કેવું છે આજનું તમારું રાશિ ભવિષ્ય?

Published: 18th December, 2012 03:32 IST

તમારા પ્રિયજન સાથેનું તમારું બૉન્ડિંગ હજી વધુ મજબૂત થયેલું નજરે પડશે.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારા પ્રિયજન સાથેનું તમારું બૉન્ડિંગ હજી વધુ મજબૂત થયેલું નજરે પડશે. જેનાથી તમે ભરપૂર આનંદ અનુભવશો, એમ ગણેશજી જણાવે છે. તમારા પ્રિયજનને પ્રેમ અને ગિફ્ટથી તરબતર કરી દો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારા ઍટિટ્યુડમાં રહેલી કેટલીક નકારાત્મકતાને કારણે તમે જાતે જ તમારા માર્ગમાં વિઘ્ન ઊભું કરશો. ગણેશજી તમે ચેતવણી આપે છે કે તમે જો એમાં સુધારો લાવવાની કોશિશ નહીં કરો તો એનું નુકસાન તમારે પોતે જ ભોગવવું પડશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે ટ્રાવેલ પ્લાન બનાવવા માટે કે એક નવી સફર શરૂ કરવા માટે ગ્રેટ દિવસ છે, એમ ગણેશજી કહે છે. આજે તમારા પરિવારજનો કે મિત્રો સાથે એક નાનકડી પિકનિક પર જવાનો પ્લાન બને એવી શક્યતાઓ જણાઈ રહી છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


તમે કામમાં ખૂબ જ સિન્સિયર છો માટે જ તમે જે પણ કામ કરો છો એમાં પૂરેપૂરો ઇન્વૉલ્વ થઈ જાઓ છો. જોકે ગણેશજી તમને સમજાવે છે કે તમે કરેલી મહેનતનાં ફળ માટે તમારે ધીરજપૂર્વક થોડી રાહ જોવી પડશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજનો દિવસ તમારા માટે ખૂબ જ રોમૅન્ટિક રહેશે. આજે તમે તમારા પ્રિયજનને ઘણા બધા અટેન્શન અને ગિફ્ટથી નવડાવી દેશો. જોકે ગણેશજી તમને સલાહ આપે છે કે પૈસાનો વ્યય કરતાં પહેલાં સો વાર વિચારો.

વગોર્ (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી તમને સલાહ આપે છે કે કોઈ પણ લોકો સાથે કે પરિસ્થિતિ સાથે ડીલ કરતાં પહેલાં બને એટલા પૉઝિટિવ રહેવાની કોશિશ કરો. હંમેશાં આજુબાજુના લોકોમાંથી ભૂલો શોધવાની કોશિશ કરશો તો તમારામાંથી પણ લોકો એ જ શોધશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા સોશ્યલ ઇમેજ હજી વધુ સારી થશે. તમારી વાત કરવાની ઢબ અને વિચારોની સ્પષ્ટતા તમને વધુ બહેતર બનાવશે. ગણેશજી કહે છે કે તમને નવી વસ્તુઓ શીખવામાં પણ ખૂબ મજા આવશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજી જણાવે છે કે જૂના મિત્રો સાથે આજે રીયુનિયનનો પ્લાન બનશે અને આજે તમે ઉલ્લેખનીય સમય એ જૂની યાદોને તાજા કરવામાં વિતાવશો. કામમાં તમારે તમારી એકાગ્રતા વધારવાની જરૂર છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી વાઇફ આજે તમે આપેલા સરપ્રાઇઝ અને મોંઘેરી ગિફ્ટને જોઈને ખુશ-ખુશાલ થઈ જશે, એમ ગણેશજી જણાવે છે. તમારું જજમેન્ટ અને લોકોને પારખવાની તમારી ક્ષમતાનો જવાબ નથી.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


આજે તમને કામમાં પ્લાનિંગનું કેટલું મહત્વ છે એ સમજાશે, એમ ગણેશજી જણાવે છે. તમારા કાર્ડમાં એક મૅજર પરિવર્તન દર્શાવાઈ રહ્યું છે. કદાચ તમને એક નવી જૉબ ઑપોચ્યુર્નિટી તક હાથમાંથી છટકી જાય એ પહેલાં એને ઝડપી લેજો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


ગણેશજી તમને સલાહ આપે છે કે તમે તમારી પોતાની આવડત પર ભરોસો રાખો. તમારા ગોલને પહોંચી વળવા માટે બેસ્ટ એફટ્ર્‍સ લો, કારણ કે તમારામાં ટૅલન્ટ છે. એનો ઉપયોગ કરો અને તમારા હરીફોને બતાવી દો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


ગણેશજી જણાવે છે કે પૈસા બનાવવાની સ્કીમમાં આજે પૂરેપૂરો ઇન્વૉલ્વ થયેલા રહેશો. ગણેશજી કહે છે કે ઑફિસમાં કામ કરવા માટે તમારા પૂરા એફર્ટસ લગાવી દો. જોકે તમારી મહેનતનું ફળ તરત નહીં મળે માટે ધીરજ ધરજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK