જુઓ તમારી આજની રાશિ

Published: Dec 17, 2014, 03:46 IST

આજનો દિવસ તમારા માટે ફળદાયી છે.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજનો દિવસ તમારા માટે ફળદાયી છે. જોકે તમારો મિજાજ વારંવાર બદલાયા કરશે અને તમને તાજેતરમાં બનેલા બનાવો વિશે ચિંતન કરવા કે મનોમંથન કરવા એકલા રહેવાનું ગમશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


કોઈ પણ કામ ફક્ત કરવા ખાતર કરવું નહીં, કારણ કે એમ કરવાથી શક્તિ અને સ્રોત બન્નેનો વ્યય થાય છે. નિષ્ણાતોને મળીને તમારાં કાર્યોને આગળ વધારો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજે સવારના ભાગમાં પારિવારિક બાબતોને કારણે તમે વ્યસ્ત રહેશો, પરંતુ એ પૂરી થયા બાદ તમે વ્યવસાયી કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો દિવસ તમારા માટે સાનુકૂળ છે. તમે પોતાનાં કાર્યો સહેલાઈથી પૂરાં કરી શકશો અને તમને કાર્યનાં ફળ પણ મળશે. સહયોગીઓ અને ઉપરીઓ સાથેના તમારા સંબંધો સુમેળભર્યા રહેશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે કારકિર્દીની પ્રગતિની બાબતે ઘણા સભાન થઈ જશો અને ખંતપૂર્વક કામકાજ કરશો. સહજ છે કે એને લીધે કંપનીમાં પણ તમારી સારી છાપ પડશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજના દિવસે સખત મહેનત કરવાની તૈયારી રાખજો. જો તમને ઉપરીઓની શાબાશી જોઈતી હશે તો એમાં તમે નિષ્ફળ રહેશો. તમારે કામને જ એનો મોંબદલો ગણીને કામને ન્યાય આપવો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારતા હો તો સાવધાન રહેજો. તમારા ઉપરીઓ તમારી ટીકા કરે એવી શક્યતા છે. જોકે તમે પરિસ્થિતિને કુશળતાપૂર્વક સંભાળી લેશો તો સારું રહેશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમે સામાજિક જીવનને વધુ પ્રાથમિકતા આપશો. તમારો આખો દિવસ સ્વજનો સાથે ગેટ ટુગેધરનું આયોજન કરવામાં વીતશે અને એને લીધે વ્યવસાયી કામકાજ રખડી પડશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમે જે ગળાકાપ સ્પર્ધાના વાતાવરણમાં કામ કરી રહ્યા છો એને લીધે તમારે ઘણું સહન કરવાનું આવશે. સાંજના સમયે નિકટના મિત્રો સાથે રહીને આનંદપ્રમોદ કરજો અને દિવસની બધી તકલીફોને ભૂલી જજો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

તમે શ્રેષ્ઠ કામગીરી બજાવવા માટે પોતાના આદર્શ પાસેથી પ્રેરણા મેળવશો. તમારી કારકિર્દીની સંભાવનાઓ રગદોળાઈ ન જાય એ માટે તમારે કોઈ પણ હિસાબે દલીલો કરવાનું ટાળવું.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


તમારા જીવનમાં પ્રાણનો સંચાર થાય અને માનસિક શાંતિ મળે એ માટે તમારે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રમમાણ થઈ જવું. આ રીતે તમે ઉજ્જ્વળ ભવિષ્ય ઘડી શકશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમે મહત્વપૂર્ણ અને વગદાર માણસો સાથે ઘરોબો કેળવશો અને તેમની વગનો ઉપયોગ કરીને પોતાનાં કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK