એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)
આજે તમારા મનમાં ખૂબ શાર્પ અંતસ્ફુરણા થઈ રહી છે અને તમે તમારા દિલના અવાજને સાંભળશો પણ ખરા, એમ ગણેશજી જણાવે છે. કેટલાંક ગણતરીપૂર્વકનાં જોખમો તમારા માટે ફાયદાકારક નીવડશે.
ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)
આજે તમે એક મહત્વનો ટાર્ગેટ અચીવ કરી શકશો, એવું ગણેશજી જણાવે છે. તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. ખાસ કરીને ઇમોશનલ હેલ્થનું, કારણ કે તમારી ઇમોશનલ હેલ્થની જ તમારી ફિઝિકલ હેલ્થ પર અસર પડે છે.
જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)
આજે તમને તમારા હરીફો પાસેથી ટફ પડકારોનો સામનો કરવો પડશે, એમ ગણેશજી જણાવે છે. ફાઇનૅન્શિયલ મેટર સૉલ્વ કરતી વખતે કેટલાંક રિસ્ક લેવાં પડશે. તમારા પ્રોગ્રેસમાં અગર કેટલાક સેટબૅક આવે તો ગભરાશો નહીં.
કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)
તમારા પ્રિયજનમાં રહેલી કેટલીક સ્વીટનેસને કારણે તમારું માઇન્ડ આજે એ જ વિચારો કરવામાં બિઝી રહેશે, એમ ગણેશજી જણાવે છે. તમારાં સપનાંઓ સાકાર થતાં જોઈને તમે ખૂબ ખુશ થઈ જશો.
લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)
નાણાકીય બાબતોને લઈને તમારી ચિંતાઓ હવે છોડો, કારણ કે આજે અનેક સોર્સમાંથી તમારી તરફ પૈસાનો ધોધ વહેશે, એમ ગણેશજી કહે છે. એની તમારા કામ પર પણ પૉઝિટિવ અસર થશે.
વર્ગો(૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)
આજે તમે તમારા કામના સ્થળે વધુ પૉઝિટિવ બન્યા હો એવું તમને ફીલ થશે. તમે ફાઇનૅન્શિયલ રિસ્ક લેવામાં પણ પાછા નહીં પડો એમ ગણેશજી કહે છે. એક ન ગમતી ઘટના સાંજે બનશે બાકી ઓવરઑલ દિવસ ઘણો સારો છે.
લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)
આજે તમે ખૂબ જ ડિસ્ટર્બ ફીલ કરશો. જોકે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે પ્રાર્થના કરો અને ધ્યાન ધરો, એમ ગણેશજી જણાવે છે. રીટેઇલિંગનું અને ધિરાણનું કામ કરનારા લોકોને આજે સારો પ્રૉફિટ થશે.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)
શૈક્ષણિક અને ફાઇનૅન્શિયલ બાબતોમાં આજે તમને સફળતા મળે એ નિિત છે, એમ ગણેશજી જણાવે છે અને ખાસ વાત તો એ છે કે આટલીબધી સફળતા પછી પણ બૅલેન્સ્ડ રહી શકશો.
સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)
તમારો હળવો નૅચર અને સેન્સ ઑફ હ્યુમર તમારી આસપાસના લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. તમારા મિત્રો, સ્વજનો અને ઇવન પાડોશીઓ પણ તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે. આખો દિવસ તમે ખૂબ જ રિલૅક્સ ફીલ કરશો.
કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)
આજે ક્યારેય પૂરાં ન થાય એટલાં બધાં કામના બોજા તળે દબાઈને તમે ભારે કંટાળો અનુભવશો. જેને કારણે તમે મિત્રો કે પરિવાર સાથે વિતાવી શકો એટલો સમય પણ તમને નહીં મળે. જોકે તમારો સપોર્ટ તો તમે તેમને દર્શાવશો જ.
ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)
ગણેશજી જણાવે છે કે આજનો દિવસ તમારા માટે ખૂબ જ હૅક્ટિક રહેશે. તમે તમારા મિત્રને કેટલોક ક્વૉલિટી ટાઇમ આપશો. જોકે નહીં આપી શકવાને કારણે નિરાશ થઈ જશો. જૉબને લગતી કેટલીક આંતરિક સમસ્યાઓમાં પણ વ્યસ્ત રહેશો.
પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)
આજનો તમારો દિવસ ખૂબ શાંતિમય છે. જો તમે તમારા પ્રિયજનને પ્રપોઝ કરવાનું વિચારતા હો તો બેશક આગળ વધો, કારણ કે ગણેશજી તમને ખાતરી આપે છે કે આજનો દિવસ તમારા માટે યાદગાર સાબિત થવાનો છે.
સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
17th January, 2021 08:03 ISTસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
10th January, 2021 07:52 ISTધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ
8th January, 2021 14:07 ISTJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
3rd January, 2021 10:15 IST