ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

Published: 24th October, 2014 04:18 IST

આજનો દિવસ રોમૅન્સથી ભર્યોભર્યો રહેશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ રોમૅન્સથી ભર્યોભર્યો રહેશે. તમે રચનાત્મક અને અવનવી રીતે પ્રિયકરને રીઝવવાનો પ્રયાસ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારા પર કામનો ઘણો બોજ રહેવાની શક્યતા છે. આ કામ તમારી ક્ષમતાની બહાર નહીં હોય, પરંતુ એ કર્યા બાદ તમને થાક લાગી શકે છે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


તમે છેલ્લા થોડા વખતથી એકલાઅટૂલા રહો છો પરંતુ આજે તમે મળતાવડા થઈને રહેશો. સામાજિક મેળમિલાપને કારણે તમારા દૃષ્ટિકોણમાં સકારાત્મક પરિવર્તન આવશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારી લાગણીઓને તર્કસંગતતાના માર્ગમાં અવરોધ બનવા દેતા નહીં. આ રીતે જ તમે પોતાના નિર્ણયો કોઈ પણ પૂવર્‍ગ્રહ વગર લઈ શકશો અને સંબંધોમાં સુમેળ રાખી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારા મિત્રો, સંબંધીઓ, પરિવારજનો અને જીવનસાથી તમારી પાસેથી ભરપૂર અપેક્ષાઓ રાખશે. તમે પણ એમાંથી કોઈને નિરાશ નહીં કરો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના ગ્રહમાન તમારાં તમામ કાર્યોમાં સફળતા દર્શાવે છે. તમને ભૌતિક મોંબદલો મળશે તથા તમારા કામની કદર પણ થશે. તમે કોઈને ઉછીના આપેલા પૈસા પાછા આવવાના યોગ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે પોતાના બાહ્ય દેખાવમાં પરિવર્તન લાવવા પાછળ જ બધો સમય વિતાવશો. તમે તમારી પોતાની હેર-સ્ટાઇલ બદલો તથા નવાં કપડાંની ખરીદી કરો એવી શક્યતા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે નકારાત્મક વિચારો તમારા મન પર ઘેરો ઘાલશે અને એનાં ગંભીર પરિણામ આવી શકે છે. આથી તમારે પોતાની શક્તિઓને સકારાત્મક માર્ગે વાળવી એ જ ઉત્તમ ઉપાય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે કામકાજમાં સંપૂર્ણ વ્યવસાયીપણું રાખશો. તમે કોઈ પણ નકામી બાબતને ચલાવી નહીં લો. મદદગાર સ્વભાવને લીધે ઘણા લોકો સાથે મૈત્રી કેળવી શકશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે બિઝનેસમૅન હો કે વ્યવસાયી, આજનો દિવસ ઘણો સારો અને લાભદાયક પુરવાર થશે. તમે આકરી મહેનત નહીં કરી હોય તો પણ તમને ધનલાભ થવાના યોગ છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારે શાંતચિત્ત રહેવાની જરૂર છે. તમને ગમે એટલા ઉશ્કેરવામાં આવે, તમારે પિત્તો નહીં ગુમાવવાનો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે ચાખેલા સફળતાના સ્વાદને લીધે તમને વધુ સફળતા મેળવવાની ઇચ્છા થશે. તમે મહત્વાકાંક્ષી બની જશો. આ ગુણ ખરેખર સારા હોય છે, ફક્ત તમારે ઉદ્ધત બની જવાય નહીં એનું ધ્યાન રાખવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK