જાણો તમારી આજની રાશિ

Published: 18th November, 2014 03:28 IST

આજે તમે ગમે એવા સંજોગોમાં શાંત અને સ્થિર રહી શકશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે તમે ગમે એવા સંજોગોમાં શાંત અને સ્થિર રહી શકશો. જોકે તમારે ભૌતિક સુખોપભોગમાં વધારે રચ્યાપચ્યા રહેવું નહીં.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારે અન્યો પર પ્રભાવ પાડવા માટે કલ્પનાના ઘોડા છૂટા મૂકી દેવાની જરૂર છે. તમે કંઈક નવું કરશો અને મીઠાં વેણ બોલશો તો સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમે પારિવારિક બાબતો માટે ફાળવશો અને સંતાનો તથા જીવનસાથી સાથે રહીને ઘણી પ્રસન્નતા અનુભવશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમને થોડી સુસ્તી વર્તાશે, પરંતુ સદ્નસીબે તમારું કામ અઘરું ન હોવાથી દિવસ સરળતાપૂર્વક પાર પડશે. તમારે પ્રવાસ પાછળ ખર્ચ થાય એવા યોગ છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમને આત્મચિંતન કરવા માટે એકલા રહેવાની જરૂર વર્તાશે. જોકે આ તબક્કો થોડો વખત જ ટકશે અને તમે ફરી પોતાના અસલી મિજાજમાં આવી જશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજનો દિવસ નવાં સાહસો શરૂ કરવા માટે અથવા ઘણા વખતથી અધૂરા રહી ગયેલા પ્રોજેક્ટ પૂરા કરવા માટે અનુકૂળ છે. તમારો ઉત્સાહ ઘણો વધારે રહેશે અને એનું પ્રતિબિંબ તમારા ચહેરા પર પડશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા ગ્રહમાન કોઈ સારા સંકેત આપી રહ્યા ન હોવાથી ઑફિસની જવાબદારીઓની બાબતે સાવધાન રહેવાની જરૂર છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


તમે રાબેતા મુજબનાં કાર્યોથી કંટાળી ગયા હશો એથી પોતાની રચનાત્મક શક્તિઓને કામે લગાડશો અને જીવનમાં ઉત્સાહ-ઉમંગ લાવવા માટે કોઈક નવો આઇડિયા લઈ આવશો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારા વિચારો અત્યંત સ્પક્ટ હોવાને લીધે તમે પોતાની સમસ્યાઓના હલ સહેલાઈથી લાવી શકશો. તમારી આસપાસ અમુક ઈષ્ર્યાળુ તત્વો હશે, પરંતુ તમારે તેમની તરફ દુર્લક્ષ કરવું.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પોતાની કારકિર્દીને વેગ આપવા માટે રાત-દિવસ એક કરી રહ્યા છો એવા સમયે તમને પરિવારજનોનો સાથે મળી રહેશે. તમારે એ ભૂલવું નહીં કે પરિવારને પણ તમારી જરૂર છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમે એકદમ દિલ લગાવીને કામ કરતા હોવા છતાં તમારી આસપાસના લોકોને તમારી ટીકા કરવા માટે કોઈક ને કોઈક મુદ્દો મળતો રહેશે. જોકે તમારે તેમની તરફ દુર્લક્ષ કરવું.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે અમુક ઉપયોગી સંપર્કો કેળવશો અને ભવિષ્યમાં તેઓ તમને લાભકર્તા પુરવાર થશે. તમારે આ અનુકૂળ દિવસનો પૂરેપૂરો લાભ લેવા માટે તમામ શરમ-સંકોચ છોડી દેવા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK