શું કહે છે તમારી આજની રાશિ, ક્લિક કરો અને જાણો

Published: 19th December, 2012 03:17 IST

આ ધરતીને તંદુરસ્ત રીતે જીવવા લાયક બનાવવા માટે તમે જાતે જ સ્વચ્છતા અભિયાન છેડવાના મૂડમાં છો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આ ધરતીને તંદુરસ્ત રીતે જીવવા લાયક બનાવવા માટે તમે જાતે જ સ્વચ્છતા અભિયાન છેડવાના મૂડમાં છો. તમારી આસપાસનો વિસ્તાર સ્વચ્છ કરીને તમે લોકોમાં એક દાખલો કાયમ કરશો તેમ જ થોડાં નવાં વૃક્ષો રોપીને બીજા લોકોને પણ તમારા અભિયાનમાં સામેલ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


નકારાત્મક વિચારો તમારા પર આજે ભયાનક રીતે હાવી થઈ જશે, એમ ગણેશજી જણાવે છે. યાદ રહે કે તમારો લોકો પર હુકમ ચલાવવાનો ઍટિટ્યુડ અને બધી વાતે પોતાનો એક્કો સાચો ઠેરવવાનો અભિગમ મિત્રો આગળ તમારી ફજેતી કરાવશે. જોકે સાંજ સુધી તમે જાતે જ સોબર બની જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ગણેશજી હસતાં-હસતાં કહે છે કે આજે તમે ડિસ્કશન કરવાના મૂડમાં છો. આકાશ નીચે જેટલા પણ વિષયો પર તમારો મત દર્શાવશો. મજાની વાત તો એ છે કે તમારી આસપાસ રહેલા તમારા મિત્રો અને સંબંધીઓ પણ તમારી ડિસ્ક્શનમાં સામેલ થશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે તમે જીવ પર આવીને કામ કરશો અને એમાં તમે સ્પર્ધામાં સૌથી આગળ રહેશો, અમે ગણેશજી કહે છે. જીવનનાં બીજાં બધાં પાસાઓમાં પણ લાઇફ ખૂબ સ્મૂધલી આગળ વધશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે ગ્રહો તમારા ફેવરમાં નથી. માટે ગણેશજી જણાવે છે કે તમારા બધા જ મહત્વના નિર્ણયો લેવાનું આજે ટાળજો અને તમારા જીવનસાથીને જ એ કામ આજે સોંપી દો અથવા એ નિર્ણયોને પાછળથી સાથે મળીને લેજો, પરંતુ આજે કોઈ પણ જોખમ લેવાનું ટાળજો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજ આપકે પાસ મોકા ભી હૈ ઔર દસ્તૂર ભી. એટલા માટે જ તમારી પાસે જેટલી ક્રીએટિવિટી છે એ બધી જ રેલાવી દો, એવું સૂચન ગણેશજી કરી રહ્યા છે. અલબત્ત, જાત પર એટલું વધારે દબાણ નહીં આપતા કે બોલવાના પણ હોશ ન રહે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


ગણેશજી જણાવે છે કે ટેક્નૉલૉજીયુક્ત હાઇફાઇ ગૅજેટ્સથી આજે તમે બેહદ પ્રભાવિત થઈ જશો. અને આજે મોટા ભાગનો સમય તમે એને શીખવામાં જ પસાર કરશો. આજે તમે ઍડવાન્સ એજ્યુકેશન માટે પ્લાન કરશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે કુદરતી રીતે જ તમને લોકોની અવળી બાજુનાં દર્શન થશે, જે પ્રૅક્ટિલી ખૂબ જરૂરી છે. આ બધાને લીધે તમે લોકોને જજ કરવામાં પૂરતું સંતુલન જાળવી શકશો અને ઝડપથી કોઈનાથી પ્રભાવિત નહીં થાઓ.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે એટલા હાઇ સ્પિરિટમાં છો કે તમારા માટે કંઈ જ અશક્ય નહીં રહે. આ તમારા માટે ખૂબ ખાસ દિવસ બની રહેશે એમ ગણેશજી જણાવે છે. જોકે આજે તમે લોકોને ન્યાય મેળવવા માટે તેમની અંગત મદદ પણ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


દિવસની શરૂઆત થોડી ડલ હશે. જોકે ધીમે-ધીમે પરિસ્થિતિ બેટર થતી જશે. તમારા પ્રિયજનની મદદને કારણે તમારું ખોવાયેલું સ્પિરિટ તમને પાછું મળશે. ગણેશજી જણાવે છે કે તમે પૉઝિટિવ છો માટે દિવસ એકંદરે સારો જશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારી પ્લાનિંગ કરવાની કળાને જોઈને ફરીથી એક વાર લોકો મોંમાં આંગળાં નાખી દેશે. તમે એ રીતે આખી યોજનાઓ બનાવશો કે એમાં ભૂલ થવાની શક્યતા નહીંવત્ હશે. જોકે ગણેશજી જણાવે છે કે વર્તમાનને એન્જૉય કરો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


નાણાકીય બાબતોમાં તમે આખો દિવસ અટવાયેલા રહેશો એમ ગણેશજી જણાવે છે. ઘરમાં તમારા પરિવારજનો તમારાથી બહુ ખુશ હશે કે તમે તેમની ખૂબ ચિંતા કરો છો અને તેમના બેટર લાઇફસ્ટાઇલ માટે પુષ્કળ મહેનત પણ કરો છો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK