જાણો તમારી આજની રાશિ

Published: 29th December, 2014 03:41 IST

આજે તમને ફક્ત પોતાને માટે સમય કાઢવાની ઇચ્છા થશે,
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમને ફક્ત પોતાને માટે સમય કાઢવાની ઇચ્છા થશે, કારણ કે તમે પોતાના સંજોગો વિશે વધુ સ્પક્ટતા મેળવવા માટે મેડિટેશન કરવા માગો છો. તમને શુભેચ્છા.  

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે ઘણા સંવેદનશીલ હોવાથી આજે કોઈના અવિચારી બોલવા-ચાલવાથી તમને માઠું લાગી જશે. તમારે તેમની તરફ દુર્લક્ષ કરવાની માનસિક તૈયારી કરી લેવી.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારે જીવનનાં કટુ સત્યો ઉચ્ચારવાં પડશે તો પણ તમે પોતાના સંબંધોની બાબતે એકદમ નિખાલસતા રાખશો. તમે કોઈની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકશો તો સ્વીકાર થવાની સંભાવના છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારે આરોગ્યની કાળજી લેવાની તથા હરીફોની ચાલબાજીથી સાવધાન રહેવાની જરૂર છે. આ રીતે તમે અનિચ્છનીય ઘટનાઓને ટાળી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


ધંધામાં ઘણું કામ રહ્યા બાદ આજે સાંજે તમે પ્રિયકરના સંગાથે હળવાશ અનુભવી શકશો. આજની રાત અવિસ્મરણીય રહેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારી સામે ઊભા થનારા પડકારો તમારા શ્રેષ્ઠત્વને પ્રગટ કરશે. તમે શાંત ચિત્ત રાખશો અને એની સાથોસાથ તમને સ્વજનોનો પણ ઘણો મોટો સધિયારો મળી રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી લેવાની જરૂર છે. તમારાં પોતાનાં અનેક લક્ષ્યો હશે, પરંતુ એ બધાને હાંસલ કરવાનું કદાચ શક્ય નહીં હોય. આથી તમારે જે શ્રેષ્ઠ હોય એની જ પસંદગી કરવી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તબિયત બગડે નહીં એ માટે ખાણીપીણીની આદત કેળવશો અને નિયમિતપણે વ્યાયામ પર ધ્યાન આપશો. શરીર સારું રહે તો મન પણ સારું રહેશે. 

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે એકદમ ઉત્સાહમાં હશો અને એથી ગગનમાં વિહાર કરતા હશો. તમારા ઉત્સાહ અને ઉમંગને લીધે આજે નસીબ ઝળકી ઊઠશે. જોકે તમારે અંતરાત્માના અવાજને અનુસરવાની જરૂર છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે ભૂતકાળમાં સરી જાઓ એવી શક્યતા છે. તમે જૂના મિત્રોને કે ભૂતપૂવર્‍ પ્રિયકરને મળવાનું ગોઠવશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે બેફામ બનીને મજા કરશો. પરિસ્થિતિને પહોંચી વળવા માટે બૅન્ક-બૅલૅન્સ રાખવી. સાથે જ પોતાની પ્રતિષ્ઠાની પણ દરકાર લેવી.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


પ્રેમજીવન આજે તમારા મનમાં તોફાન મચાવશે. તમારે શક્ય હોય ત્યાં સુધી નિખાસલતા અને વ્યવહારુપણું જાળવી રાખવું. કોઈની સાથે દલીલ કરવાનું ટાળવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK