જાણો તમારી આજ

Published: 4th October, 2012 03:26 IST

કામ, કામ અને કામ. તમારું જીવન કામથી ભરપૂર છે. જીવનનાં બીજાં પાસાંઓની તમે અવગણના કરી રહ્યા છો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

કામ, કામ અને કામ. તમારું જીવન કામથી ભરપૂર છે. જીવનનાં બીજાં પાસાંઓની તમે અવગણના કરી રહ્યા છો. જોકે હવે બ્રેક લેવાનો સમય આવી ગયો છે. થોડો સમય પરિવારને આપીને તેમને પણ ખુશ રાખવાની સલાહ ગણેશજી આપે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

તમે વધુ બેટર બનીને વિશ્વમાં તમારી અનોખી આભા ક્રીએટ કરવા માટે તત્પર છો. અત્યારે તમે તમારું કમ્પ્લીટ મેકઓવર કરવાના મૂડમાં છો અને ગણેશજી કહે છે કે થોડું ફૅશનેબલ શૉપિંગ પણ કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

નકારાત્મકતા જરાય સારી બાબત નથી. એમાં પણ જ્યારે આજે તમારું મગજ નેગેટિવિટીને કારણે ભરાઈ ગયું છે ત્યારે એને દૂર કરવાના પ્રયાસો કરો. ગણેશજી કહે છે કે જો તમે ડિપ્રેસ્ડ કે ફ્રસ્ટ્રેટેડ ફીલ કરતા હો તો યોગ કે ધ્યાન તરફ વળીને પણ હકારાત્મક બનો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

સફળતાને કારણે ગમે એટલો મૂડ ખરાબ હોય તો એને સુધારી શકાય છે અને તમે અત્યારે એ જ ફેઝમાં છો. કેટલીક વાર નાનકડી સફળતા પણ મગજને ઘણીબધી પૉઝિટિવિટી આપતી હોય છે. ગણેશજી કહે છે કે આ સમયને એન્જૉય કરો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

આજે તમે તમારા ઘરને નવેસરથી ગોઠવવાનો એજન્ડા બનાવી દીધો છે. એમાં આગળ વધશો. થોડો ખર્ચ પણ થશે એમાં. ગણેશજીની સલાહ અનુસાર કોશિશ કરજો કે ઓછા પૈસાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

સફળતા તમારા માર્ગમાં છે અને તમે એનાથી ખૂબ ખુશ થઈ જશો. અત્યારના લકી સમયનો બેસ્ટ ઉપયોગ કરો અને તમારી સમક્ષ આવતી દરેક તકને પકડી લો. તમે કેટલાક નવા પ્રોજેક્ટનાં બી આજે વાવશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગ્રહો અત્યારે તમારા માર્ગમાં કેટલાક પૉઝિટિવ વાઇબ્સ લાવી રહ્યા છે જેનો તમે એક મોટા લેવલની મીટિંગમાં ઉપયોગ કરજો. દિવસ પૂરો થાય એટલે થોડો આરામ કરવાની સલાહ પણ ગણેશજી આપી રહ્યા છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

એક નવા પ્રોજેક્ટમાં આજે તમારો મોટા ભાગનો સમય વપરાઈ જશે. જોકે એનું પરિણામ તમને ખુશ કરનારું નહીં હોય એવું ગણેશજીને લાગી રહ્યું છે. જોકે આ સમય પણ વીતી જશે. જોકે ધ્યાન આપો કે તમે કોઈ મહત્વની બાબત વીસરી રહ્યા છો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમને જેના પર જરાય ભરોસો નથી એવી એક વ્યક્તિ પાસેથી મળેલી કેટલીક બિનજરૂરી સલાહને કારણે ઇરિટેટ થઈ જશો. જોકે તેમના શબ્દો પર ધ્યાન આપશો તો નુકસાનનો સોદો નહીં જ ગણાય.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે બધા જ ગ્રહો તમારી ફેવરમાં છે. જો તમે વિદેશમાં જઈને અભ્યાસ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે ચોક્કસ તમારા પ્રયાસોને સફળતા મળશે એમ ગણેશજી સૂચવે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


એ વાત નકારી શકાય નહીં કે તમે તમારા ગોલ્સને મેળવવા માટે બેહિસાબ પ્રયત્નો કરી રહ્યા છો. જોકે ગણેશજી સલાહ આપે છે કે એ જ પ્રયત્નોને આગળ ધપાવો, પણ થોડા જુદા દૃષ્ટિકોણથી વિચારો. બિનજરૂરી જોખમોથી દૂર રહેજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

વાતાવરણમાં પ્રેમ જ પ્રેમ છે. એમાંય સારી વાત એ છે કે અત્યારે ઊભા થયેલા જોગાનુજોગનો તમે શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો છે. જો તમે તમારી સ્વીટહાર્ટને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો ગણેશજી તમને લીલી ઝંડી દર્શાવી રહ્યા છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK