જાણો શનિવારની આજ તમારી કેવી રહેશે?

Published: 27th October, 2012 05:41 IST

આજે તમે નિષ્ઠાપૂર્વક તમારા ટાસ્ક પૂરા કરવા માટે મહેનત કરી રહ્યા છો, એમ ગણેશજી જણાવે છે. તમારા સહકર્મચારીઓ સમક્ષ તમારો પફોર્મન્સ મુઠ્ઠીઊંચેરો સાબિત થશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે એક સરપ્રાઇઝ ડેટ પર જવાના છો અને એના માટે ખૂબ એક્સાઇટેડ છો. એક હેર સૅલોંની મુલાકાત લઈ આવ્યા છો. તે ખાસ વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા માટે તમારી મહેનત લેખે લાગશે. જોકે ગણેશજી કહે છે કે તમે માત્ર બાહ્ય દેખાવથી અંજાશો નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે નિષ્ઠાપૂર્વક તમારા ટાસ્ક પૂરા કરવા માટે મહેનત કરી રહ્યા છો, એમ ગણેશજી જણાવે છે. તમારા સહકર્મચારીઓ સમક્ષ તમારો પફોર્મન્સ મુઠ્ઠીઊંચેરો સાબિત થશે. પોતાના વ્યવસાય ધરાવતા લોકોને સારો એવો નાણાકીય લાભ થશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


 બીજાની વાતમાં વધુ ધ્યાન આપવાને બદલે તમે તમારું કામ કરો અને દરેકને પોતાનું કામ કરવા દો. તમે તમારી પ્રસિદ્ધિ વધે એ માટે કામ કરો. ગણેશજી જોઈ રહ્યા છે કે તમે તમારા વ્યવસાયમાં સારા એવા પુરસ્કાર મેળવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમારા ભવિષ્યને બહેતર બનાવવા માટે તમે પરિવાર સાથેનો તમારો ઘરોબો હજી મજબૂત બને એવા પ્રયત્નો કરશો. ખાસ કરીને તમારી પત્ની સાથેના નાતાને વધુ ગાઢ બનાવશો. જેનું પરિણામ તમને ગમે એવું જ આવશે એનો સવાલ જ નથી, એમ ગણેશજી કહે છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારી ઑફિસનું વાતાવરણ તમને ગમે એવું નથી અને એનાથી તમે સંતુષ્ટ પણ નથી. જોકે ગણેશજીની સલાહ છે કે હકીકતનો સ્વીકાર કરીને વાતાવરણને બહેતર બનાવવા તમે શું કરી શકો છો એનો વિચાર કરો અને આગળ વધો. કોઈને કોસવાથી કંઈ હાંસલ થવાનું નથી.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજીની સલાહ છે કે તમારી ભૂલોનો સ્વીકાર કરો અને તમારા શુભેચ્છકોની સલાહ લઈને આગળ વધો. તમારું પ્રિયપાત્ર તમને આજે એક અનઅપેક્ષિત ભેટ આપશે અને રિટર્નમાં તમે પણ એને કઈ આપો એવી અપેક્ષા સેવશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જો તમે થોડા શાંત અને સબળ રહો તો તમે ઘણું બધું મેળવી શકો એમ છો એમ ગણેશજી સૂચવે છે અને તમારા મગજમાં ઘર કરી ગયેલી બધી જ મૂંઝવણ દૂર થશે. નાણાકીય દૃષ્ટિએ એક સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે ભાત-ભાતના લોકોને મળશો. કેટલાક સારા, કેટલાક ખરાબ, કેટલાક સ્વાર્થી. કોઈ તમને ખુશ કરશે તો કોઈ દુખી કરશે. ગણેશજી કહે છે કે ગમે તે સ્થિતિમાં તમે તમારા મગજ પર કાબૂ રાખજો અને બધાને કુનેહપૂર્વક હૅન્ડલ કરજો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


પ્રમોશન અથવા પગારવધારો અત્યારે તમને સાતમા આસમાન પર લઈ જશે. જેને કારણે તમે લાંબા સમયથી જે સ્ટ્રેસ અનુભવી રહ્યા હતા એ એકાએક દૂર થઈ જશે અને વધારાનું કામ કરવામાં પણ તમે આનંદ અનુભવશો, એમ ગણેશજી કહે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમે ભૂતકાળમાં સરી પડ્યા છો. અને બાળપણની મીઠી-મીઠી યાદોમાં તણાઈ ગયા છો. એમ ગણેશજી જણાવી રહ્યા છે. એક રોમૅન્ટિક સંબંધ જે પૂરો થઈ ગયો છે એવું તમે સમજતા હતા એની હવે સેકન્ડ ઇનિંગ શરૂ થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે ગમે એટલી કોશિશ કરશો છતાં આ વખતે ડેડલાઇનને પહોંચી વળવું મુશ્કેલ છે એમ ગણેશજી કહે છે. જોકે બહુ ચિંતા કરવાની જરૂર નથી. બસ તમે તમારાથી બનતું બેસ્ટ આપજો. લોકો એનાથી ચોક્કસ પ્રભાવિત થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


 આજે લાગણીઓ પણ તમારી સાથે તર્કબદ્ધ થઈને પ્રગટ થશે, એમ ગણેશજી અનુભવી રહ્યા છે. આજનો દિવસ તમારા માટે ખૂબ સારો છે અને તમે ઘણાંબધાં હકારાત્મક પરિવર્તન આવશે. છતાં બને એટલા સંતુલિત રહેવાની કોશિશ કરજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK