એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)
આજે જાણે તમે કોઈ નવો ચીલો શરૂ કરવાના મૂડમાં છો એમ ગણેશજી કહે છે. જોકે અત્યારે તો તમારે તમારા ઘરના ઇન્ટીરિયરમાં આ નવું કરવા માટેનો ચીલો અજમાવવા જેવો છે જેનાથી તમારા સ્પિરિટમાં સો ટકા ઉમેરો થશે.
ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)
ગણેશજી કહે છે કે આજે તમે કેટલાક મહત્વના નિર્ણયો નહીં લઈ શકો, કારણ કે તમે હકીકતથી પૂરેપૂરા માહિતગાર નથી. જોકે કોઈના અભિપ્રાય સાથે તમે તમારી નામંજૂરી પણ સારી રીતે પ્રગટ નહીં કરી શકો.
જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)
ગણેશજી આગાહી કરી રહ્યા છે કે તમે તમારા પરિવારમાં ઊજવાનારા એક ઉત્સવમાં તમે હાજરી નહીં આપી શકો, કારણ કે તમારી પાસે પારાવાર કામ છે. અત્યારે તો કામના મામલે ટ્રાવેલ કરવું પડશે માટે પર્સનલ લાઇફ તો અત્યારે પિક્ચરમાં જ નથી.
કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)
ગણેશજી જણાવે છે કે આજે વ્યવસાયમાં સારોએવો લાભ થશે જેમાં નવી ડીલ ફાઇનલ કરવાના ચાન્સ પણ છે. અંગત જીવનમાં તમે તમારા પ્રિયજન સાથે ખાસ ક્ષણો પસાર કરશો.
લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)
આજે તમે એકદમ દબંગ મૂડમાં છો અને ન ધારેલા પરિવર્તન માટે આગળ આવશો અને હસતાં-હસતાં દુનિયાથી સાવ જુદી જ દિશામાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરશો. જોકે તમારા નજીકના લોકો જ તમારો વિરોધ કરશે. પરંતુ ચિંતા નહીં કરો, ગણેશજી તમારી સાથે છે.
વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)
ગણેશજી કહે છે કે આજે પૉઝિટિવ કે નેગેટિવ જે વિચારશો એ તમારા વર્તનને અફેક્ટ કરશે. ખર્ચ એકાએક ઘણો જ વધી જશે, કારણ કે આજે તમારા ઘરે અનપેક્ષિત રીતે ટપકી પડેલા મહેમાનોનું મનોરંજન કરવાનું છે.
લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)
આજે તમારી સજીધજીને બહાર જવાની ઇચ્છા દબાવવી પડશે અને સાંજે તમારા પ્રિયજન તમને તમારામાં રહેલી આવડતને થોડી બહાર કાઢવા માટે ઉત્સાહિત કરશે. ગણેશજી તમારાથી ખૂબ જ ખુશ છે. આગળ વધો.
સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)
વ્યવસાયમાં તમે ધાયોર્ હતો એના કરતાં વધુ નફો રળશો. એના માટે જવાબદાર છે તમારી ભાવતાલ કરવાની આવડત. ગણેશજી કહે છે કે તમારી આ આવડત તમારા પૈસા બચાવશે. તમારી નિષ્ઠાને કારણે અનેક લાભ તમને થઈ રહ્યા છે.
સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)
આજે તમે તમારા પ્રિયજનો પ્રત્યે ખૂબ જ પ્રોટેક્ટિવ બની ગયા છો, કારણ કે તમે તેમના ભવિષ્યને લઈને ખૂબ જ ચિંતિત થઈ ગયા છો. ગણેશજી કહે છે કે આજે તમે તમારા પોતાના મેકઓવર માટે પણ પ્રયત્નો કરશો.
કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)
ગણેશજી આનંદિત થઈને કહે છે કે તમારું અનબીટેબલ ફોકસ, પ્રત્યેક વિગતો પર ઝીણી નજર, કમાલનું ટીમવર્ક અને આઇડિયાઝને વાસ્તવિક બનાવવા માટેનું કમાલનું એક્ઝિક્યુશન તમને અનેક જબરદસ્ત પુરસ્કારો અપાવશે.
ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)
સમય તો બદલાતો રહે છે. જોકે તમે એકેય પરિસ્થિતિમાં પાછા પડો એમાંના નથી. ગણેશજી કહે છે કે તમારી આ ઇચ્છાશક્તિ તમને લોકો કરતાં આગળ રાખશે. જોકે આજે કોઈ પણ મહત્વના નિર્ણયો લેવાથી દૂર રહેજો.
પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)
ગણેશજી કહે છે આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે. જોકે બધું જ શ્રેય તમારી નિષ્ઠા, ડેડિકેશન અને આવડતને જાય છે. આ જ બાબતો તમને આગળ પણ ખૂબ મદદગાર નીવડવાની છે.
સાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
10th January, 2021 07:52 ISTધર્મ અને ઇતિહાસ ઇતિહાસ અને ધર્મ
8th January, 2021 14:07 ISTJanuary 2021: જાણો તમારી ઝોડિયાક સાઇન અનુસાર કેવો રહેશે આ મહિનો
3rd January, 2021 10:15 ISTસાપ્તાહિક રાશિભવિષ્ય: જાણો શું છે તમારી રાશિમાં ખાસ
3rd January, 2021 07:53 IST