શું કહે છે તમારો આજનો દિવસ, જાણો રાશિ ભવિશષ્ય

Published: 6th October, 2012 05:21 IST

આજનો દિવસ તમારી તરફેણમાં છે. તમે જે કરશો એમાં તમને સફળતા મળશે.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજનો દિવસ થોડો પડકારજનક છે. કેટલીક ગૂંચવણભરી બાબતો ઉકેલવી પડશે. જોકે એમાં કેટલાક લોકોના વિરોધનો સામનો પણ કરવો પડે. શાંત થઈ જાઓ, બધું એની મેળે જ પાર પડી જશે એમ ગણેશજી કહે છે. થોડા હળવા થવા માટે એક બ્રેક લઈ લો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

આજે તમારા ચહેરા પર એક મસ્તમજાની સ્માઇલ છે. તમે તમારી ઇમેજને બહેતર બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છો એટલે તમે તમારા માટે કેટલાંક નવાં કપડાં ખરીદશો જેને કારણે તમારો આત્મવિશ્વાસ પણ વધશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમારી તર્કશક્તિ પર તમારાં ઇમોશન્સ હાવી ન થઈ જાય એનું ધ્યાન રાખજો. એ મહત્વનું છે એમ ગણેશજી કહે છે, કારણ કે આજે તમે થોડા કન્ફ્યુઝ્ડ અને ઉગ્ર મિજાજમાં છો. કોઈ પણ ભોગે દલીલ કરવાથી દૂર રહેજો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

આજનો દિવસ તમારી તરફેણમાં છે. તમે જે કરશો એમાં તમને સફળતા મળશે. તમારી ક્રીએટિવિટી સોળે કળાએ ખીલેલી નજરે પડશે એમ ગણેશજી સૂચવે છે. વિદ્યાર્થીઓ પણ આઉટસ્ટૅન્ડિંગ પફોર્ર્મન્સ આપશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમારું બધું જ ધ્યાન તમારા ઘર અને પારિવારિક મુદ્દા પર છે. તમે કેટલુંક નવું ફર્નિચર અને નવા પડદા ખરીદશો અને તમારા ઘરને થોડું નવું વાતાવરણ આપવાનો પ્રયત્નો કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારો આત્મવિશ્વાસ અને તમારી પ્રતિભાની આજે કસોટી થશે. નાણાકીય બાબતોને ધ્યાનથી હૅન્ડલ કરજો. ઘરે અને ઑફિસમાં સતાવી રહેલા કેટલીક કર્કશ સમસ્યાઓને તમે તમારી ક્રીએટિવિટીથી હૅન્ડલ કરી શકશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

આજે તમારો આખો દિવસ કામમાં જશે. જોકે ગણેશજી આગાહી કરી રહ્યા છે કે તમે તમારા અનન્ય આત્મવિશ્વાસને કારણે તમારા બધા ગોલ્સ પૂરા કરી શકશો. તમે તમારા ફ્યુચર પાર્ટનરને મળો એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ઉતાવળે આંબા ન પાકે એટલે તમે તમારા વિચારોને તાબડતોબ અમલમાં મુકાય એવી અપેક્ષા રાખશો નહીં. ધીરજ રાખીને પ્રયત્નો કરતા રહો, પરિણામ તમને ટૂંક સમયમાં મળશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

બધાને એક સમયે ખુશ રાખી શકાય નહીં એટલે ગણેશજી કહે છે કે એવા ખોટા પ્રયત્નોમાં સમય વેડફો નહીં. તમે તમારા માર્ગની મુસીબતોને દૂર હટાવીને મિત્રોની પ્રશંસાના હકદાર બનશો. તમારી નજીકની વ્યક્તિનો ખ્યાલ રાખો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજનો દિવસ થોડી ખુશી થોડા ગમ જેવો છે. આજે થોડી મૂંઝવણ, પછડાટ મળશે એમ ભૂતકાળનાં સારાં કાયોર્ માટે વળતર પણ મળશે તેમ જ અત્યારે તમે કરી રહેલા કામ માટે તમને લોકોની પ્રશંસા પણ મળશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

જેમ-જેમ તમે લોકો સાથે ઇન્ટરેક્ટ કરશો એમ તમારી સંવાદ સાધવાની કળા વધુ ડેવલપ થશે. આજનો દિવસ ખૂબ જ હેક્ટિક જવાનો છે માટે ગણેશજીની સલાહ છે કે થોડી એનર્જી બચાવીને રાખજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે ગ્રહો તમારી તરફેણમાં નથી માટે સરળ લાગતી બાબતો પણ આજે થોડી મુશ્કેલ લાગશે. ગણેશજી સલાહ આપે છે કે થોડી ધીરજ રાખજો અને તમારી પ્રતિભા પર વિશ્વાસ રાખીને આગળ વધજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK