તમારું આજનું ભવિષ્ય શું કહે છે, ક્લિક કરો અને જાણો

Published: 19th December, 2014 03:17 IST

આજે તમે પોતાની વાચાળતાથી ખાસ કરીને વિજાતીય વ્યક્તિઓને આકર્ષિત કરી શકશો, છતાં માનસિક શાંતિ મેળવવા માટે તમને થોડી એકલતા જોઈશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે પોતાની વાચાળતાથી ખાસ કરીને વિજાતીય વ્યક્તિઓને આકર્ષિત કરી શકશો, છતાં માનસિક શાંતિ મેળવવા માટે તમને થોડી એકલતા જોઈશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


સવારે બનનારો કોઈ એક બનાવ તમને મોટો આઘાત લગાડશે, પરંતુ બપોરની અન્ય ઘટનાઓને લીધે તમે પાછા મૂળ મિજાજમાં આવી જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો આખો દિવસ તમે સ્વજનોની ઇચ્છા-આકાંક્ષાઓને પૂરી કરવામાં વિતાવશો, પરંતુ તમારે તેમની સાથે થોડો ગુણવત્તાપૂર્ણ સમય પણ પસાર કરવો જરૂરી છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે ઇચ્છો ત્યારે ઘણી ઝડપથી અને કાર્યક્ષમતાથી કાર્ય પૂરાં કરી શકો છો એ જોઈને તમારા સહયોગીઓને નવાઈ લાગશે. તમે સમયમર્યાદાની પહેલાં જ પોતાનાં તમામ કાર્યો પૂરાં કરી લેશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમારી મુલાકાત જૂના મિત્રો સાથે થવાના યોગ છે. તમે તેમની સાથે સરસમજાનો સમય વિતાવશો અને એ ઉપરાંત તેમની આવડતોનો લાભ પણ ઉઠાવશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમારે કાર્યોનું શું પરિણામ આવે છે તેની ચિંતા કર્યા વગર અને ફળની આશા રાખ્યા વગર પોતાનું કાર્ય કર્યે રાખવું. અપેક્ષાઓ ઓછામાં ઓછી રાખવી અને સમયના પ્રવાહની સાથે રહેવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે હાથમાં લીધેલું કામ ગમે તે સંજોગોમાં પૂરું કરવાની દૃઢતા ધરાવો છો. તમારી આ નિષ્ઠાથી ઉપરીઓ પ્રભાવિત થઈ જશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારા મન પર કોઈ ભાર નહીં હોય અને તમે આશાવાદી બની જશો તથા જીવનના નવા અને ઘણા ઉત્પાદક તબક્કાની આતુરતાપૂવર્‍ક રાહ જોશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજનો દિવસ તમારા માટે વિરોધાભાસથી ભરેલો હશે. એને લીધે દિવસ દરમ્યાન તમને ક્યારેક સારું લાગશે તો ક્યારેક નિરાશા વર્તાશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમારો મૂડ વારંવાર બદલાતો હોય એવું ભાગ્યે જ બનતું હોય છે અને આજનો દિવસ એવો જ અપવાદાત્મક છે. જોકે જેમ-જેમ દિવસ પસાર થશે તેમ-તેમ તમે પહેલાં જેવા બનતા જશો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો તમારો દિવસ વ્યવસ્તતાપૂર્ણ રહેશે અને તમે કામના બોજ હેઠળ દબાઈ જશો. જોકે તમારી આકરી મહેનતનાં ફળ મળશે અને અન્યો તમારું અનુકરણ કરવા પ્રેરાશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે લોકો સાથેના વ્યવહારમાં અતિશય સાવધાની રાખવી આવશ્યક છે, કારણ કે અમુક લોકો તમારી આવડતનો ઉપયોગ ગેરકાનૂની પ્રવૃત્તિઓ માટે કરવાનો પ્રયાસ કરશે. તમારે મિજાજને સુધારવા માટે લાંબું અંતર ચાલી નાખવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK