કેવું છે આજનું તમારું રાશિ ભવિષ્ય?

Published: 25th December, 2012 03:57 IST

ગણેશજી જણાવે છે કે આજે તમે તમારા પાર્ટનર સાથેના આત્મીયતાને એન્જૉય કરશો અને જો તમે સિંગલ છો તો પણ રોમૅન્સ તમારી સાથે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગણેશજી જણાવે છે કે આજે તમે તમારા પાર્ટનર સાથેના આત્મીયતાને એન્જૉય કરશો અને જો તમે સિંગલ છો તો પણ રોમૅન્સ તમારી સાથે છે. ખાલી પ્રયત્ન કરજો કે તમે તમારા પાર્ટનર માટે થોડા ઓછા પઝેસિવ રહો. એનાથી તમારી વચ્ચેનો બૉન્ડ હજી વધુ મજબૂત બનશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગણેશજી જણાવે છે કે આજે તમે તમારી પબ્લિક ઇમેજને લઈને થોડા વધુપડતા કૉન્શિયસ થઈ જશો, એમ ગણેશજી જણાવે છે. જોકે એનો મતલબ એમ પણ નથી કે તમે બીજા બધાની અવગણના કરશો. બધાને જ તમે સરખા પ્રમાણમાં અટેન્શન આપશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે ઑફિસને લગતી બાબતોનું તમારા વિચારો પર પ્રભુત્વ હશે. તમારા અંગત સમયમાં પણ આ બધી બાબતો ડોકાયા કરશે, એમ ગણેશજી જણાવે છે તેમ જ કામને લગતા પ્રવાસોમાં પણ તમારો મોટા ભાગનો સમય ખર્ચાઈ જશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે હાથ ધરેલો કામનો પારાવાર બોજો તમારી કમર તોડી નાખશે, એમ ગણેશજી જણાવે છે. જોકે આવી સ્થિતિમાં તમારે અંદરથી તમારો વિલ પાવર ઓર મજબૂત કરવો પડશે અને માગણીઓને પહોંચી વળવા માટે અંદરથી કૂલ ઍટિટ્યુડ કેળવો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


નિયત સમયમાં તમારાં બધાં જ કામ વ્યવસ્થિત રીતે પૂરાં કરી શકવાને કારણે અનેક લોકોની પ્રશંસાના હકદાર બનશો. જોકે આ વખતે તો તમે પણ તમારા પોટેન્શ્યલને જોઈને છક થઈ જશો. તમે બધાને જ આનંદ અને ખુશીથી તરબતર કરી દેશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે બાળકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ગણેશજી કહે છે કે તમારા અભ્યાસમાં તમને મળેલી સફળતાને તમારા મિત્રો, સગાંસંબંધીઓ ઍપ્રિશિયેટ કરશે અને સાથે તમારાં માતા-પિતાને પણ સંતોષની લાગણી કરાવશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


જો તમે તમારો પોતાનો વ્યવસાય ધરાવતા હો તો એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આજે સારો દિવસ છે. જોકે ગણેશજી સાથે સૂચના આપે છે કે વધુપડતું કામ પર ધ્યાન આપવાને કારણે તમારા પરિવારની નજરઅંદાજ કર્યાની લાગણી ન થાય એનું ધ્યાન રાખજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજી જણાવે છે કે તમારા પ્રયત્નોથી પાછા નહીં હઠતા ભલે પછી પરિણામ તમે ધાર્યું હતું એવું ન પણ આવે. જો તમે પાર્ટનરશિપના બિઝનેસમાં છો તો ધીરજ ધરવી અત્યારે તમારા માટે સર્વાધિક જરૂરી છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે દિવસની શરૂઆત થશે એવી જ તમે પોતાની જાતને કોઈ મોટી મુસીબતમાં અટવાયેલા મહેસૂસ કરશો. જોકે જેમ-જેમ દિવસ પસાર થશે એમ સમસ્યા ઉકેલાતી જશે અને તમે ખૂબ હળવાશ અનુભવશો એમ ગણેશજી જણાવે છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


જે લોકો અબ્રૉડમાં અભ્યાસ કરવા જવાનું વિચારે છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ ફેવરેબલ છે એમ ગણેશજી જણાવે છે. લેણિયાતનો અને શૅરબજારનો ધંધો કરનારા લોકો માટે પણ આજનો દિવસ લાભકારી છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી લાઇફ સ્ટાઇલમાં થોડોક ફેરફાર કરશો અને તમારી તબિયતમાં પારાવાર સુધારો નજરે પડશે. એનાથી તમને સફળતા અને ખુશી પણ મળશે. ભૂતકાળમાં કરેલી મહેનતનાં ફળ તમને આજે મળશે, એમ ગણેશજી જણાવે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ગણેશજી જણાવે છે કે આજે તમારા વર્તનમાં મૈત્રી અને ડહાપણ ઝળકશે. ઇનફૅક્ટ આજે તમારા માર્ગમાં જે પણ મુસીબતો આવે કે પહાડ જેટલા મોટા પડકારો આવશે તો પણ તમે એને આસાનીથી પાર પાડી શકશો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK