ક્લિક કરી જાણો આજનું રાશિ ભવિષ્ય,

Published: 21st December, 2012 03:47 IST

આજે કોઈ પણ પારકાના ઝઘડામાં પડતાં પહેલાં સો વાર વિચારજો. આજે કરેલી પંચાત તમને ભારે પડી શકે છે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે કોઈ પણ પારકાના ઝઘડામાં પડતાં પહેલાં સો વાર વિચારજો. આજે કરેલી પંચાત તમને ભારે પડી શકે છે. એક લીગલ પ્રૉબ્લેમ પણ ફેસ કરવો પડે એવી શક્યતા છે. સ્ટ્રેસથી હળવા રહેવા માટે તમારા પ્રિયજન સાથે થોડો સમય પસાર કરો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


ગણેશજી જોઈ રહ્યા છે કે આજે તમારામાં એનર્જીનો ઓવરફ્લો થઈ રહ્યો છે. જોકે આજે તમે તમારો મોટા ભાગનો દિવસ તમારા પ્રિયજનને યાદ કરવામાં જ વિતાવી દેશો અને સાંજે તમે તેમની સાથે સમય પસાર કરશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


જે લોકો નાના પાયે બિઝનેસ કરી રહ્યા છે તેમને માટે આજનો દિવસ ખૂબ જ ફેવરેબલ છે. પર્સનલ લેવલ પર પણ તમે તમારી પ્રતિષ્ઠા વધારવા માટે અનેક નવા રસ્તાઓ વિચારી રહ્યા છો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે કેટલાક બિનજરૂરી ઇશ્યુમાં અટવાઈ જશો, એમ ગણેશજી જણાવે છે. જોકે આજે તમે અત્યંત હાઇ સ્પિરિટમાં છો માટે દરેક પરિસ્થિતિને આસાનીપૂર્વક હૅન્ડલ કરી શકશો અને બધી બાબતોમાં તમને સફળતા મળશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


દરેક બદલાવને અકળાયા વિના એના અસલી સ્વરૂપમાં સ્વીકારતાં શીખવું જ પડશે, એમ ગણેશજી જણાવે છે. આમ તો તમને આજનું કામ કાલ પર છોડવાનું જરાય નથી ગમતું. જોકે આજે એમ કરવામાં જ શાણપણ છે એમ ગણેશજી કહે છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી જણાવે છે કે તમારામાં રહેલો કલાકાર આજે સોળે કળાએ ખીલેલો નજરે પડશે. તમારો પફોર્મન્સ જોઈને ઑડિયન્સ પણ ખુશખુશાલ થઈ જશે. જોકે એમ છતાં તમે તમારી મહત્વની જવાબદારીઓ વીસરી ન જાઓ એનું ધ્યાન રાખજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી જણાવે છે કે તમારી નજીકની વ્યક્તિઓ પર પ્રેમ ન્યોછાવર કરવા માટે આજનો દિવસ સારો છે. કેટલીક ગૂંચવણભરી બાબતોને કારણે થોડા ડિસ્ટર્બ રહેશો. જોકે બહુ ચિંતા કરવાની જરૂર નથી. આત્મવિશ્વાસ બરકરાર રાખજો અને તમારી ફૅમિલી સાથે બને એટલો વધુ સમય પસાર કરજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


જો તમે એક સુરક્ષિત લાંબા ગાળાનું રોકાણ કરવાનું વિચારતા હો તો આજનો દિવસ શ્રેષ્ઠ છે, એમ ગણેશજી જણાવે છે. રિલૅક્સ રહેવા માટે કોઈ સારી તક ઝડપી લો અને લાઇફને પૂર્માપણે એન્જૉય કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે ગ્રહદશા તમારા સંપૂર્મા ફેવરમાં છે, એમ ગણેશજી જણાવે છે. આજે તમારી ઘણીબધી ઇચ્છાઓ પૂરી થશે. જોકે કેટલીક બાબતોમાં નિરાશા પણ અનુભવશો. જોકે એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. રિલૅક્સ રહો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


ગણેશજી જણાવે છે કે ઑફિસમાં આજે તમારો દિવસ સુપર્બ જવાનો છે, કારણ કે કેટલાક અનુભવી લોકો દ્વારા તમારા હાથમાં એક મહત્વનું કામ સોંપવામાં આવશે. ઇવન, તમારી સ્વીટ હાર્ટ પણ તમારાથી ખૂબ ખુશ થઈ જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે તમારા નુકસાનને ભોગે પણ ઓવરઑલ સોસાયટીના હિતમાં કામ કરશો, એમ ગણેશજી જણાવે છે. જોકે તમારી ઉદારતાનો કોઈ ગેરલાભ ન ઉઠાવી જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખજો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારા પર્સનલ અને પ્રોફેશનલ બન્ને બાબતોમાં તમે ટ્રબલ અનુભવશો, એવી આગાહી ગણેશજી કરે છે. જોકે તમારા હિતેચ્છુઓ સાથે ખુલ્લા હૃદયે ચર્ચા કરવી લાભદાયી નીવડશે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK