રાશિ ભવિષ્ય કેવું છે આજનું, જાણો ક્લિક કરીને

Published: 20th December, 2012 02:58 IST

આજે દરેક બાબતમાં તમને સફળતા મળે એવી પૂરી શક્યતા છે. ગણેશજી જણાવે છે કે આજે તમે એવી પ્રવૃત્તિઓ કરશો, જેમાં તમારી ક્રીએટિવિટીનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો.


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે દરેક બાબતમાં તમને સફળતા મળે એવી પૂરી શક્યતા છે. ગણેશજી જણાવે છે કે આજે તમે એવી પ્રવૃત્તિઓ કરશો, જેમાં તમારી ક્રીએટિવિટીનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો. જોકે આજે ડ્રાઇવિંગ કરતી વખતે આજે થોડી વિશેષ કાળજી રાખજો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજી જણાવે છે કે તમારા બિઝનેસ વેન્ચર્સ માટે આજનો દિવસ શુભ છે. તમે જેમાં શ્યૉર નહોતા એવા ટ્રાન્ઝેક્શનથી પણ તમને પ્રૉફિટ જ થશે. તમારી પ્રામાણિકતાને કારણે અનેક લોકો તમારાથી પ્રભાવિત થશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

ગણેશજી ખાતરી આપે છેકે તમારી આસપાસ રહેલા કોઈ સ્ત્રી પાત્રના નસીબનો લાભ આજે તમને પણ મળશે. આજે વારસામાં મોટો લાભ થાય કે કામના સ્થળે પ્રમોશન થાય એવી શક્યતાઓ છે. જોકે ખોટો અહમ ન આવી જાય એનું ધ્યાન રાખજો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

ગણેશજી તમને સાવચેત કરે છે કે આજે કોઈ તમને નીચા પાડવાની કોશિશ કરશે. ખૂબ સતર્ક રહેજો અને પીઠ પાછળ ઘા કરી શકે એવા લોકો પર ચાંપતી નજર રાખજો. અત્યારના સંજોગોને લીધે તમે તમારા સાચા મિત્રો અને શત્રુઓ વચ્ચેનો ભેદ પારખી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

તમારી આસપાસ રહેલા લોકો આજે તમને મદદ કરવા માટે આગળ આવશે. કેટલાક તો તમને પ્રૉબ્લેમમાંથી બહાર કાઢવા આઉટ ઑફ ધ વે જઈને પણ પ્રયત્ન કરશે, એમ ગણેશજી જણાવે છે. ખર્ચનું પ્રમાણ વધશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

તમારી હાજરજવાબી અને વિનોદી વૃત્તિને કારણે આજે તમે બધાના આકર્ષણનું કેન્દ્ર બનશો, એવું ગણેશજી જોઈ રહ્યા છે. તમે એક ખરા અર્થમાં પાર્ટીની જાન છો. જોકે એ બધામાં તમારા ભવિષ્યની અવગણના ન થઈ જાય એનું ધ્યાન રાખજો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ટેક્નૉલૉજી વર્લ્ડમાં આવી રહેલાં પરિવર્તનો વિશે નૉલેજ મેળવવા માટે આજે તમે તમારાથી બનતા બેસ્ટ પ્રયત્નો કરશો. જોકે ગણેશજી જણાવે છે કે વસ્તુને સમજવાની તમારી ઝડપ માટે અભિમાન કરવાની જરાય જરૂર નથી.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે લાંબા સમય સુધી ધ્યાનાગ્ન મૂડમાં હશો. જોકે સાંજ સુધી પાછા નૉર્મલ રૂટીનમાં પણ આવી જશો. તમે જે નવીનતાભર્યા આઇડિયાઝ શૅર કરી રહ્યા છો, એનાથી તમારા બૉસ ખૂબ જ ખુશ થશે તેમ જ એનાથી તમારી કંપનીને પણ સારો એવો લાભ થશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

ગણેશજી તમને સૂચના આપે છે કે તમારી સમક્ષ આવનારી તકોને આજે ખાસ ઝડપી લેજો. એનાથી તમને લાંબા ગાળાનો લાભ થશે. તમારા અત્યારના કામમાં પણ તમારી મહેનત અને ડેડિકેશનની તારીફ થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

આજના ફેવરેબલ દિવસમાં એવી ઘણી બાબતો તમારી સમક્ષ આવશે, જે અત્યાર સુધી તમારા ધ્યાનમાં પણ નહોતી. તમે વણસેલી બાબતોને સુધારવાના પ્રયત્નો પણ કરશો. જોકે એના બદલામાં અત્યારે કંઈ થાય એવી અપેક્ષા રાખશો નહીં.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

ગણેશજી કહે છે કે આજે જોખમનું ખૂબ ધ્યાન રાખજો, કારણ કે થોડી કૅરલેસનેસને કારણે મોટું જોખમ ભોગવવાનો વારો આવી શકે છે. એ ધ્યાનમાં રાખજો કે તમારી દરેક હિલચાલ પર અત્યારે નજર રાખવામાં આવી રહી છે, માટે સાવધાનીપૂર્વક આગળ વધો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

ગણેશજી તમને સલાહ આપે છે કે આજે કંઈ પણ કહેવામાં કે કરવામાં તમારા હૃદયનો નહીં મગજનો ઉપયોગ કરો. તમારા મનની સાવ અંગત વાતો આજે સાંજે તમારા જીવનસાથી સાથે જ શૅર કરજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK