જાણો આજનું રાશિ ભવિષ્ય

Published: 10th December, 2012 07:21 IST

આજે તમે એવાં કામ કરશો, જે તમને ખૂબ ગમે છે. એટલા માટે જ આજના દિવસને તમે ભરપૂર એન્જૉય કરશો. ફૅમિલી મેમ્બર કે ફ્રેન્ડ્સ સાથે બહાર શૉપિંગ પર કે લંચ પર જવાનો પ્લાન બનશે.
એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)

આજે તમારા પ્રિયજનને ખુશ કરવા માટે તમે તેમની સાથેના વર્તનમાં ઘણો બદલાવ લાવશો. આજે સાંજે એક પાર્ટીમાં જવાનું થશે તેમ જ ત્યાં તમે તમારા નવા કૉન્ટૅક્ટ બનાવશો, એમ ગણેશજી જણાવે છે.

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

ગ્રહો જણાવે છે કે આજનો દિવસ તમારા માટે બહુ ફેવરેબલ નથી. ગણેશજીની સલાહ છે કે બને ત્યાં સુધી ખોટું નહીં બોલતા. કોઈની સાથે વિવાદમાં નહીં પડતા અને બીજા લોકોના કામમાં દખલઅંદાજી નહીં કરતા. ખૂબ શાંત રહેવાની કોશિશ કરજો.

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

આજે તમે એવાં કામ કરશો, જે તમને ખૂબ ગમે છે. એટલા માટે જ આજના દિવસને તમે ભરપૂર એન્જૉય કરશો. ફૅમિલી મેમ્બર કે ફ્રેન્ડ્સ સાથે બહાર શૉપિંગ પર કે લંચ પર જવાનો પ્લાન બનશે.

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

જે સ્પીડમાં તમે તમારાં કામ પૂરાં કરો છો એને જોઈને લોકો છક થઈ જશે, એમ ગણેશજી જણાવી રહ્યા છે. જોકે વધુપડતા આવેશમાં આવીને બેજવાબદાર નહીં બનતા તેમ જ તમારાં કામ સમયસર પૂરાં કરજો.

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

કેટલીક મીઠી યાદોને કારણે તમે ખૂબ જ આનંદ અનુભવશો. ગણેશજી કહે છે કે તમે તમારા જૂના મિત્રોને મળવાનો પ્લાન પણ બનાવશો. તમારા પ્રિયજન સાથે ખૂબ સારો રેપો પણ એન્જૉય કરશો. તમારા માટે આજનો દિવસ ફેવરેબલ છે.

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

આજે તમે કોઈ પણ કામ કરવા કરતાં સંપૂર્ણ પાર્ટી કરવાના મૂડમાં છો. તેમ છતાં તમારા કામને લગતા કમિટમેન્ટ માટે તમે એટલા જ ગંભીર છો. ગણેશજી કહે છે કે ખર્ચનું પ્રમાણ વધશે પણ ગભરાવાની જરાય જરૂર નથી.

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

ગણેશજી કહે છે કે આજે તમે જે પણ કામ હાથમાં લેશો એમાં શ્રેષ્ઠ આઉટપુટ મેળવી શકશો. તમારામાં રહેલું પોટેન્શ્યલ આજે આખી દુનિયા જોશે. જોકે તમારા કામની સાથે ફૅમિલીને પણ એટલું જ ધ્યાન આપજો.

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

ઘણા સમયથી ચાલી રહેલા અંગત મતભેદોને દૂર કરવા માટેનો આ શ્રેષ્ઠ દિવસ છે. ગણેશજીની સલાહ છે કે તમારા વિચારો કે તમારા નર્ણિયો બીજા પર નહીં થોપો. તમારા પ્રિયજનને ખુશ કરવા માટે કંઈક કરો.

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ ખૂબ સારો છે. ગણેશજી જણાવે છે કે એનો મતલબ એ કે તમારા બિઝનેસના દરેક પ્રોજેક્ટને તમે ખૂબ સારી રીતે પાર પાડી શકશો. અત્યારે તમારો સમય છે, લેવાય એટલો લાભ લઈ લો. ï

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

કેટલી જૂનીપૂરાણી યાદોનો તમારા હૃદયને ભાર અનુભવાશે. કેટલાક દૂર નીકળી ગયેલા લોકોની સાથે ફરી સંપર્ક સાધવાનું તમે વિચારશો. તમે નેગેટિવ ફીલ કરી રહ્યા હો તો પણ ગભરાશો નહીં તમારા પ્રિયજન તમને પાછા પૉઝિટિવ મૂડમાં લઈ આવશે.

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

આજે અનેક ઉતારચઢાવ તમને જોવા મળશે. માટે જ આજનો દિવસ તમારા માટે મિશ્ર છે. સારી ઘટનાઓને કારણે તમે ખરાબ ઘટનાઓ આસાનીથી ભૂલી શકશો. કામનું પ્રેશર આજે જોરદાર હશે. જોકે સાંજ સુધીમાં તમે રિલૅક્સ સ્ટેટમાં આવી જશો.

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

આજે તમે થોડી નકારાત્મક લાગણીઓ અનુભવી રહ્યા છો. જોકે ગણેશજી તમને સાવચેત કરે છે કે તમારા માટે નેગેટિવ ખ્યાલ ધરાવતા લોકો તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે એવી હરકતો ન કરે એની પૂરતી તકેદારી રાખજો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK