એક ક્લિક પર જાણો તમારું રાશિફળ

Published: Nov 14, 2014, 03:41 IST

ગળ્યું ખાવા પ્રત્યેની તમારી રુચિને લીધે તમારા પગ મીઠાઈની દુકાન તરફ વળી જશે,


એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


ગળ્યું ખાવા પ્રત્યેની તમારી રુચિને લીધે તમારા પગ મીઠાઈની દુકાન તરફ વળી જશે, પરંતુ જો તમે વધારેપડતું ગળ્યું ખાશો તો તમારા આરોગ્યને નુકસાન થઈ શકે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમારામાં ભરપૂર સકારાત્મકતા અને ઊર્જા‍ આવી જવાને લીધે તમારું કામ આસાન થઈ જશે. જોકે તમને તરત જ એનું પરિણામ મળે નહીં તો હતાશ ન થતા. વખત આવ્યે ફળ ચોક્કસ મળી જશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


સ્વજનોની જરૂરિયાતો તરફ ધ્યાન આપવાનું તમારા હિતમાં રહેશે, કારણ કે તમને જરૂર પડે ત્યારે તેઓ હંમેશાં તમારા પડખે હોય છે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે તમે તમામ પ્રતિકૂળતાઓનો સજ્જડ મુકાબલો કરવાના મિજાજમાં હશો, પરંતુ ગ્રહમાન તમારી તરફેણમાં નથી. આથી મોટા પ્રોજેક્ટો હાથ ધરવાનું હાલ પૂરતું મોકૂફ રાખવું.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમે પોતાની વાક્પટુતા તથા અભિવ્યક્તિની શક્તિનો ઉપયોગ ઘરમાં તથા ઑફિસમાં આસપાસના લોકો પર પ્રભાવ પાડવા માટે કરશો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે પારિવારિક પ્રશ્નોને લીધે તમે ખડેપગે રહેશો અને પોતાનાં સંપૂર્ણ સમય તથા શક્તિ જીવનને લગતા વિવિધ પ્રશ્નોના હલ લાવવા માટે ખર્ચી કાઢશો.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજે તમે બીજું બધું બાજુએ રાખીને પોતાના પરિવારને પ્રાધાન્ય આપશો અને અત્યાર સુધી રહી ગયેલી ખોટ પૂરી દેશો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમને કામમાં જરા પણ રાહત નહીં મળે એવા યોગ છે, કારણ કે તમે ઑફિસનું કામ ઘરે લઈ આવ્યા હશો. તમારે મોડી રાત સુધી કામ કરવું પડે એવું જણાય છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


કામ પ્રત્યેની તમારી નિષ્ઠા તથા સમર્પણની નોંધ આજે તમારા ઉપરીઓ લેશે. જોકે તમારા કામનો મોંબદલો મેળવવા માટે તમારે ધીરજપૂર્વક પ્રતીક્ષા કરવી પડશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે ભૂતકાળમાં કરેલાં કાર્યોનાં ફળ આજે તમને મળશે. તમારા ઉપરીઓ તમારી પ્રશંસા કરશે. તમારે આ અનુકૂળ સંજોગો છે ત્યાં સુધીમાં એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજે તમે જ્યાં જશો ત્યાં તમારી આસપાસના લોકો તમારી વિચક્ષણ બુદ્ધિ તથા રમૂજવૃત્તિથી અભિભૂત થઈ જશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે આર્થિક બાબતોનો સંબંધ છે ત્યાં સુધી તમારું નસીબ ચમકી ઊઠશે. તમને અમુક છૂટક કામ સહિત અલગ-અલગ સ્ત્રોતોમાંથી વધારાની આવક થવાના યોગ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK