કેવો રહેશે તમારો આજનો દિવસ, જાણો તમારી રાશિ

Published: 10th August, 2012 08:45 IST

    આજે કામના સ્થળે તમે કેટલાંક કામ પતાવવા માટે મક્કમતાપૂર્વક શપથ ખાશો અને બપોર સુધીમાં તો તમને એનું પરિણામ પણ દેખાશે એમ ગણેશજી નિહાળી રહ્યા છે.

 

એરીઝ (૨૧ માર્ચથી ૨૦ એપ્રિલ)


આજે કામના સ્થળે તમે કેટલાંક કામ પતાવવા માટે મક્કમતાપૂર્વક શપથ ખાશો અને બપોર સુધીમાં તો તમને એનું પરિણામ પણ દેખાશે એમ ગણેશજી નિહાળી રહ્યા છે. સાંજ સુધીમાં કોઈના પારાવાર પ્રેમને કારણે કામનું પ્રેશર હળવું થતું નજરે પડશે. સિંગલ લોકોની મુલાકાત એક ખાસ વ્યક્તિ સાથે થશે.

 

ટૉરસ (૨૧ એપ્રિલથી ૨૦ મે)

 

ગણેશજી અનુભવે છે કે રઝળી રહેલાં કામો હવે પૂરાં થતાં નજરે પડશે. હવે તમારે તમારા રોજ કરવાં પડતાં એકનાં એક કામોમાંથી રજા લઈને થોડો આરામ કરવાની જરૂર છે. એનાથી તમે આગળ સારું પફોર્ર્મ કરી શકશો.

 

જેમિની (૨૧ મેથી ૨૧ જૂન)

 

પર્સનલ અને પ્રોફેશનલ બન્ને કામોમાં તમારા અટેન્શનની જરૂર છે. જોકે તમે દરેક પરિસ્થિતિને સારી રીતે હૅન્ડલ કરી શકશો એવો ગણેશજી વિશ્વાસ દર્શાવે છે. સાંજ સુધીમાં તો તમે તમારા પ્રિયજન પર પ્રેમનો વરસાદ વરસાવશો.

 

કૅન્સર (૨૨ જૂનથી ૨૩ જુલાઈ)

 

તમારી પ્રોફેશનલ અને પર્સનલ લાઇફમાં બૅલેન્સ જાળવવામાં તમે એક્સપર્ટ થઈ ગયા છો. ગણેશજી એનું કારણ આપતાં સૂચવે છે કે તમે તમારા કામના પણ પ્રેમમાં પડી ગયા છો. સારી રીતે આગળ વધી રહ્યા છો.

 

લિયો (૨૪ જુલાઈથી ૨૩ ઑગસ્ટ)

 

ખૂબ ઊંચાઈઓ સર કરો અને તેજસ્વી બનો, કારણ કે દરેક રહો તમારી તરફેણમાં છે એમ ગણેશજી સૂચવે છે. તમારે અત્યારે જે કરવાની ઇચ્છા હોય એ કરો અથવા તમારા વિલંબમાં મુકાયેલાં કામોમાં આ વધારાની શક્તિ લગાવી દો. એ પછી મનફાવે એમ કરજો.

 

વર્ગો (૨૪ ઑગસ્ટથી ૨૩ સપ્ટેમ્બર)

 

દિવસના પહેલા ભાગમાં તમે થોડીક મુશ્કેલીઓનો સામનો કરશો. જોકે એનાથી તમારી મક્કમતામાં કોઈ ફરક નહીં પડે એમ ગણેશજી સૂચવે છે. ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. બપોર પછી આખી પરિસ્થિતિ તમારી ફેવરમાં આવી જશે. અંગત જીવનમાં પ્રેમ અને લાગણીપૂર્ણ વ્યવહાર એક સંબંધને વધુ ગાઢ બનાવશે.

 

લિબ્રા (૨૪ સપ્ટેમ્બરથી ૨૨ ઑક્ટોબર)

 

કેટલીક અંધશ્રદ્ધા અને માત્ર માન્યતાના આધાર પર મહત્વ પામેલી બાબતોને કારણે દિવસના અડધા ભાગમાં થોડા ચિંતિત રહેશો. એને છોડો અને આગળ વધો. એવી બાબતોનું તમારા જીવનમાં ક્યારેય મહત્વ હતું જ નહીં તો હવે શા માટે આપો છો એમ ગણેશજી સૂચવે છે.

 

સ્કૉર્પિયો (૨૩ ઑક્ટોબરથી ૨૨ નવેમ્બર)

 

ગણેશજી આગાહી કરે છે કે આજે દિવસની શરૂઆતમાં તમે ખૂબ અકળાયેલા હશો. જોકે તમારા ગુસ્સાને કાબૂમાં રાખજો. નહીં તો એને કારણે કેટલીક સુલઝાવી ન શકાય એવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કામના સ્થળે પણ બિનજરૂરી મતભેદોથી દૂર રહેજો.

 

સૅજિટેરિયસ (૨૩ નવેમ્બરથી ૨૨ ડિસેમ્બર)

 

આજે તમે તમારા પરિવારને બધી રીતે સાચવી લેવાના અને સપોર્ટ કરવાના મૂડમાં છો એમ ગણેશજી દર્શાવે છે. આત્માની ખોજ માટે તમારી ઇચ્છાશક્તિ કારગત નીવડશે. પ્રેમનો અગ્નિ સાંજના પ્રજ્વલિત થતો નજરે પડશે.

 

કૅપ્રિકોર્ન (૨૩ ડિસેમ્બરથી ૨૦ જાન્યુઆરી)

 

કામના અતિ પ્રેશરને કારણે મૂંઝાઈ જશો. જોકે ગણેશજી દર્શાવે છે એમ તમે દરેક ટાર્ગેટને પહોંચી વળશો અને તમારો શ્રેષ્ઠ પફોર્ર્મન્સ દર્શાવી શકશો. જોકે તમે તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો. નહીં તો હેલ્થને લગતી કોઈ મોટી તકલીફ આવી શકે છે.

 

ઍક્વેરિયસ (૨૧ જાન્યુઆરીથી ૧૯ ફેબ્રુઆરી)

 

સતત કંઈ ને કંઈ કરતા રહેવું એ તમારા સ્વભાવમાં છે. એક કામમાં તમે પહેલ કરશો અને એમાં જીત મેળવશો એવું ગણેશજી જોઈ રહ્યા છે. બપોરે તમે ખૂબ ખુશ હશો, પણ સાથે થોડા વ્યસ્ત પણ રહેશો. સાંજે તમારા મનગમતા સ્થળે જવા માટે બહાર નીકળશો.

 

પાઇસિસ (૨૦ ફેબ્રુઆરીથી ૨૦ માર્ચ)

કામને લીધે આજે તમે ખૂબ થાકી જશો એવું ગણેશજી દર્શાવે છે. આમ જનતામાં તમારું મહત્વ પ્રસ્થાપિત કરવા માટે તમે સતત પ્રયત્નશીલ છો અને એમાં કોઈ બાંધછોડ કરવા માટે તૈયાર નથી. જોકે લોકો એને કોઈ બીજી જ રીતે જોઈ રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK