શું કહે છે તમારું આજનું રાશિફળ, ક્લિક કરો અને જાણો

Published: 12th November, 2014 03:25 IST

તમારી ઊર્જા‍નું સ્તર આજે નવી ઊંચાઈને આંબશે અને તમે વિધિના લેખનો સામનો કરવાનો આત્મવિશ્વાસ અનુભવી શકશો.એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


તમારી ઊર્જા‍નું સ્તર આજે નવી ઊંચાઈને આંબશે અને તમે વિધિના લેખનો સામનો કરવાનો આત્મવિશ્વાસ અનુભવી શકશો.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)


તમારે મુશ્કેલીના સમયની અસરને દૂર કરવા સ્વજનોના સંગાથમાં સમય ગાળવાનો પ્રયાસ કરવો. તમને થોડું મેડિટેશન કરવાથી પણ ભરપૂર લાભ મળશે.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)


આજના તમારા ગ્રહમાન દર્શાવે છે કે તમને દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે અને તમે દરેક નાની-મોટી સિદ્ધિનો આનંદ ઉઠાવી શકશો.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)


આજનો તમારો મોટા ભાગનો સમય આર્થિક બાબતોમાં વીતશે. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધવાના પણ યોગ છે. દરેક વ્યક્તિ તમને માન-સન્માન આપશે.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)


તમારે પોતાના પારિવારિક પ્રશ્નોના હલ માટે સૌને વિશ્વાસમાં લઈને તેમનું કહેવું સાંભળવું પડશે. તમારે કોઈ પણ પૂર્વગ્રહ રાખ્યા વગર સમજદારીપૂર્વક નિર્ણય લેવો.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)


તમે વ્યવસાયી અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી શકતા હોવાથી લોકો તમારી આ કુનેહની પ્રશંસા કરશે. પ્રિયકર સાથેનો તમારો સમય અફલાતૂન રહે એવા યોગ છે.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)


તમારા નિકટના સંબંધીને લગતા દુખદ સમાચાર સાંભળવા મળે એવી શક્યતા છે. એને લીધે તમને ઘણી ગમગીની વર્તાશે, પરંતુ યાદ રાખવું કે દરેક કાળી રાત પછી પ્રભાત ઊગતું હોય છે. 

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)


પોતાની પાસેના પ્રોજેક્ટમાં કાર્યક્ષમતા અને બુદ્ધિચાતુર્ય દર્શાવીને તમારા તરતના ઉપરી તથા અન્ય ઉપરીઓનો વિશ્વાસ જીતી લેવા માટે આજનો સમય શ્રેષ્ઠ છે.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)


તમારી મહત્વાકાંક્ષાઓ આજે તમારા કામમાં પ્રતિબિંબિત થશે અને તમે ઉત્કટ લાગણીઓ અને વ્યવસાયી કાર્ય વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરશો.

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)


તમે કોઈ પરિસ્થિતિમાં કંઈ કરી શકતા ન હો તો એને વિધિના હવાલે કરી દેવી અને ઉપરવાળા પર પૂર્ણ શ્રદ્ધા રાખવી.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)


આજનો આખો દિવસ તમે પરિવારજનો સાથે સરસમજાનો સમય વિતાવશો. તેમના હૂંફાળા વર્તનને લીધે તમને અનહદ ખુશી થશે.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)


કુંવારાઓ માટે આજનો દિવસ અનુકૂળ છે. તેમને જીવનસાથી મળી જવાની સંભાવના છે. આ તકનો પૂરેપૂરો લાભ લેવાનો પ્રયાસ કરવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK