ક્લિક કરો અને જાણો તમારી આજની રાશિ

Published: 21st November, 2014 03:38 IST

તમે સંવાદની કુશળતા વિકસાવશો અને એને લીધે તમારી આસપાસના લોકો પ્રભાવિત થશે તથા તમારાં સંતાનોને તમારા પર ગર્વ થશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમે સંવાદની કુશળતા વિકસાવશો અને એને લીધે તમારી આસપાસના લોકો પ્રભાવિત થશે તથા તમારાં સંતાનોને તમારા પર ગર્વ થશે. તમારે પરિવારના વૃદ્ધ સભ્યોની જરૂરિયાતો તરફ દુર્લક્ષ કરવું નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારે અમુક પેચીદા કૉન્ટ્રૅક્ટની બાબતે અતિ સાવધાન રહેવું. એમના પર હસ્તાક્ષર કરતાં પહેલાં તમામ નિયમો અને શરતો ચોકસાઈપૂર્વક વાંચી જવાં.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે કોઈ એક બાબત પર ચિત્ત એકાગ્ર કરી નહીં શકો. તમારું ધ્યાન અન્યત્ર ફંટાયેલું રહેશે. જોકે તમે પોતાની ફરજો ખંતપૂર્વક નિભાવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે જે નવીન પ્રકારના વ્યૂહ અપનાવશો એને લીધે અન્યોને તો એમ જ લાગશે કે તમારા વ્યૂહ કોઈ કામના નથી. જોકે દિવસના અંતે પુરવાર થઈ જશે કે તમે અપનાવેલો અભિગમ યોગ્ય હતો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે પોતાના પરિવાર તરફ દુર્લક્ષ કરી રહ્યા છો. આજે તમને પ્રતિકૂળ હવામાનનું કારણ મળશે અને એના બહાને તમે સ્વજનો સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમારે ઑફિસમાં તથા સામાજિક વતુર્‍ળમાં સૌથી આગળ રહીને નેતૃત્વ કરવું. તમે પોતાના મૈત્રીપૂર્ણ સ્વભાવને લીધે સૌને પ્રિય બની જશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજનો દિવસ બિઝનેસ કરનારા લોકો માટે ઘણો સારો છે. તેઓ જે સાહસ કરશે એમાં સફળતા મળશે. જોકે પારિવારિક જીવન પર ધ્યાન આપવાની પણ જરૂર છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને સ્વજનોને ખુશ કરવા માટે કંઈક કરવાની આવશ્યકતા વર્તાશે અને એ માટે તમારી પાસે સૌથી સારો રસ્તો તેમને શૉપિંગ માટે મૉલમાં લઈ જવાનો છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે મિત્રોને ઘણું મહત્વ આપતા હો છો. આજે તમને તેમની સાથે રહેવા મળશે. કોઈ વિજાતીય વ્યક્તિ તમારા પર ઓળઘોળ થઈ જાય એવા પણ યોગ છે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારું મન જે વસ્તુ પર આવી ગયું હોય એને તમે ગમે એ હિસાબે પ્રાપ્ત કરીને જ જંપો છો. આજના ગ્રહમાન દર્શાવે છે કે તમે મક્કમતા રાખીને વર્તશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમારા માટે ઘણા સારા સમાચાર આવવાના છે અને તેથી એની ઉજવણી કરવાના યોગ છે. આ સમાચાર તમારી બઢતી કે પગારવધારાના અથવા તો નિકટના મિત્રનાં લગ્નને લગતા હોઈ શકે છે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે અનેક સામાજિક પ્રસંગોમાં જવાનું થાય એવા યોગ છે. સવારના ભાગમાં લગ્નપ્રસંગ, બપોરે જૂના મિત્રો સાથે ગેટ-ટુગેધર અને સાંજે મોટી પાર્ટીમાં જવાનું થશે. મન ભરીને મોજ કરો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK