Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > એક ક્લિક પર જાણો તમારું રાશિફળ

એક ક્લિક પર જાણો તમારું રાશિફળ

13 October, 2014 04:06 AM IST |

એક ક્લિક પર જાણો તમારું રાશિફળ

 એક ક્લિક પર જાણો તમારું રાશિફળ







એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજના મંગળમય દિવસે તમારા પગ દૂધ અને દહીં બન્નેમાં હશે. તમારા પ્રિયકરના મૂલ્યવાન સહયોગને લીધે તમારા બિઝનેસમાં કૂદકે ને ભૂસકે વૃદ્ધિ થશે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


આજે તમે પોતાના બાહ્ય દેખાવ પ્રત્યે વધુ સભાન બની જશો અને તેથી ચહેરા પર ચમક લાવવા માટે બ્યુટી-સલૂનમાં જશો. તમે ભૌતિક સુખની પાછળ દોટ મૂકશો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


હાલમાં જ તમે નવું સ્વરૂપ ધારણ કર્યું છે અને પોતાના અભિગમમાં પણ ફેરફાર કર્યો છે તેથી આજે તમે સૌના આકર્ષણનું કેન્દ્ર બની જશો. આ ઉપરાંત તમારું બુદ્ધિચાતુર્ય તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજે રોમૅન્સનો દિવસ છે. તમે પ્રિયકરને રીઝવવા માટે વિશેષ પ્રયાસ કરશો. તમે પોતાના બાહ્ય દેખાવમાં પણ ફેરફાર કરો અને બૂરી આદતોનો ત્યાગ કરો એવી સંભાવના છે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


આજે સવારના ભાગમાં તમે વધુ ઉત્સાહમાં હશો. તમે પોતાનું કામ આત્મવિશ્વાસપૂવર્‍ક કરશો તથા પોતાનાં મંતવ્યોને પણ સ્પષ્ટપણે વ્યક્ત કરશો. સાંજનો સમય રોમૅન્સનો રહેશે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


આજે તમે આર્થિક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશો. તમારી પાસે ધનની કમી નથી છતાં તમે આવક વધારવા માટે સાઇડ બિઝનેસ કરવાનું વિચારો એવા યોગ છે. 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


આજના ગ્રહમાન તમારા માટે અનુકૂળ હોવાથી તમે લાંબા સમયથી જેનો પ્રારંભ કરવા ઇચ્છતા હતા એ નવા પ્રોજેક્ટનો શુભારંભ કરી શકો છો અને એમાં તમને સફળતા પણ મળી રહેશે.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


આજે તમારી સર્જનાત્મકશક્તિ, ઊર્જા‍ અને ઉત્સાહ ચરમસીમાએ રહેશે અને કહેવાની જરૂર નથી કે એને લીધે આજના દિવસે તમારામાં સકારાત્મકતા છલકાશે અને તમને લાભ કરાવનારી ઘટનાઓ બનશે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


આજે તમામ ગ્રહો તમારા માટે અનુકૂળ છે. તમને પોતાની કાર્યક્ષમતા વધારવા માટે શું કરવું એનો સ્પષ્ટ ખ્યાલ મળી જશે. તમને કનડતી સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


દરેક બાબતમાં તર્કને વચ્ચે લાવવાની જરાય જરૂર નથી. ક્યારેક તમારે મગજનું મૂકીને દિલનું સાંભળવું પડતું હોય છે. તમારા પરિવારજનોને પણ એવું ગમશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો દિવસ મિશ્ર ફળ આપનારો છે. તમને સ્વજનો પાસેથી સારા સમાચાર મળવાના યોગ છે. એને લીધે તમારો ઉત્સાહ વધશે અને તમે કામ તરફ દુર્લક્ષ કરશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


આજે તમારે આકરા સંજોગોનો સામનો કરવો પડશે. તમે પડકારોનો સજ્જડ મુકાબલો નહીં કરી શકો તો પણ તમારી નકારાત્મકતા દૂર થઈ જશે. સાંજનો સમય હળવાશ માણજો.

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2014 04:06 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK