જુઓ તમારી આજની રાશિ

Published: Nov 27, 2014, 03:33 IST

આજનો દિવસ સામાજિક મેળમિલાપનો છે, પરંતુ તમારે પોતાના મનની વાતો બધાને કરવી નહીં.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ સામાજિક મેળમિલાપનો છે, પરંતુ તમારે પોતાના મનની વાતો બધાને કરવી નહીં. તમારા વિશ્વાસને પાત્ર હોય એવી વ્યક્તિ સમક્ષ જ દિલ ખોલવું.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમે પોતાની લાગણીઓને ઉત્કટતાથી અને દિલથી વ્યક્ત કરો છો તેથી તમારી વાતોની ધારી અસર થશે. જોકે તમારે લાગણીઓના તાણાવાણામાં વધારે અટવાવું નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમારી અંગત સમસ્યાઓ બાબતે પરિવારજનોને વિશ્વાસમાં લેવાથી તમને લાભ થશે. આ રીતે તમને હળવાશ અનુભવાશે અને તેઓ પણ તેમનાથી થાય એટલી મદદ કરશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


સામાન્ય સંજોગોમાં તમે હૃદયને બદલે મગજનું કહ્યું વધારે માનો છો, પરંતુ આજે એનાથી વિપરીત સ્થિતિ હશે અને આ સંજોગો તમારા જીવનસાથીને નહીં ગમે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે પોતાનાં કાર્યો પૂરાં કરવાની ઉતાવળમાં વધુપડતો શ્રમ કરશો અને એનાથી તમારા આરોગ્યને નુકસાન થશે. સાંજ પડ્યે તમારે રાહત મળે એવી કોઈ પ્રવૃત્તિ કરવી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારી સ્વયંસ્ફુરણા અને દ્રષ્ટિ ઘણી સતેજ રહેશે અને કોઈ પણ વ્યક્તિ ગમે એટલા પ્રયત્નો કરવા છતાં તમને રવાડે ચડાવી નહીં શકે. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


સરકારી કર્મચારીઓને પ્રોજેક્ટોમાં સફળતા મળે એવા યોગ છે. સર્વત્ર પ્રેમનું વાતાવરણ છે, પરંતુ તમારે પોતાના પ્રિયકરમાં સંપૂર્ણ વિશ્વાસ મૂકવો જરૂરી છે. 

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે જો તમે તમારા હાથ નીચેના માણસોને તેમની આવડત પ્રમાણે કામ સોંપશો તો તમારું કામકાજ સરળતાથી પાર પડશે. તમારે સકારાત્મક અભિગમ જાળવી રાખવો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે ક્ષુલ્લક બાબતો કોઈ પણ વ્યક્તિને હેરાન કરી મૂકશે; પરંતુ તમને કંઈ નહીં કરી શકે, કારણ કે તમે આક્રમક મૂડમાં હશો અને મુશ્કેલીઓને સહેલાઈથી અતિક્રમી જશો. સારા સમાચાર મળવામાં છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે બિઝનેસનું વિસ્તરણ કરવાની બાબતે મૂંઝવણમાં મુકાઓ એવી શક્યતા છે. તમારે આજે દિલનું કહ્યું માનવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા પરનો કામનો બોજ વધારે તો છે જ, હવે એમાં ઉત્તરોત્તર વધારો પણ થઈ રહ્યો છે. જો તમે એની પાછળ મચી નહીં પડો તો એ ભાર અસહ્ય બની જશે. આથી મહેનત કરવાનો આજે સંકલ્પ કરી લો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારાં મોટા ભાગનાં કાર્યો લગભગ પૂરાં થવા આવ્યાં હોવાથી તમે ઉત્સાહમાં આવી જશો અને હવે છેક તમે પરિવારજનો માટે થોડો સમય ફાળવવાની સ્થિતિમાં આવશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK