જુઓ તમારી આજની રાશિ

Published: 29th October, 2014 03:37 IST

આજે તમે હવાફેર માટે ટૂંકા પ્રવાસે જાઓ એવી શક્યતા છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે હવાફેર માટે ટૂંકા પ્રવાસે જાઓ એવી શક્યતા છે. એને લીધે તમારો ઉત્સાહ વધી જશે. તમારે જૂથમાં કરી શકાય એવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને આનંદપ્રમોદ કરવો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે કામધંધાના સ્થળે ભરપૂર કામ કરી શકશો. અમુક પેન્ડિંગ સોદાઓ પાર પડશે અને એનાથી તમને સંતોષ થશે. તમારે આરોગ્યની કાળજી લેવાની જરૂર છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમને કોઈ એક બાબતે દ્વિધાનો અનુભવ થવાની શક્યતા છે. એકબીજાથી વિપરીત એવાં બે દૃષ્ટિકોણ વચ્ચે તમારું મન ઝોલાં ખાતું હશે. જોકે તમે આ વિરોધાભાસને દૂર પણ કરી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે આશાવાદ અને આદર્શવાદ અપનાવવાનો પ્રયાસ કરશો. તમે ઉદારતા રાખશો તથા નવા વિચારોને અપનાવવાની તૈયારી રાખશો. એને લીધે તમે પ્રગતિ કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારી કલ્પનાશક્તિ ખીલી ઊઠશે અને તમારા નવા વિચારોને લીધે ઉપરીઓ તમને બિરદાવશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારામાં કરુણાનું ઝરણું વહેતું થશે અને તમે સમાજના કચડાયેલા વર્ગના લોકો માટે નિ:સ્વાર્થ સેવા કરો એવા યોગ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમને કામનાં બાણ વાગશે. તમને તમારી ઇચ્છા મુજબનું પાત્ર મળવાના યોગ છે. તેમની સાથે તમે ઘનિષ્ઠ સંબંધો વિકસાવી શકશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજનો દિવસ ઘટનાપૂર્ણ રહેશે, પરંતુ તમારે પોતાની સમક્ષ ઉપસ્થિત થયેલી તકોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે સતર્ક રહેવું પડશે. તમારે વરિષ્ઠોનું માર્ગદર્શન લેવું.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમારા જીવનમાં નાટ્યાત્મક પરિવર્તન આવવાની શક્યતા છે. એને લીધે તમારા મિજાજમાં અને વ્યક્તિત્વમાં ફેરફાર થશે અને તમારા સ્વજનોને નવાઈ લાગશે. તમારે મિજાજને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરવો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે માનસિક સમતુલા જાળવીને મોટામાં મોટા પડકારોનો જે રીતે સામનો કરશો એ જોઈને તમારા સ્વજનોને સાનંદાશ્ચાર્ય થશે. કારકિર્દીની દૃષ્ટિએ તમારા બધા પ્રશ્નો હલ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારી કારકિર્દીમાં કોઈ મોટી ચડ-ઊતર થવાના યોગ નથી. તમે એકદમ સહેલાઈથી તમામ કાર્યો પૂરાં કરી શકશો. તમારી યોગ્ય કદર થવાની પૂરેપૂરી શક્યતા છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજનો દિવસ એટલો શુકનવંતો છે કે તમે કોઈ પ્રયાસ નહીં કરો છતાં તમામ ઘટનાક્રમ તમારા માટે અનુકૂળ પુરવાર થશે. તમારે આ સ્થિતિનો આનંદ લેવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK