જાણો આજનું રાશિ ભવિષ્ય

Published: 14th December, 2012 03:31 IST

આજે તમારી અંગત અને પ્રોફેશનલ એમ બન્ને બાબતો પર ધ્યાન આપવું પડશે તેમ જ તમે બન્ને વચ્ચે બૅલેન્સ રાખવામાં એક્સ્ટ્રીમલી વ્યસ્ત હશો,


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમારી અંગત અને પ્રોફેશનલ એમ બન્ને બાબતો પર ધ્યાન આપવું પડશે તેમ જ તમે બન્ને વચ્ચે બૅલેન્સ રાખવામાં એક્સ્ટ્રીમલી વ્યસ્ત હશો, એમ ગણેશજી જણાવે છે. જોકે સાંજે તમે રિલૅક્સ ફીલ કરશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગણેશજીની સલાહ છે કે તમારા એનર્જી લેવલને બરકરાર રાખવા માટે તમે તમારી ફિટનેસનું અને ડાયટનું પૂરતું ધ્યાન રાખજો. જોકે સાંજે ખૂબ હળવાશ અનુભવશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજનો દિવસ તમારા માટે ફેવરેબલ છે, એવી આગાહી ગણેશજી કરે છે. કેટલાક લાંબા સમયથી ચાલી રહેલા અંગત પ્રૉબ્લેમ્સ આજે સૉલ્વ થઈ જશે. આજે તમે તમારા પર્સનલ લાઇફને વધુ સમય આપશો.    

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આજનો દિવસ ખૂબ સારો છે, એમ ગણેશજી સૂચવે છે તેમ જ તમને સલાહ આપે છે કે માનસિક શાંતિ જોઈતી હોય તો આજે થોડો સમય માટે મેડિટેશન કરજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

ગણેશજી જોઈ રહ્યા છે કે તમે આત્મવિશ્વાસથી તરબતર થઈ ગયા છો. તમારી આસપાસના લોકો પણ તમારામાંથી ઝરતા પૉઝિટિવ વાઇબ્સનો અનુભવ કરી શકશે. નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમે ધ્યાન ધરવાના થોડા સ્પિરિચ્યુઅલ મૂડમાં છો. કામનો બોજો અત્યંત વધારે છે. તેમ છતાં આજે સાંજ સુધીમાં તમે તમારા કામને પૂરું કરીને તમારા પ્રિયજનની કંપનીને એન્જૉય કરશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમારા મિત્રો કરતાં પણ તમારા પરિવારજનો સાથે તમે વધુ સમય પસાર કરશો, કારણ કે તમે તમારા મનની લાગણીઓ તમારા જીવનસાથી સિવાય કોઈની પણ સાથે શૅર કરવા માગતા નથી, એમ ગણેશજી જણાવે છે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

તમારા જીવનમાં આવેલી એક જ પ્રકારની મૉનોટોનીને તોડવા માટે આજે તમે પોતે જ કેટલાક ક્રીએટિવ ફેરફાર લાવશો તેમ જ તમે તમારા કામની પ્રોડક્ટિવિટી અને ક્વૉલિટી સુધારવાની કોશિશ કરશો, જે ખૂબ જ સારી બાબત છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

તમારા ડેઇલી રૂટીનની સાવ નીરસ ઍક્ટિવિટીને કારણે તમે તમારા રિયલ ગોલથી દૂર નીકળી ગયા છો, એવી ચેતવણી ગણેશજી આપે છે. જો તમે બદલાવ ઇચ્છો છો તો તમારી પ્રાયોરિટીને ફરીથી સેટ કરો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે પૈસા ખર્ચતાં પહેલાં દસ વાર વિચારો છો, પરંતુ આજે તમે ખૂબ ખુશ મિજાજમાં છો માટે તમારા પોતાના માટે અને તમારા પ્રિયજન માટે તમે દિલ ખોલીને પૈસા ખર્ચશો. ગણેશજી તમને કામના ઓવરલિમિટ બોજો નહીં લઈ લેતા એવી સલાહ આપે છે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે નવું ઘર, દાગીના અને વાહન વગેરે ખરીદવા માટે ખૂબ સારો દિવસ છે. જોકે કંઈ પણ નવું લેતાં પહેલાં એ તમારા ખિસ્સાને પરવડે છે કે નહીં એ ચેક કરી લેજો, એમ ગણેશજી જણાવે છે. દિવસના પછીના ભાગમાં તમને ખુશ કરી દે એવી એક ઘટના બનશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


તમારી લોકોને મદદ કરવાની ભાવના આજે તો હદ જ વટાવી દેશે. તમે આઉટ ઑફ ધ વે જઈને કોઈની મદદે પહોંચી જશો. ગણેશજી કહે છે કે આજની સાંજ તમારા કેટલાક ખાસ મિત્રો સાથે વિતાવશો તો વધુ મજા આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK