શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

Published: 19th November, 2014 03:31 IST

આજે તમારી પાસે નવા આઇડિયાનો ખજાનો આવી જશે એટલું જ નહીં, તમે એમાંથી મોટા ભાગના આઇડિયાનો અમલ પણ કરી શકશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમારી પાસે નવા આઇડિયાનો ખજાનો આવી જશે એટલું જ નહીં, તમે એમાંથી મોટા ભાગના આઇડિયાનો અમલ પણ કરી શકશો. એને લીધે તમને વ્યવસાયમાં અનેક રીતે લાભ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે સંઘભાવનાથી કામ કરવું, કારણ કે તમે એકલાહાથે બધાં જ કાર્યો નહીં કરી શકો. તમે લોકોનો સહકાર લેશો તો તમને સફળતા ચોક્કસ મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે તમે ઑફિસની જવાબદારીઓ નિભાવવા ઉપરાંત સંતાનો પાસે દરેક વિષયનો અભ્યાસ ધ્યાનપૂર્વક કરાવવા માટે પ્રયાસ કરશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે કામકાજની ગુણવત્તાને વધુ મહત્વ આપશો અને એથી તમારું કામ ઉચ્ચ દરજ્જાનું હશે. તમે સંતોષકારક પ્રગતિ કરી શકશો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે પોતાનાં કાયોર્ની પ્રાથમિકતા નક્કી કરશો, કારણ કે એનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. તમે થોડા વધારે શિસ્તબદ્ધ થઈને અને સુવ્યવસ્થિત રીતે કાર્ય કરશો તો ઘણું સારું રહેશે. 

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે પોતાની જન્મજાત આવડત તથા તમે પ્રાપ્ત કરેલી કુશળતાઓનો તમારે શ્રેષ્ઠ ઉપયોગ કરવો. સંબંધોની બાબતે તમારે લાગણીથી કામ લેવાને બદલે વધારે સમજીવિચારીને વર્તવું.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે નાણાકીય બાબતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપશો. તમે એમ તો કરકસર કરનારા છો, પરંતુ આજે પ્રિયકર પર ખર્ચ કરવાની વાત આવશે ત્યારે તમે ઉદાર થઈ જશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારે પોતાનું કામકાજ નવીનતાસભર અને સર્જનાત્મક રીતે કરવાનો પ્રયાસ કરવો, જેથી તમારો ઉત્સાહ ફરી વધે અને તમને કામ કરવામાં મજા આવે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે કોઈ પણ નિર્ણયની શું અસર થશે એના વિશે સ્પષ્ટ આકલન કરી શકો છો. આજે તમારા ઉપરીઓ તમારી આ ક્ષમતાથી પ્રભાવિત થઈ જશે. તેઓ તમારું મનોબળ વધે એવું પગલું ભરે એવી શક્યતા નિર્માણ થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજનો દિવસ પ્રેમપ્રચુર છે ત્યારે કુંવારાઓને જીવનસાથી મળવાની શક્યતા છે. પરિણીત યુગલો પરસ્પર વિશ્વાસ અનુભવશે અને નિકટતા માણી શકશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે માનસિક શાંતિ પાછી મેળવવા માટે એકલા રહેવાનું પસંદ કરો એવા યોગ છે. જોકે એકાદ અપ્રિય ઘટનાને લીધે તમારે વાસ્તવિકતાનો સામનો કરવો પડશે તથા નવી પરિસ્થિતિને સંભાળી લેવી પડશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમને પોતાનાં અમુક કાર્યોનાં ફળ મળવાની શક્યતા છે. અમુક કામમાં તમારો સમય અને શક્તિ વેડફાઈ જશે. સાંજના સમયે તમે પરિવાર ખુશ થાય એવું કંઈક કરશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK