એક ક્લિક પર જાણો તમારું રાશિફળ

Published: 30th October, 2014 03:15 IST

તમારે પોતાનું કામ ઝડપથી પતાવી દેવાનો નિયમ કરી દેવો, જેથી બાકીનો સમય પરિવારજનો સાથે અને ખાસ કરીને બાળકો સાથે વિતાવી શકો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારે પોતાનું કામ ઝડપથી પતાવી દેવાનો નિયમ કરી દેવો, જેથી બાકીનો સમય પરિવારજનો સાથે અને ખાસ કરીને બાળકો સાથે વિતાવી શકો. આ રીતે તમે સુખી થઈ શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે પોતાના રાબેતા મુજબના મિજાજમાં નહીં હો. આરોગ્યના પ્રશ્નો તમને પરેશાન કરે એવી શક્યતા છે. તમારે તબિયત સાચવવી. વ્યક્તિગત જવાબદારીઓ તરફ દુર્લક્ષ કરવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારે પોતાના તમામ સંબંધો સાચવવા. નિકટજનો સાથે વિચારોના આદાનપ્રદાનથી તમારી વૈચારિક સમૃદ્ધિ વધશે. તમારે શક્ય હોય ત્યાં સુધી દલીલો ટાળવી.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારે પોતાના વિરોધીઓના બદઇરાદાઓને પરાસ્ત કરવા માટે બારીક નજર રાખવી આવશ્યક છે. તમે આધ્યાત્મિકતા અને તત્વચિંતન તરફ વળી જશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે અમુક નોંધપાત્ર બનાવો બનવાની શક્યતા છે. એને લીધે તમારો આજનો દિવસ ખાસ બની જશે. તમારા નિત્યક્રમમાં પણ ફેરફાર થવાના યોગ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ સંપૂર્ણ મુક્તિનો છે. તમને કોઈ બંધનો કે મર્યાદાઓ નહીં નડે. એને કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે પોતાની છૂપી શક્તિઓને ખીલવી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા વ્યવસાયી જીવનમાં ગળાકાપ સ્પર્ધા થવાને લીધે તમારું જીવન આકરું બનશે. તમારા હરીફો તમારી લાગણીઓ સાથે રમવાનો પ્રયાસ કરશે અને તમારી ક્ષમતાઓ સામે અનેક સવાલ ઉઠાવશે. આથી તમારે સાવચેત રહેવું.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારે પારિવારિક જવાબદારીઓ પર પૂરતું ધ્યાન આપવાની જરૂર છે. તમારા દુર્લક્ષની અસર પરિવારજનો પર થતી હોવાની શક્યતા છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે બધું કામ તમારી ઇચ્છાઓ મુજબ પાર પડશે. કામધંધામાં તમને અનુકૂળતા રહેશે અને પારિવારિક જીવનમાં સુખશાંતિનો અનુભવ થશે. એને લીધે તમારી માનસિક શાંતિ જળવાઈ રહેશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે પોતાના બાહ્ય દેખાવ પ્રત્યે સભાન બની જશો અને આકર્ષક દેખાવા માટે પ્રયાસ કરશો. એની પાછળનો હેતુ લોકો પર સારી છાપ પાડવાનો છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારે ટૂંકા ગાળાના લાભ મેળવવાનો ઉદ્દેશ રાખવાને બદલે દરેક પરિસ્થિતિનો વિચાર લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને કરવો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે શું આજે સંજોગો તમારી ઇચ્છા મુજબ આકાર લઈ રહ્યા નથી? આવામાં તમારે ચિત્ત શાંત રાખવાની જરૂર છે. મનમાં જે કંઈ હોય એ બહાર ઠાલવી દેવું. આમ કરવાનું તમારા હિતમાં રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK