવું પડે એવા યોગ છે. જોકે તમારે નિરાશા ટાળીને સંજોગોનો સ્વીકાર કરી લેવો. સાંજના બનનારી ઘટનાઓથી તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે ઉપરીઓ તમારાં ખંત, નિષ્ઠા અને બુદ્ધિચાતુર્યની કદર કરશે. એનાથી તમને સંતોષ થશે અને પ્રસન્નતા અનુભવાશે. આ મન:સ્થિતિની સાનુકૂળ અસર પારિવારિક જીવન પર પણ પડશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે વ્યવસાયમાં સંતોષજનક પ્રગતિ કરી છે. સરકારી નોકરી કરતા જાતકોને આ વાત વધુ લાગુ પડે છે. તમને પરિવારજનો પાસેથી સંપૂર્ણ સહયોગ મળી શકશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને સ્વજનોની હાજરીમાં ઘણું સારું લાગશે, કારણ કે તમને સમજાઈ ગયું છે કે તેઓ તમારા જીવનમાં કેટલું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રિયકર સાથે ઉત્કટ લાગણીનો અનુભવ થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમને અતિશય ગુસ્સો આવે એવી શક્યતા છે. તમારે ઠંડા પડી જવું. કોઈ પણ પગલું ભરતાં પહેલાં વિચાર કરવો. આર્થિક તંગી મુશ્કેલીઓ વધારે એવી શક્યતા છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે એકદમ મળતાવડા થઈ જશો અને સ્વજનો પર લખલૂટ ખર્ચ કરો એવી શક્યતા છે. તમારે બૅન્ક-બૅલૅન્સ પર નજર રાખવી જરૂરી છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે લોકોને મનાવી લેવાની તમારી કુશળતાને લીધે વાટાઘાટોમાં સફળ પુરવાર થશો. તમારા માટે કોઈ પણ કામ મુશ્કેલ નહીં હોય.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે આજે તમે વ્યક્તિગત અને વ્યવસાયી ફરજો ખૂબીપૂર્વક બજાવશો. તમે ઘરની સજાવટ કરવાનો નિર્ણય લો એવી પણ શક્યતા છે. જોકે આ કાર્યમાં ખર્ચ ઘણો થઈ શકે એમ હોવાથી ધીમે-ધીમે આગળ વધજો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK