જુઓ તમારી આજની રાશિ

Published: 24th December, 2014 03:32 IST

આજે તમારે ઘણા આકરા પડકારો સહન કરવા પડશે અને પરિવારજનોના સથવારા વગર એમનો સામનો કરવાનું તમારા માટે મુશ્કેલ પુરવાર થઈ શકે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારે ઘણા આકરા પડકારો સહન કરવા પડશે અને પરિવારજનોના સથવારા વગર એમનો સામનો કરવાનું તમારા માટે મુશ્કેલ પુરવાર થઈ શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારી તબિયત નાદુરસ્ત હોય એવું તમને લાગશે. જો એવું જ હોય તો કામ-ધંધે જવાને બદલે ડૉક્ટર પાસે જવું જરૂરી છે. વધુ પડતો શારીરિક શ્રમ કરવો નહીં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમારે બોલવામાં ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે તમારી આસપાસના કોઈ માણસને ખોટું લાગી જશે તો તેમને મનાવવાનું ઘણું ભારે પડશે. તમારે ગુસ્સા પર પણ નિયંત્રણ રાખવું.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજના દિવસે આર્થિક બાબતોને પ્રાધાન્ય મળશે. તમને અનેક સ્રોતમાંથી નાણાં મળશે, પરંતુ એના કરતાં વધારે ખર્ચ પણ થઈ જશે. આથી તમારે હાથ છૂટો રાખવો નહીં.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે પોતાના આવેગોને બિઝનેસમાં કે વ્યવસાયસંબંધી કામકાજમાં વાળવાની ક્ષમતા ધરાવો છો. આ કુનેહ ઘણી સારી કહેવાય. એને લીધે તમને સકારાત્મક ઊર્જા‍નો અનુભવ થશે. તમારે વડીલોની વાતો તરફ લક્ષ આપવું. 

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમને રગશિયા ગાડા જેવા જીવનથી ઘણો કંટાળો આવશે અને એને કારણે એક પ્રકારની ચીડ અનુભવાશે. પરિણામે તમારી કાર્યક્ષમતા પર વિપરીત અસર થશે. આવામાં તમારે પિત્તો ગુમાવવો નહીં.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારી રોમૅન્ટિક મુલાકાત થવાની સંભાવના છે. પ્રિય પાત્ર તરફથી મળનારા ધ્યાનને લીધે તમને ઘણું સારું લાગશે, પણ સાથે-સાથે તમે ડેટિંગમાં ઘણો ખર્ચ કરી નાખશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે પોતાના બાહ્ય દેખાવથી ખુશ નહીં હો અને એથી સંપૂર્ણ કાયાકલ્પ કરાવવા જાઓ એવી શક્યતા છે. એકંદરે આજનો દિવસ મોજમજાનો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી સર્જનશક્તિ અખૂટ છે, તમારા દિલમાં કરુણાનું ઝરણું વહેતું રહે છે અને તમે ક્ષમાભાવ ધરાવો છો. આવો માણસ મિત્રવતુર્‍ળમાં અને સગાંસંબંધીઓમાં સૌનાં દિલ જીતી લે એ સ્વાભાવિક છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજના ગ્રહમાન દર્શાવે છે કે સ્વજનો અને મિત્રો સાથેના સંબંધોની કેટલીક બારીકીઓ તમારા ધ્યાનમાં આવશે. તમે એને કારણે ગૂંચવણમાં મુકાઈ જશો, પરંતુ જો મોકળું મન રાખશો તો ગેરસમજ થતી અટકી જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ ઘટનાપૂર્ણ છે, કારણ કે તમે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છો. તમારે ચહેરા પર નિખાર લાવવાનો પ્રયાસ કરવો, કારણ કે કોઈ વિશિક્ટ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થવાના યોગ છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે દિવસ દરમિયાન તમને મુંઝારો અને વ્યગ્રતા અનુભવાશે. જોકે સાંજ પડ્યે તમે બધી ચિંતાઓ છોડીને આનંદપ્રમોદ કરશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK