Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > કેવું છે આજનું તમારું રાશિ ભવિષ્ય?

કેવું છે આજનું તમારું રાશિ ભવિષ્ય?

17 December, 2012 03:18 AM IST |

કેવું છે આજનું તમારું રાશિ ભવિષ્ય?

કેવું છે આજનું તમારું રાશિ ભવિષ્ય?




એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગણેશજી સલાહ આપે છે કે આજના દિવસનો ફાયદો લેવો હોય તો થોડા વ્યાવહારિક થઈને કોઈ પણ નિર્ણય લેજો. આજે તમે કેટલાક નવા લોકોના કૉન્ટૅક્ટમાં આવશો, જે તમને લાંબા ગાળે ખૂબ કામ લાગવાના છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)



આજે તમારા ખાસ રિલેશનને કારણે તમે બેહદ ખુશી અનુભવશો તેમ જ થોડા ઇમોશનલ પણ થઈ જશો, એમ ગણેશજી જણાવે છે. અત્યારે પર્સનલ બાબતો પર ધ્યાન આપવાને બદલે પ્રોફેશનલ બાબતો પર વધુ ધ્યાન આપશો તો ફાયદામાં રહેશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


ભૂતકાળમાં બનેલી કેટલીક ઘટના ફરી એક વાર રિપીટ થશે અને તમને પજવશે. એકાએક આવી પડેલા મેડિકલ ખર્ચને કારણે થોડા ચિંતિત થઈ જશો. જોકે સાંજ સુધીમાં તમે થોડા બહેતર મૂડમાં આવી જશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


ગણેશજી જણાવી રહ્યા છે કે આજે તમે ખૂબ જ રિઝવ્ર્ડ મૂડમાં છો. તમારી કોઈ પણ વાત શૅર કરવાની તમારી ઇચ્છા નથી. જોકે આ ઍટિટ્યુડ તમને મોંઘા પડી શકે છે ખાસ કરીને ત્યારે જ્યારે તમે તમારા બૉન્ડને વધુ મજબૂત કરવા માગતા હો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે તમે ઑફિસમા ખૂબ હળવા મૂડમાં છો. તમારા આ ઍટિટ્યુડને કારણે તમારા બૉસથી લઈને તમારા કલીગ પણ ખૂબ ખુશ થઈ જશે. તમારા ગુસ્સા પર અને ડોમિનેટિંગ નૅચર પર કન્ટ્રોલ રાખજો.    

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


ગણેશજી તમને ચેતવણી આપે છે કે જો તમારી તબિયતને લગતી સમસ્યાને અવગણશો તો તમે લાંબું નહીં ખેંચી શકો એ સમજી લો. યાદ રાખો કે હવે તમારા જીવનમાં આવનારા પડકારોને પહોંચી વળવા માટે તમારે એનર્જી સાચવીને રાખવી પડશે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમે જે આતુરતાપૂર્વક તમારી ફરજો બજાવો છો એ જોઈને લોકો તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે. ગણેશજી કહે છે કે આજે કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાતે જવાનું તમારા કાર્ડમાં દર્શાવે છે. એ મૂવમેન્ટને એન્જૉય કરો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


ગણેશજી જણાવે છે કે તમારા પરિવારજનો સાથે સમય પસાર કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. આજે તમને રિયલાઇઝ થશે કે વિપત્તિના સમયમાં બીજા કોઈને આશરો માનવા કરતાં પરિવાર પર ભરોસો મૂકવો વધુ સલાહભર્યું છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમે નાની-નાની વાતમાં અકળાઈ જશો. ગણેશજી તમને ચેતવણી આપે છે કે જાત પર કન્ટ્રોલ રાખજો, કારણ કે જો નહીં રાખો તો હાથે કરીને અનેક મુસીબતોને સામે ચાલીને નિમંત્રણ આપવા જેવું થશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


એક ગૂંચવણભરી સમસ્યામાંથી બહાર આવવા માટે તમે માર્ગ શોધી રહ્યા છો. જેમાં તમને સફળતા મળશે અને તમારી સાથે કામ કરતા અનેક લોકોને રાહત આપશે. ઘણા સમયથી પ્રોસેસમાં રહેલાં કામો આજે પૂરાં થશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


ગણેશજી કહે છે કે આજે તમને પ્રેમનો ભેટો થાય એવી શક્યતા છે. જો તમારા માર્ગમાં આવતી તકોને કેટલીક ગૂંચવણોને કારણે મિસ ન કરવા માગતા હો તો સરસ રીતે ડ્રેસિંગ કરીને તમારી વર્તણૂક પણ બેસ્ટ રહે એવા પ્રયત્નો કરો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમે ગમે એટલા સિસ્ટમૅટિક થવાની કોશિશ કેમ ન કરો, પરંતુ તમારા ઇમોશન્સ આડા આવશે જ, એમ ગણેશજી જણાવે છે. જોકે તેમ છતાં આ બધાની પૉઝિટિવ બાજુ એ છે કે તમે આ બધામાં પણ તમે તમારા રિલેશનને ભરપૂર એન્જૉય કરશો.

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2012 03:18 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK