શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

Published: Oct 28, 2014, 03:22 IST

તમારી સ્વયંસ્ફુરણા આજે ઘણી સતેજ રહેશે અને તમે બીજા કોઈનું સાંભળવાને બદલે તમારી આંતરસૂઝને જ અનુસરશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારી સ્વયંસ્ફુરણા આજે ઘણી સતેજ રહેશે અને તમે બીજા કોઈનું સાંભળવાને બદલે તમારી આંતરસૂઝને જ અનુસરશો. સફળતા મળે કે નિષ્ફળતા, તમારે બન્ને સ્થિતિમાં માનસિક સમતુલા ટકાવી રાખવી.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારી સર્જનશક્તિ આજે ખીલી ઊઠશે, પરંતુ તમે એનો ઉપયોગ કરવાના મૂડમાં નહીં હો. રાબેતા મુજબના જીવનક્રમને વળગી રહેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમારા માટે ઘણો લાભદાયી અને ફળદાયી છે. તમારું કામકાજ સરળતાપૂર્વક ચાલી રહ્યું હોવાથી તમારે સંબંધોને સાચવવા પર ભાર મૂકવો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે લાગણીઓથી દોરવાઈને ચાલશો, પરંતુ વ્યવસાયી બાબતોમાં એવું કરવા જશો તો તમને નુકસાન થઈ શકે છે. આથી તમારે કાળજી રાખવી.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજના દિવસે તમે પ્રગતિના પંથે આગળ વધો એવા યોગ છે. તમારામાંથી જે જાતકો કળા ક્ષેત્રે કાર્યરત છે તેમની કારકિર્દી ખીલી ઊઠશે. પરિવારજનો અને મિત્રો સાથે પર્યટન પર જવાના યોગ પણ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે પોતાના મળતાવડા સ્વભાવને લીધે નવા સંપર્કો વિકસાવી શકશો અને એને લીધે તમને ભવિષ્યમાં મદદ મળી રહેશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારે શત્રુઓનો સામી છાતીએ મુકાબલો કરવાને બદલે ગેરીલા નીતિ અપનાવવી. પ્રેમની મોસમ પુરબહારમાં છે અને તમને અનેક રીતે એનો લાભ થશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


કોઈ એક દ્વિધાને લીધે તમે ગૂંચવાઈ જાઓ એવી શક્યતા છે. આ પરિસ્થિતિમાંથી સમજદારીપૂર્વક હલ કાઢવો, પરંતુ સાંજ સુધીમાં નિર્ણય અચૂક લઈ લેવો. જોકે બિનજરૂરી ઉતાવળ કરવી નહીં. 

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે સફળતાના માર્ગે આગળ વધો એવા યોગ છે. જોકે એને લીધે તમારું ગુમાન વધવું જોઈએ નહીં. વ્યવસાયી સહયોગીઓ સાથે કેળવેલા સંબંધોને તમારા આનંદમાં વૃદ્ધિ કરવા માટે ઉપયોગમાં લેજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે રાબેતા મુજબની વૃત્તિ છોડીને પરસેવાની કમાણીને વાપરી નાખી છે. આજે તમને પૈસાનું ખરું મહત્વ સમજાશે અને તમે અમુક ખર્ચ કરવા બદલ પસ્તાવો પણ કરશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે જૂની વાતો યાદ કરવાનો અને જૂના મિત્રો સાથે ફરીથી સંપર્કસેતુ બનાવવા માટેનો અનુકૂળ સમય છે. તમને પોતાનું કાર્ય ઉમદા રીતે કરવા બદલ બિરદાવવામાં આવશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે વિવાદાસ્પદ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં ગૂંચવાઈ જવું પડે એવા યોગ છે. એને લીધે તમે હતાશ થાઓ એવી શક્યતા છે. જોકે તમને સ્વજનો સંપૂર્ણ સહયોગ આપીને આ સંજોગોમાંથી બહાર નીકળવામાં મદદરૂપ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK